________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
१ स्थानाध्ययने स्थावरेषुजीवसिद्धिः ५१ सूत्रम् જોઈએ. વળી પૂર્વપક્ષી શંકા કરે છે કે—દિવ્ય ગુણસંપન્ન ગણધરાદિ અને ઋદ્ધિસંપન્ન ચક્રવર્ત્યાદિ મનુષ્ય વડે વ્યુત્પત્યર્થવાળું દેવપદ સાર્થક થશે, પણ તમને જે દેવનો અર્થ વિવક્ષિત છે તે દેવપદની સિદ્ધિ નહિં થાય. સમાધાન—જો કે કોઈક મનુષ્ય વિશેષમાં આ દેવપણું કહેવાય છે તે પણ ઔપચારિક છે અને સત્ય અર્થની સિદ્ધિ છતે ઉપચાર થાય છે. જેમ સ્વાભાવિક સિંહનો સદ્ભાવ (અસ્તિત્વ) છતે ‘માણવક’ને વિષે સિંહનો ઉપચાર કરાય છે તેમ અહિં જાણવું. ભાષ્યકાર કહે છે—
देव त्ति सत्थयमिदं, सुद्धत्तणओ घडाभिहाणं व । अह व मती मणुओ च्चिय, देवो गुणरिद्धिसंपन्नो ।।९५ ।। तं न जओ तच्चत्थे, सिद्धे उवयारओ मया सिद्धी । तच्चत्थसीहि सिद्धे, माणव सीहोवयारो व्व ॥ ९६ ॥ युग्मम् [વિશેષાવશ્ય૦ ૨૮૮૦-૨૮૮]
એથી દેવ એવા (સાર્થક) નામથી તેમજ સર્વ આગમ શાસ્ત્રોના પ્રમાણથી દેવો છે એમ સિદ્ધ થાય છે. દેવ એ નામ ‘ઘટ’ના નામની જેમ શુદ્ઘ પદયુક્ત હોવાથી સાર્થક છે. મનુષ્ય જ દેવના ગુણ અને ઋદ્ધિથી સંપન્ન હોવાથી દેવ હશે એમ કહેવામાં આવે એ અયોગ્ય છે. મુખ્ય અર્થની સિદ્ધિ થાય તો જ અન્યત્ર ઉપચા૨થી સિદ્ધિ કરી શકાય. જેમ યથાર્થ સિંહની સિદ્ધિ હોય તો જ માણવકમાં ઉપચારથી સિંહની સિદ્ધિ થાય. તેમ અહીં પણ સમજવું. (૯૫-૯૬) વળી— 1વેસુ ન સંવેદો, નુત્તો ખં ખોસા સપષવણું । વીસતિ તીયા વિ ય, ૩વષાયાળુાદી નાનો ના
आलयमेत्तं च मई, पुरं च तव्वासिणो तह वि सिद्धा । जे ते देवत्ति मया, न य निलया निच्चपडिसुण्णा ।। ९८ ।। कोजाइ व किमेयं-ति होज्ज णिस्संसयं विमाणाइं । रयणमयन भोगमणादिह जह विज्जाहरादीणं ।। ९९ ।। (त्रिभिविशेषकं ) [વિશેષાવશ્ય૦ ૮૭૦-૨૮૭૨ તિ]
દેવોને વિષે સંદેહ ક૨વો યોગ્ય નથી કારણ કે ચંદ્રાદિ જ્યોતિકો પ્રત્યક્ષ (નજરે) જોવાય છે અર્થાત્ સર્વને તે પ્રત્યક્ષ છે. વળી જગતને ઉપઘાત (ધનાદિનો નાશ) અને અનુગ્રહ (વૈભવાદિનું આપવું) તેમનાથી કરાયેલ છે. (માટે દેવો છે). (૯૭). શંકા—જે ચંદ્રાદિ દેવો તમે કહો છો તે તો આલય માત્ર–વિમાનો છે પણ દેવો નથી, માટે જ્યોતિષ્ક દેવો પ્રત્યક્ષ છે એમ કેમ કહેવાય? જેમ શૂન્યનગરના ઘરો કેવલ સ્થાન માત્ર છે, પણ તેમાં લોકો નથી હોતા, તેમ ચંદ્રાદિ વિમાનો પણ સ્થાન માત્ર છે પણ તેમાં વસનારા દેવો નથી. સમાધાન—જેમ નગ૨માં વસનારા દેવદત્તાદિ પ્રત્યક્ષ જણાય છે તેમ તે વિમાનમાં રહેનારા દેવો પણ હોવા જોઈએ, કેમકે જે નિવાસસ્થાન હોય તે નિત્યશૂન્ય હોતું નથી. (૯૮). કોણ જાણે કે આ ચંદ્ર સૂર્યાદિ શું હશે? એવી શંકા થતી હોય તો તે તેનો પણ આ ઉત્તર છે કે તે ચોક્કસ વિમાનો છે. જેમ વિદ્યાધર વગેરેના વિમાનો રત્નમય હોવા સાથે આકાશગામી છે તેમ અહિં પણ જાણવું. (૯૯).
તે દેવોના અસુરાદિ ભેદ આપ્તપુરુષના વચનથી જાણવા. શંકા—પૃથિવી, અપે, તેજસ્ (અગ્નિ), વાયુ અને વનસ્પતિકાયિક જે પ્રાણી છે તે જીવપણાએ અહિં કેમ માની શકાય? કારણ કે પૃથ્વીકાયિક વગેરેમાં ઉચ્છ્વાસાદિ ધર્મોની પ્રતીતિ થતી નથી. કે સમાધાન—આપ્તવચનથી અને અનુમાનપ્રમાણથી પ્રતીતિ થાય છે. તેમાં આ પ્રસ્તુતસૂત્ર આપ્તવચન છે. અનુમાન તો આ પ્રમાણે—વનસ્પતિઓ, પરવાલા, લવણ અને પત્થર વગેરે પોતપોતાના (ઉત્પત્તિ) સ્થાનમાં વર્તતા સમાનજાતીયરૂપ અંકુરોનો સદ્ભાવ હોવાથી ‘અર્શના વિકારરૂપ અંકુરની માફક જીવ સહિત છે. ભાષ્યકાર કહે છે—
'मंसंकुरो व्व सामाणजाइरूवंकुरोवलंभाओ । तरुगण-विद्दुम-लवणोपलादयो सासयावत्था ।।१००।।
[विशेषावश्यक० १७५६ इति ]
દ૨ેક વનસ્પતિ તથા પરવાળા-લવણ-પત્થર વગેરે પદાર્થો સ્વજન્ય સ્થાનમાં સચેતન છે. કેમકે માંસના અંકુરની જેમ તેમને સમાન જાતિરૂપ અંકુર પ્રાપ્ત થાય છે. (૧૦૦)
1. તેનેપુ ના સ્થાનકે વિશે. ભા.માં પુજ્યં પિ છે. 2. જેમ હરસ અથવા મસાના માંસ અંકુરને કાપવાથી પણ ફરીને વૃદ્ધિ પામે છે તેમ પરવાલા વગેરેને છેદવાથી ફરી ઉત્પન્ન થાય છે જેથી તે જીવ સહિત છે. 3. આ ગાથાના ભાવાર્થથી પૃથ્વીકાયિક જીવોની સિદ્ધિ કરી છે.
44