Book Title: Tapasya ane Nigraha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahakari Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ પ્રેમભક્તિની સંજીવની આ મનોરમ્ય કથાને આવકાર આપું છું. એના સંપાદનનું નિમિત્ત-કારણ સત્યાગ્રહ’ પત્ર બન્યું એથી કૃતાર્થ-આનંદ થાય છે. ૧૯૨૫-૬ના ગાળામાં આનાતોલ ફ્રાંસની આ વાત પહેલી જાણી હતી, તે સત્યાગ્રહ આશ્રમના દિવસો યાદ આવ્યા. તપોભૂમિ, આશ્રમ, અને તેના હેતુઓ તથા આદર્શ ઇ0ની ગંભીર ચર્ચા એ વખતે સત્યાગ્રહાશ્રમમાં ચાલતી. તેમાં, ખાસ કરીને, ભાઈશ્રી ભણસાળી, સ્વ૨ મહાદેવભાઈ આ કથા વિષે ખૂબ વાત કરતા. આશ્રમના गताः नः खलु ते दिवसाः । આ ચોપડી તે બધું તાજું કરાવે છે, એથીય ઋતાનંદ આવે છે. અને તે વાંચીને ભક્ત સૂરદાસની પેલી અમર પંક્તિઓ યાદ આવે दीनन-दुःख-हरन देव, संतन हितकारी । આગામી ગીધ વ્યTધ, રૂનમેં હો ન સાધ? पंछीको पद पढात, गणिका-सी तारी ॥ આ કથા એક ગણિકાના ઉદ્ધારની છે: ઉદ્ધારક ડૂબે છે–પતિતા પાર કરી જાય છે! અધ્યાત્મ-સિદ્ધિ અને મુક્તિ કેવી ગૂઢ અનુભવગમ્યતા છે! ઉદ્ધારક મનાતી વ્યક્તિ તારક નથી; બહુ બહુ તો ગુરુ પેઠે બાહ્ય નિમિત્ત તે બને; બાકી, અંતરયામી “સીતારામ' પ્રભુ પતિતપાવન સાચો તારક છે; જે દરેકના હૃદયમાં હાજરાહજૂર છે. છતાં, નિમિત્ત બનતી વ્યક્તિ જો અભિમાન કરે તો?— આ કથા એનો જવાબ આપશે. ઉપનિષદોએ તો માનવ અધ્યાત્મના ઇતિહાસના આદિકાળથી આત્માના આવા જાદુ વિશે કહી જ રાખ્યું છે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 194