________________
મહારાજ– એ બંને પૂજ્ય પુરુષો વિદેહ થયા છે, એ વાતની નોંધ લેતા અમે ઘેરા વિષાદ અને દુ:ખની લાગણી અનુભવીએ છીએ; અને એ બંને પૂજ્ય પ્રત્યે અમારી ઊંડી કૃતજ્ઞતાની લાગણી દર્શાવીને એ બંને ધર્મપુરુષોને અમે ભાવપૂર્વક વંદના કરીએ
છીએ.
- સ્વ. પૂજ્ય પ્રવર્તિની સાધ્વીજી મહારાજ શ્રી દાનશ્રીજી મહારાજની પુણ્યસ્મૃતિ નિમિત્તે પ્રગટ થતા આ ગ્રંથ માટે અમને નીચે મુજબ સહાય મળી છે :
૧૦૦૦- પરમપૂજ્ય અનુયોગાચાર્ય પંન્યાસ શ્રી નેમવિજ્યજી મહારાજની પ્રેરણાથી સાધ્વી સમુદાયના ઉપદેશથી. ૧000/- શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રય શ્રીસંઘ, વડોદરા. ૧૦૭ - પૂજ્ય સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજી મહારાજની પ્રેરણાથી શ્રીસંઘ, દિલ્હી. ૫૦૧/- - પૂજ્ય પ્રવર્તિની સાધ્વીજી શ્રી દમયંતિશ્રીજી મહારાજની પ્રેરણાથી શ્રીસંઘ, જયપુર. ૩૦૦/- પૂજ્ય સાધ્વીજી શ્રીકુસુમશ્રીજી મહારાજની પ્રેરણાથી શ્રી શ્રાવિકાસંઘ, ડભોઈ. ૨૦૧/- પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ચંદનવિજયજી ગણિની પ્રેરણાથી શેઠશ્રી ફૂલચંદભાઈ શામજી, મુંબઈ. ૧૦૧/- પૂજ્ય સાધ્વીજી શ્રી વિદ્યાશ્રીજી મહારાજની પ્રેરણાથી શ્રીસંઘ, વરતેજ. ૧૦૧/- શેઠ શ્રી ભીખમચંદજી ફોજમલજી, વડોદરા. ૨00/- કપડવંજના પૂજ્ય સાધ્વીજી શ્રી ભદ્રાશ્રીજી મહારાજ આદિના ઉપદેશથી શ્રી માણેક શેઠાણીના શ્રાવિકા
ઉપાશ્રયના શ્રાવિકા સંઘ તરફથી. ૪૪૦૪ -
આ ગ્રંથના પ્રકાશનમાં આટલી રકમ ઉપરાંત જે કંઈ વધુ ખર્ચ થાય તે, વડોદરાના શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રયના શ્રીસંઘ તરફથી મળી રહેવાનું છે.
આ સહાય માટે પ્રેરણા-ઉપદેશ આપનાર સૌ મુનિવરો તથા સાધ્વીજી મહારાજોનો તેમ જ સહાય આપનાર શ્રીસંઘો તથા મહાનુભાવોનો અમે હાર્દિક આભાર માનીએ છીએ. આવી ઉદાર સહાય મળવાને કારણે જ આ પુસ્તકની કિંમત પડતર કિંમતથી પણ ઘણી ઓછી અમે રાખી શક્યા છીએ.
અનેક મુદ્રણકાર્યોના ભરાવા વચ્ચે અમદાવાદના સુપ્રસિદ્ધ પ્રેસ નવજીવન મુદ્રણાલયે આ ગ્રંથનું સુઘડ મુદ્રણકાર્ય કરી આપ્યું છે. ભાઈ રમેશચંદ્ર દ. માલવણિયાએ ગ્રંથનાં પ્રફો વાંચી આપવાની જવાબદારી સંભાળી છે. અને ગ્રંથ શુદ્ધ છપાય એ માટે પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાએ પુરતો સહકાર આપ્યો છે તેમ જ આ ગ્રંથ છપાવવા તેમજ તેને લગતી ઘણી વ્યવસ્થા કરવામાં શ્રી રતિભાઈ દીપચંદ દેસાઈ સારી રીતે સહાયભૂત થયા છે. આ બધાનો અમે આભાર માનીએ છીએ.
શ્રી જૈન આત્માનંદ રાભા, ભાવનગર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org