Book Title: Tapasya ane Nigraha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ १० न अयम् आत्मा प्रवचनेन लभ्यः न मेधया न बहुना श्रुतेन । यम् एष एव वृणुते तेन लभ्यः तस्य एष आत्मा विवृणुते तनूं स्वाम् ।। (મુંડ, રૂ-૨-૩) [આ આત્મા પ્રવચન – શાસ્ત્રાર્થની શક્તિથી, બુદ્ધિની ઝીણવટથી કે પુષ્કળ શાસ્રાવણથી મેળવી શકાતો નથી. જેને એ વરે છે, તેનાથી એ પમાય છે. તેને એ આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે.] ઉદ્ધારક વસ્તુ વ્યક્તિનું આત્મજ્ઞાન છે, અને એ જ્ઞાનનો સોદો આત્મ-સ્વયંવરનો છે. એનો લક્ષવેધ મત્સ્ય-વેધ કરતાંય ઘણો ગહન છે – તે ભારે ‘મહાભારત' કામ છે. આ કથા કહે છે—મઠાધિપ, શિષ્યગણાચાર્ય, અને મહાપ્રતિષ્ઠ તપોધનને તેવો વેધ ન ફળે; એક ગણિકાનેં તે સદે અને સંભવે જ નહીં — ફળે પણ ! આ અમૃતસંજીવની મહાશક્તિ ભક્તિયોગમાં સંતાયેલી છે; ઈશાર્પણની પ્રેમશક્તિ એ છે. કેટલાય મહાનુભાવ શાસ્ત્રકારોએ, માનવ ગૌરવાભિમાનનાં લક્ષણ સમાં એવાં બુદ્ધિ અને અહંકાર તત્ત્વોની તરફ જોઈને,—આ જ વસ્તુને નિર્વાણ, બ્રહ્મનિર્વાણ, શૂન્ય, ઇ0 નામો વડે વર્ણવી છે. તે અભાવવાચકો છે; તે બધાનો ભાવ-વાચક તો તેમાં રહસ્યરૂપે રહેલી માનવહૃદયની પ્રેમ-નિવેદન-શક્તિ છે. 66 ‘પણ આ બધું તો ભારતની અધ્યાત્મ સંસ્કૃતિ પરથી ને તેની પરિભાષામાં કહેવાય. આ કથા તો યુરોપની ખ્રિસ્ત સંસ્કૃતિને સંબોધે છે, અને ગ્રીક હૅગન-યુગને આવરીને વાત કરે છે!” —આવી ટીકા મનમાં જાગે. આ કથા બતાવે છે કે, ભક્તિ અને પ્રેમભાવ દેશ-કાલાતીત અધ્યાત્મભાવો છે. અહીં વિશેષ એ છે કે, યુરોપના પ્રાચીન ગ્રીક ‘પૅગન ’—નિરીશ્વરી બુદ્ધિવાદની તુલનામાં, ભગવાન ઈશુ ખ્રિસ્તના પ્રેમભક્તિ-સંદેશને આલેખે છે. પૅગન-વાદમાં ભોગૈશ્વર્યની બુદ્ધિમાન્ય વિચારણા છે. (જુઓ, નિસિયાસ, ઝેનોથેમિસનાં પાત્રો.) તેની તુલના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 194