________________
સર્ગ ૧ લે ધિક્કાર છે. હું કે જે તેમને પરિચિત, નેહવાળો અને એકજ ગુરૂને દીક્ષિત તેમજ વિનીત છું, તેનું પાલન કરવું તો દૂર રહ્યું પણ તેઓ સામું પણ જોતા નથી, પરંતુ મારે આવું ખરાબ ચિંતન ન કરવું જોઈએ. કારણ કે આ સાધુઓ પોતાના શરીરની પણ પરિચર્યા કરતા નથી તો મારી જેવા બ્રણની પરિચર્યા તે કેમ કરે ? માટે હવે જે હું આ વ્યાધિમાંથી મુક્ત થાઉં તે પછી કોઈ મારી સેવા કરે તેવો એક શિષ્ય કરું કે જે આવું જ લિંગ ધારણ કરે.” આ પ્રમાણે ચિતવત મિરિચિ દેવગે સાજો થયે. એક વખતે તેને કપિલ નામે કુલપુત્ર મળ્યો. તે ધમને અથી હતું, તેથી તેણે કપિલને આહંત ધર્મ કહી સંભળાવ્યો. એ વખતે કપિલે તેને પૂછ્યું કે “તમે પોતે એ ધમ કેમ આચરતા નથી ? મરિચિ બે કે હું તે ધર્મ પાળવાને સમર્થ નથી. કપિલે કહ્યું કે “ત્યારે શું તમારા માર્ગમાં ધર્મ નથી?’ આવા પ્રશ્નથી તેને જિનધર્મમાં આળસુ જાણુ શિષ્યને ઈચ્છતો મરિચિ બોલ્યો કે જેના માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” પછી કપિલ તેને શિષ્ય છે. તે વખતે મિથ્યા ધર્મના ઉપદેશથી મરિચિએ કટાકેટી સાગરોપમ પ્રમાણ સંસાર ઉપાર્જન કર્યો. તે પાપની કાંઈ પણ આલોચના કર્યા વગર પ્રાંતે અનશનવડે મૃત્યુ પામીને મરિચિ બ્રહ્મ દેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળે દેવતા થયે. કપિલ પણ આસૂર્ય વિગેરેને પિતાના શિષ્યો કરી તેમને પિતાના આચારનો ઉપદેશ આપી મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ત્યાં અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ જન્મને જાણીને તે પૃથ્વી પર આવ્યો, અને તેણે આસૂર્ય વિગેરેને પોતાને સાંખ્ય મત જણાવ્યું. તેના આમ્નાયથી આ પૃથ્વી પર સાંખ્ય દર્શન પ્રવત્યું. કેમકે લે કે પ્રાયઃ સુખસાધ્ય અનુષ્ઠાનમાં જ પ્રવો છે.
મરિચિનો જીવ બ્રહ્મ દેવલોકમાંથી રવીને કલાક નામના ગામમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળ કૌશિક નામે બ્રાહ્મણ થયો. વિષયમાં આસક્ત, દ્રવ્ય ઉપાર્જન કરવામાં તત્પર અને હિંસાદિકમાં સૂગ વગરના તે બ્રાહ્મણે ઘણા કાળ નિર્ગમન કર્યો. અંતે ત્રિદંડી થઈ મૃત્યુ પામી ઘણું ભવમાં ભમીને તે સ્થણા નામના સ્થાનમાં પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ થયું. ત્યાં પણ ત્રિદંડી થઈ બહોતેર લાખ પૂર્વનું આયુષ્ય નિગમી સૌધર્મ દેવલોકે મધ્યમ સ્થિતિવાળો દેવતા થયો. ત્યાંથી ચ્યવી ચત્ય નામના સ્થાનમાં તે ચેસઠ લાખ પૂર્વના આયુષ્યવાળો અન્યોત નામે બ્રાહ્મણ થયે. ત્યાં પૂર્વની જેમ ત્રિદંડી થયો. પછી મૃત્યુ પામી ઈશાન દેવલેકમાં મધ્યમ આયુષ્યવાળે દેવતા થશે. ત્યાંથી ચ્યવી મદિર નામના સંનિવેશમાં અગ્નિભૂતિ નામે બ્રાહ્મણ થયે. તે ભાવમાં પણ ત્રિદંડી થઈ છપ્પન લા બે પૂર્વનું આયુષ્ય ભેગવી મૃત્યુ પામી સનતકુમાર દેવકમાં મધ્યમાયુ દેવતા થશે. ત્યાંથી ચ્યવીને વેતાંબી નગરીમાં ભારદ્વાજ નામે વિપ્ર થશે. તે ભવમાં પણ ત્રિદંડી થઈ ચુંવાલીશ લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામીને માહે ક૯૫માં મધ્યમ સ્થિતિએ દેવતા થયે. ત્યાંથી ચવીને ભવભ્રમણ કરી રાજગૃહ નગરમાં સ્થાવર નામે બ્રાહ્મણ થયે. તે ભવમાં ત્રિદંડી થઈ ચેત્રીશ લાખ પૂવનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં મધ્યમાયુષ્યવાળે દેવતા થયા. ત્યાંથી રવીને તેણે ઘણા ભવમાં પરિભ્રમણ કર્યું. કારણ કે “પોતાના કર્મના પરિણામથી પ્રાણી અનંત ભવમાં બ્રમણ કરનારે થાય છે.'
રાજગૃહ નગરમાં વિશ્વનંદી નામે રાજા હતો. તેને પ્રિયંગુ નામની પત્નીથી વિશાખનંદી નામે એક પુત્ર થયે. તે રાજાને વિશાખભૂતિ નામે એક નાનો ભાઈ યુવરાજ હિતે. તે યુવરાજને ધારિણી નામે સ્ત્રી હતી. મરિચિને જીવ પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા