________________
આનાતાલ ફ્રાંસ
લેખકને ટૂંક પરિચય) સુપ્રસિદ્ધ ફ્રેંચ લેખક, નૉબેલ-પ્રાઈઝ વિજેતા આનાતોલ જેક્સ થિબોલતનો જન્મ ઈ. સ. ૧૮૪૪ના એપ્રિલની સોળમી તારીખે પેરિસમાં થયો હતો. ‘ફ્રાંસ’ તો તેણે ધારણ કરેલું ઉપનામ છે.
તેનો પિતા બૂકસેલર હતો; અને આનાતોલ ફ્રાંસ તેની દુકાનની અત્યુત્તમ સાહિત્યકૃતિઓમાંથી જ પોષણ મેળવીને ઊછર્યો. તેણે જર્મન કે અંગ્રેજી સાહિત્યનો બહુ ઓછો અભ્યાસ કર્યો છે, તે આખો ને આખો ફેંચ, લૅટિન અને ગ્રીક સાહિત્યનું ફરજંદ છે.
તેના પિતાને પોતાનો છોકરો આમ હાલ્યા ચાલ્યા વિના ચોપડી હાથમાં લઈને બેસી રહે, તે ગમતું ન હતું. ‘છોકરો તો પ્રવૃત્તિશીલ હોવો જોઈએ, એમ તે માનતો. પરંતુ કુદરતે જાણે આ છોકરાને કપનાશક્તિવાળો કલાકાર બનાવવાનું નક્કી કર્યું હતું, અને પ્રવૃત્તિ કલ્પનાશક્તિને બુઠ્ઠી કરી નાખનારી વસ્તુ છે. જેમ કલ્પનાશક્તિ પ્રવૃત્તિને બુઠ્ઠી કરી નાખે છે!
કૉલેજમાં પહોંચ્યા પછી, આધુનિક વિજ્ઞાન લેવું કે પ્રાચીન સાહિત્ય લેવું- એની પસંદગી કરવાની તેને આવી. તે બાબતમાં તેણે પોતાનાં માતાપિતાની પણ સલાહ લીધી. માતાને પુત્રની છાની રહેલી શક્તિઓમાં એટલો બધો વિશ્વાસ હતો કે, પોતાનો પુત્ર ગમે તે વિષય લેશે તોપણ ઝળકી આવશે જ, એમ માની તેણે તેને મનગમનું પસંદ કરી લેવાનું સૂચવ્યું. તેના પિતાને, તેથી ઊલટું, પુત્ર વિષે એટલો બધો અવિશ્વાસ હતો કે, તેણે તો તે કોઈ પણ વિષય લેશે તો પણ કશી જ ધાડ મારવાનો નથી, એમ માની, જેમ ફોડવું હોય તેમ ફોડી લે–એવો જ જવાબ આપ્યો!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org