________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
શ્લોક ઃ
अनादिस्नेहमोहेन, तं दृष्ट्वा मम मानसे ।
या प्रीतिरासीत्साऽऽख्यातुं वचनेन न पार्यते ।।२२।।
શ્લોકાર્થ :
અનાદિના સ્નેહના મોહથી=સંસારી જીવને અનાદિ માનકષાય સાથે જે સ્નેહ છે તેના વશથી, તેને જોઈને=શૈલરૂપ માનને જોઈને, મારા માનસમાં જે પ્રીતિ હતી,
વચનથી પણ કહેવા માટે
શક્ય નથી. IIરણા
શ્લોક ઃ
विलोकयन्तं मां वीक्ष्य, स्निग्धदृष्ट्या स दारकः । शठाऽऽत्मा चिन्तयत्येवं, लब्धलक्ष्यः स्वचेतसा ।। २३ ।।
૭
શ્લોકાર્થ ઃ
સ્નિગ્ધ દૃષ્ટિથી જોતા એવા મને જોઈને તે દારક-શૈલરાજ નામનો માનકષાય શઠાત્મા લબ્ધલક્ષ્યવાળો સ્વચિત્તથી આ પ્રમાણે વિચારે છે=માનકષાયે જાણ્યું કે આ મારે વશ છે એ પ્રકારે વિચારીને શઠ એવો માનકષાય આ પ્રમાણે વિચારે છે. I૨૩II
શ્લોક ઃ
अये! मामेष राजेन्द्रतनयः स्निग्धचक्षुषा ।
विलोकयति तन्नूनं, ममाऽयं वर्तते वशे ।। २४ ।।
શ્લોકાર્થ ઃ
અરે ! આ રાજાનો પુત્ર સ્નિગ્ધચક્ષુથી મને જુએ છે તેથી ખરેખર આ વશ વર્તે છે=રિપુદારણ માનકષાયને વશ વર્તે છે. ।।૨૪।।
શ્લોક ઃ
ततो विस्फारिताऽक्षोऽसौ किलाहं स्नेहनिर्भरः ।
दर्शयन्निति मे देहं समालिङ्गति मायया ।।२५।।
શ્લોકાર્થ ઃ
તેથી વિકસ્વર ચક્ષુવાળો સ્નેહથી નિર્ભર મને દેહને બતાવતો=પોતાનું શરીર બતાવતો, આ માયાથી આલિંગન આપે છે. II૨૫ા