________________
મ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
રિપુદા૨ણ જ્યારે માતાની કુક્ષિમાં આવ્યો ત્યારે તેનામાં રહેલાં દ્વેષ આપાદક કર્મોના કારણે દ્વેષની પરિણતિ અને અવિવેક આપાદક કર્મોના કારણે અવિવેકિતાની પરિણતિ કંઈક અંશથી પ્રગટ થઈ જેથી તે અવિવેકિતા પણ માનકષાયના પરિણતિવાળા પુત્રની માતા બને છે. II૧૪॥
શ્લોક ઃ
ततो मज्जन्मकाले सा, प्रसूता दुष्टदारकम् । ન્નામિતમદ્દોર, વવનાષ્ટધારમ્ | T
શ્લોકાર્થ ઃ
તેથી મારા જન્મકાલમાં=રિપુદારણના જન્મકાલમાં, તેણે=અવિવેકિતાએ, ઉન્નામિત કરી છે મોટી છાતી જેણે એવા આઠ મુખને ધારણ કરનારા દુષ્ટ પુત્રને જન્મ આપ્યો. II૧૫।।
શ્લોક ઃ
तं वीक्ष्य सा विशालाक्षी, परं हर्षमुपागता ।
ततश्च चिन्तयत्येवं, स्तिमितेनाऽन्तरात्मना । । १६ ।।
શ્લોકાર્થ :
તેને જોઈને=માનકષાયરૂપ દુષ્ટ પુત્રને જોઈને, વિશાલ અક્ષીવાળી તે-અવિવેકિતા, હર્ષને પામી=રિપુદારણમાં માનકષાયનો જન્મ થયો તેથી અવિવેકિતા વૃદ્ધિ પામી. અને તેથી સ્તિમિત એવા=સ્થિર અંતરંગ પરિણામવાળી એવી અવિવેકિતા વડે, આ પ્રમાણે વિચારાયું. I॥૧૬॥
શ્લોક ઃ
अहो मदीयपुत्रस्य, कूटानि सुगिरेरिव ।
મૂર્છાનોઽષ્ટ વિરાનન્તે, વિવું મહદ્ભુતમ્ ।।૭।।
શ્લોકાર્થ :
અહો મારા પુત્રનાં સુગિરીનાં=સારા પર્વતોનાં, ફૂટો જેવાં આઠ મસ્તકો શોભે છે. તે કારણથી આ મહાન અદ્ભુત છે.
જીવમાં અવિવેકિતાને કારણે આઠ મુખવાળા પુત્રનો જન્મ તેને પ્રીતિનું કારણ બને છે. II૧૭II
શ્લોક ઃ
ततः साऽपि गते मासे, निजसूनोर्गुणोचितम् ।
करोति नाम विख्यातं, शैलराज इति स्फुटम् ।। १८ ।।