________________
११
માં આપણને ગીતાકારે (અ૦ ૧૬માં) બે ભૂતસર્ગ કે બે સંપદાઓ આલેખ્યાં છે, તે યાદ આવે. કથાનો મૂળ લેખક આનાતોલ ફાંસ એ બધા અનુષંગમાં ચર્ચા નથી કરતો; પરંતુ, યુરોપનાં દેશકાળમાં — તેના વાગા ધરીનેય,—મૂળ વસ્તુ તો તત્ત્વત: બે ભૂતસર્ગ કે સંપદાની—એક જ છે. આનાતોલ ફ્રાંસ ઈં૦ સ૦નાં આદિ સૈકાંનો સમય ચીતરે છે. આજેય આપણે અર્વાચીન જગતમાં (‘સમૃદ્ધ સમાજ’ના નામથી બોલાતો) આ પ્રકારનો નવો પ્લૅગન-વાદ, વિજ્ઞાન અને યંત્રના જોર વડે, પેદા થતો બતાવી શકીએ.
<
એક બીજી બાબત પણ આ કથા કહે છે; – જે પરથી કથાના આ ગુજરાતી સંપાદનમાં તેનું નામ પાડયું છે તપસ્યા અને નિગ્રહ.' આ અંગે પણ ગીતાકારે પેલું નિદાન ચૂકતે આપી મૂકયું છે -
प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति । ( ३-33 ) [પ્રાણીમાત્ર પોતાના સ્વભાવને અનુસરે છે; ત્યાં બળાત્કાર કરવાથી શું વળે?]
ભૂતમાત્ર પ્રકૃતિને વશ છે; જાત પર જવા વિના રહી ન શકે કાંઈ તેને રોકી ન શકે. અને આ કથા બતાવે છે કે, મહા ઉગ્ર તપ પણ તેને કાંઈ ન કરી શકે. તો તરણોપાય શો? કથા બહુ જ સુંદર રીતે (તેના એક વૃદ્ધ સાધુજન પૅલેમૉન દ્વારા) એ બતાવે છેસાદું સરળ ને સર્વસુલભ હ્રામ-પરાયણ યજ્ઞકર્મ અને પ્રભુભક્તિ, ગીતાકારના શબ્દોમાં કહીએ તો પરમદર્શન —
विषया विनिवर्तन्ते निराहारस्य देहिनः । રસવર્ગ રસોવ્યસ્ય પર તૃષ્ણા નિવર્તતે ॥ (૨-૫૯)
[દેહધારી જ્યારે નિરાહારી રહે છે, ત્યારે તેના વિષયો મોળા પડે છે, પણ રસ નથી જતો; તે રસ તો પરમ વસ્તુ કે પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી શમે છે.]
આ થા ગીતાના આ સિદ્ધાંતનું સુંદર દૃષ્ટાંત ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org