________________ એવી ઘેષણા કરી છે અને એ માટે કયારેય ન હતા એવા જંગી યાંત્રિક કતલખાનાઓ ઊભા થયાં અને થઈ રહ્યાં છે. મર્યાદા બહારની હિંસા અને તે ય જાણીબુઝીને વધારવામાં આવે, પ્રતિમાસ હજારે પશુઓને એક જ ઝાટકે શું, એક જ કરંટના જોરે મૃત્યુને આરે ઉતારી નાખવામાં આવે, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે, વર્તમાન નેતાગીરિને આ દેશનું શું કરવું છે? આ દેશની આર્યતાને મીટાવી દઈને તેઓ કય લાભ હાંસલ કરવા માગે છે? હજારો અબોલ પ્રાણીઓની હાય અને ભયંકર પાપ આજની નેતાગીરીને આ દેશને સીધી કે આડકતરી રીતે ભરખી તે નહિ જાયને! સરકાર કરતાંય પ્રજાના ચૂંટાએલા પ્રતિનિધિઓ મેટા ગુનેગારે છે જેઓ સરકારને સાથ આપી રહ્યા છે. જ્યારે કેટલાક લાચાર બની પ્રેક્ષકો બની રહ્યા છે. જમાનાની આ કેવી અજબ તાસીર ! અહિંસા અને સત્યની છાશવારે બાંગ પિકારનારાઓ ઉઘાડા પડી ગયા છે. દેશમાં દયા, કરૂણા, પ્રેમ, ભાતૃભાવ, પાપભીરુતા વગેરે ગુણોને પ્રભાવ ઓસરતે જાય છે. જો આ માત્રા વધતી જશે તે માનવ કે ઘડાશે? દાનવ તે નહિં બને! આપણી શિક્ષણ પદ્ધતિ બદલાઈ ગઈ છે. ગળથુથીમાંથી અપાતા નૈતિક અને ધાર્મિક સંસ્કારને પરંપરા નબળી પડી છે. શાળા સ્કૂલમાં શિક્ષણ ભૌતિકવાદ પ્રધાન થઈ ગયું છે. આચાર વિચારનું, ઘડતર આ ધરતીને અનુકૂળ દિશામાં નથી અપાતું. પ્રથમ આચાર શીખવવામાં આવતે પછી વિચાર. પણ એ પદ્ધતિ જતાં આજના મોટેરાઓમાંથી પણ આચાર પ્રત્યેના આદર નામશેષ બને છે. સાચી રીતે કહેવું હોય તે “આ વારઃ પ્રથમ ધર્મઃ” આપણા હાનકડા છતાં મહાન અને આપણી આ પવિત્ર સંસ્કૃતિને જીવંત રાખનારા આ સૂત્રનું સ્થાન “મવારો અન્તિમો ધર્મઃ” સૂત્ર લઈ રહ્યું છે. આચારસંહિતાઓને અભરાઈએ ચઢાવી દેવામાં આવી છે. તે તરફ પીઠ ફેરવાઈ ગઈ છે. આચામાને અર્થાત સત આચરણ–ક્રિયા કે વતનને હાસ્યાસ્પદ કે હીણપત ભરી દૃષ્ટિથી જોવાય છે. તુચ્છતાને ભાવ રખાય છે. માત્ર જ્ઞાન મેળવવું, ડીગ્રીએ લેવી, લેકચર કરવા, ભાષણે ઝીંકવા, તે સાંભળીને જ્ઞાન અને વિજ્ઞાનની બડી બડી વાત કરવી એમાં જ માનવી જીવનની ઈતિકતવ્યતા માની રહ્યો છે. પરિણામે જ્ઞાનથી નહિં પણ જ્ઞાનની વિગતનાં ભારથી માણસના માથાં ભારે અને મહેટા જરૂર થયાં છે પણ તેની સાથે હૃદય-દીલ હોટા ન થતાં સુસંવાદિતા તૂટી છે. મગજ અને હૃદય, વિચાર અને બુદ્ધિ બંને વચ્ચે સુમેળ રહ્યો નથી. પરિણામે જીવનમાં સુસંવાદિતા અને સુમેળો જામતા નથી. વિચારે અને વાતેની લંબાઈ પહોળાઈ જરૂર વધી છે પણ ઉડાણ કયાં? જ્ઞાનમાં સમ્યગ શ્રદ્ધાને પ્રકાશ ભળે તે ઉંડાણ આવે પણ એ નથી એટલે “જ્ઞાનW રું વિરતિઃ” “સા વિદ્યા યા વિમા તેના વર્તન મગજા. ઋષિ-મહર્ષિ કથિત આ મહાન આદર્શોની ઉપેક્ષા વધી છે. અને તેથી જ્ઞાનનું પર્યવસાન ત્યાગમાં કે વિભક્તિની દિશામાં થવાને બદલે ભેગમાર્ગ અને બંધનની દિશામાં વધુ થઈ રહ્યાનું જોવાઈ રહ્યું છે. આઝાદી પછીની દુઃખદ પરિસ્થિતિ આજે દેશની એક એક વ્યક્તિ, એક એક કુટુંબ, એક એક ગામ, એક એક શહેર, એક એક . પ્રાંત અશાંત છે. બેચેન છે. ભયભીત છે. સહુ ચિંતા અને સંતાપની આગમાં જલી રહ્યાં છે. દેશને માંડ ખખડી ગયો છે. દેશમાં આગ લાગી છે. ઘરમાં આગ લગ ગઈ અપને ઘરકે ચિરાગસે ' એવી સ્થિતિ આજની નેતાગીરિએ ઊભી કરી છે. પરદેશી રાજ હતું ત્યારે જે દુર્દશા ન હતી તે આજે થઈ છે. ગરીબ વધુ ગરીબ બને છે. બીમત વધુ શ્રીમંત બને છે. કોડે ગરીબ અને મધ્યમ વર્ગના લેકે અસહ્ય યાતનાઓ વચ્ચે જીવન વી રહ્યા છે, બા