________________
આનાતોલ ફ્રાંસને, પોતાને, કેળવણીમાં આ બે વિષયો છેક જ છૂટા પાડી દેવાય, એ ગમતું ન હતું. તે માનતો કે, એમ કરવાથી હાનિ જ થાય છે: સાહિત્યથી છૂટું પાડેલું વિજ્ઞાન કેવળ યાંત્રિક કે હદયહીન બની રહે છે; અને વિજ્ઞાન વિનાનું સાહિત્ય કેવળ પોકળ શબ્દો બની રહે છે, કારણ કે, વિજ્ઞાનો જ સાહિત્યને સંભારરૂપ કાચો માલ બની રહે છે. તે કહેતો કે, આપણા રાજકારણીઓ માત્ર વિજ્ઞાનની જ તાલીમ પામેલા હોઈ, નરી યાંત્રિકતાથી જ ટેવાયેલા બની રહે છે, એટલે તેઓ સાચી રાજનીતિ આદરી કે આચરી શકતા નથી. તે માનતો કે થોડું ગ્રીક અને વધુ લેટિન સાહિત્ય કોલેજ-કક્ષાએ મળવું જ જોઈએ; અને જે માણસ પ્રાચીન સાહિત્ય-સંસ્કૃતિથી અણજાણ હોય, તેને રાજવહીવટમાં સ્થાન ન મળવું જોઈએ. .
ગ્રેજ્યુએટ થયા પછી તે એક પ્રકાશન-સંસ્થામાં લાઇબ્રેરિયન અને 'રીડર તરીકે નિમાયો. અને ત્યાર બાદ ઈ. સ. ૧૮૭૬માં ફ્રેંચ સેનેટનો લાઇબ્રેરિયન નિમાયો.
આ નિમણૂકથી તેની અભ્યાસી પ્રવૃત્તિ અને વૃત્તિ ઘણી વધી ગઈ.
તેના આ જાતના અભ્યાસ-વ્યાસંગને કારણે તે પહેલેથી જ રૂઢિચુસ્ત પ્રકૃતિનો બનતો ગયો. ભૂતકાળની પરંપરાઓ અને માહિ – તીનો તેનો અભ્યાસ એટલો બધો હતો કે, તે ભવિષ્ય બાબતની ચિંતાથી જરાય સુબ્ધ થતો નહિ. તેને મન મુખ્ય કામ નવી કશી કલ્પના કરવા કરતાં, જે કંઈ પ્રાચીન કાળથી જણાઈ ચૂક્યું છે, તેને આચારમાંવર્તનમાં સ્થિર કરવું, એ જ હતું. અર્થાત્ મજબૂત અને સ્થિર રાજતંત્ર સ્થપાય, અને સાચી અને સારી બાબતો સુદૃઢ કરાય, એ જ કોઈ પણ રાજસત્તાનો મુખ્ય કાર્યક્રમ હોવો જોઈએ, એમ તે માનતો.
માનવજાતનું ભલું કરવાની વિજ્ઞાનની શક્તિ વિષે તેને શંકા હતી. કારણ કે, વિજ્ઞાન માનવ પ્રકૃતિને બદલી શકતું નથી; અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org