Book Title: Stree Nirvan Kevalibhukti Prakarane Tika
Author(s): Shaktayanacharya, Jambuvijay
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 13
________________ આ પ્રાચીન ગ્રંથરત્નના પ્રકાશનના પ્રેરક પૂજ્ય અનુગાચાર્ય પંન્યાસ શ્રી નેમવિજયજી ગણિ પોતાના સંસારી નાનાં બહેન સ્વર્ગસ્થ સાધ્વીજી શ્રી દાનશ્રીજી મહારાજના શ્રેયાર્થે પરમપૂજ્ય પંન્યાસજી મહારાજ અયોગાચાર્ય શ્રી નેમવિજયજી ગણિએ, પૂર્વાચાર્ય શ્રી શાકટાનાચાર્યે રચેલ આ ગ્રંથરત્ન માટે પૂરી સહાય મેળવી આપી હતી. અને આ ગ્રંથનું છાપકામ તેઓની હયાતીમાં જ શરૂ થયું હતું. પણ આ ગ્રંથ પૂરો છપાઈને પ્રકાશિત થાય તે પહેલાં જ, કમનસીબે, તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો; એટલે અમારા ઉપકારી એ મુનિભગવંતનો સંક્ષિપ્ત પરિચય અહીં આપી તેઓને અમે અમારી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. ગુજરાતના ફળદ્રુપ ચરોતર વિભાગનું ધર્મપરાયણ નાર ગામ તેઓનું વતન. વિ. સં. ૧૯૩૬ના કારતક સુદી ૧૦ના રોજ તેઓનો જન્મ. પિતાનું નામ મૂળજીભાઈ. માતાનું નામ હરિબાઈ. જ્ઞાતિ પાટીદાર. એમનું પોતાનું નામ નાથાભાઈ. એમના મોટા ભાઈનું નામ ઉમેદભાઈ. તેઓ એમનાથી ૩ વરસ મોટા હતા. એમનાં બહેનનું નામ ઝવેરબહેન. એ ઉંમરમાં નાથાભાઈ કરતાં ત્રણ વરસ નાનાં. એમના વડીલ કાકા તે હાથીભાઈ. આખું કુટુંબ જૈન ધર્મમાં આસ્થાવાળું. - કાકા હાથીભાઈ ઘરમાંય ત્યાગી-વૈરાગીની જેમ રહેતા. એકવાર એમનું મન સંસાર ઉપરથી ઊઠી ગયું. અને વિ. સં. ૧૯૫૬ના મૌન એકાદશી (માગસર સુદી ૧૧)ના પર્વદિવસે, તેઓએ ઉત્તર ગુજરાતના વિજાપુર ગામમાં, આચાર્ય મહારાજ શ્રી વિજયકમલસુરીશ્વરજી (પંજાબી) પાસે દીક્ષા લીધી. તેઓનું નામ રાખ્યું હતું મુનિ હિંમતવિજયજી. નાથાભાઈનાં લગ્ન તો સોનાબહેન સાથે થયેલાં. બીજી બાજુ ઝવેરબહેનને પણ પરણાવવામાં આવ્યાં હતાં. પણ નાથાભાઈ અને એમનાં બહેન ઝવેરબહેન – બંનેના આત્મા સંસારના રંગે નહીં પણ વૈરાગ્યના રંગે રંગાયેલા હતા. એટલે સંસારનો ત્યાગ કરવાનો સમય પાકે એટલી જ વાર હતી. અને એવો સમય પણ આવી પહોંચ્યો નાથાભાઈના કાકા હાથીભાઈ મુનિ હિંમતવિજ્યજી બનીને, દીક્ષા પછી તરત જ, નાર ગામે પધાર્યા. નાથાભાઈનાં વૈરાગી મનને જાણે મનગમતો અવસર મળી ગયો. ત્યાગી બનેલા કાકા – મુનિ હિંમતવિજયજીનો સંગ અને ઉપદેશ નાથાભાઈના મનમાં વસી ગયો. અને એમણે પેટલાદ ગામની પાસેના ખેડાસા પીપલી ગામે વિ.સં. ૧૯૫૬ના મહા સુદી પાંચમ (વસંત પંચમી)ના રોજ આચાર્ય મહારાજશ્રી વિજયકમલસૂરિ (પંજાબી) પાસે દીક્ષા લીધી. તેઓનું નામ મુનિ નેમવિજય રાખવામાં આવ્યું, અને તેઓ આચાર્ય મહારાજના શિષ્ય બન્યા. ઝવેરબહેન પોતાના ભાઈ અને સોનાબહેન પોતાના પતિ નાથાભાઈનું નેમવિજયજી રૂપે પરિવર્તન થયેલું જોઈને એ બંને નણંદ-ભોજાઇએ પણ સંસારનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો. અને સારા કામમાં સો વિદન એ કહેવત મુજબ પોતાના આ પુણ્ય સંકલ્પનો અમલ કરવા એ જ વિ.સં. ૧૯૫૬ના વર્ષમાં, વૈશાખ સુદી છઠ્ઠના રોજ પંજાબમાં, હોશિયારપુર મુકામે, આચાર્યશ્રી વિજ્યવલ્લભસૂરિજી મહારાજ પાસે, તે કાળના શાસન પ્રભાવક સાધ્વીજી શ્રી દેવશ્રીજીના શિષ્યાઓ તરીકે દીક્ષા લીધી. ઝવેરબહેનનું નામ દાનશ્રીજી અને સોનાબહેનનું નામ દયાશ્રીજી રાખ્યું. આ દાન-દયાની જોડી, તે કાળે, સંયમ પાલનને માટે પ્રેરણા પામવા માટે કહેવત રૂપ બની ગઈ હતી. દવે દીવો પેટાય એમ ત્યાગ દ્વારા ત્યાગને વધારવાની આ પ્રક્રિયા હજીય આગળ વધી. મુનિ નેમવિજયજીના મોટાભાઈ નાર ગામમાં રહેતા હતા તે મહારાજશ્રીને વંદન કરવા વડોદરા આવ્યા હતા. શ્રી નેમવિજ્યજી મહારાજે એમને પ્રતિબોધ કરીને વિશેષ જાગ્રત કર્યા અને વિ.સં. ૧૯૫૬ના અષાડ સુદી ૧૧ના રોજ વડોદરામાં તેઓએ આચાર્યશ્રી વિજયકમલસૂરિ (પંજાબી) પાસે દીક્ષા લીધી. તેઓનું નામ મુનિ ઉત્તમવિજયજી રાખીને એમને એમના કાકા-સાધુ મુનિશ્રી હિંમતવિજ્યજીના શિષ્ય બનાવવામાં આવ્યા. પોતાના મોટી ઉંમરના જેઠને તેમજ પોતાના બે પુત્રો, પોતાની પુત્રી અને પોતાની પુત્રવધુ– એમ પોતાના ઘરની બીજી ચાર વ્યકિતઓને, યૌવનમાં ડગ માંડતી સાવ નાની ઉમરે ઘર સંસારનો ત્યાગ કરતાં જોઈને કોનું અંતર દ્રવી ન ઊઠે? આ બધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 146