________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
२ स्थानकाध्ययने उद्देशः १ प्रत्यक्ष-परोक्षज्ञानम् ७१ सूत्रम् ભવસ્થનું જે કેવલજ્ઞાન તે સયોગીભવસ્થકેવલજ્ઞાન. નથી યોગો જેને તે અયોગી અથવા ન યોતિ યો-યોગવાળો નહિ તે અયોગી. શૈલેશીકરણમાં રહેલ, બાકી તેવી જ રીતે છે (૪), 'સયોજી'ત્યાર સયોગીપણામાં પ્રથમ સમય છે જેને તે પ્રથમસમયસયોગી, એવી જ રીતે અપ્રથમ-બીજા વગેરે સમય છે જેને તે અપ્રથમસમયસયોગી, શેષ પૂર્વની માફક જાણવું (૫), 'હવે'ત્યારિ–સયોગી અવસ્થાનો છેલ્લો સમય છે જેનો તે ચરમસમયસયોગી, શેષ પૂર્વની જેમ જાણવું (૬), 'a'મિતિ સયોગી સૂત્રની જેમ પ્રથમ, અપ્રથમ, ચરમ અને અચરમ વિશેષણ સહિત સયોગી સૂત્ર પણ કહેવું (૭-૮), 'સિદ્ધ'ત્યારિ– વર્તમાન સમયમાં જે અંતરરહિત થયેલ સિદ્ધતે એક અથવા અનેક હોય છે તથા પરંપરસિદ્ધ-બે વગેરે સમયો જે સિદ્ધ થયા છે તે પરંપરસિદ્ધ, તે એક અથવા અનેક હોય છે. તેઓનું જે કેવલજ્ઞાન, તે તે પ્રમાણે વ્યપદેશ કરાય છે (૯), (૧૦-૧૧૧૨)* હિનાને'ત્યાદ્રિ પવપદdqu'ત્તિ અવધિજ્ઞાનને ક્ષયોપશમનું નિમિત્તપણું છતે પણ ભવપ્રત્યયિકના ક્ષયોપશમને પણ ભવપ્રત્યયરૂપના પ્રધાનપણાને લઈને, ભવ એ જ છે નિમિત્ત જેને તેને ભવપ્રત્યય એવો વ્યપદેશ કરાય છે. એ જ કથનનો ભાષ્યકારે આક્ષેપ[દોષપૂર્વક પરિહાર (નિરાકરણ) કરેલ છે– ओही खओवसमिए, भावे भणितो भवो तहोदइए । तो किह भवपच्चइओ, वोत्तुं जुत्तोऽवही दोण्हं ॥१४॥
[विशेषावश्यक० ५७३ ति देव-नारकयोः] અવધિજ્ઞાન, ક્ષયોપશમભાવમાં કહેલ છે અને ભવ, ઉદયિક ભાવમાં કહેલ છે, તો દેવ અને નારક એ ભવપ્રત્યયિક કહેવું કઈ રીતે યોગ્ય કહેવાય? (૧૪)
આ આક્ષેપ(દોષ)નો અહિં પરિહાર કરે છે– सोऽवि हु खओवसमिओ, किन्तु स एव उ खओवसमलाभो । तंमि सइ होइऽवस्सं, भण्णइ भवपच्चओ तो सो।।१५।।
: [વિશેષાવસ્થ૦ ૧૭૪] તે દિવ-નારકનું] અવધિજ્ઞાન પણ ક્ષયોપશમથી જ થાય છે, પરંતુ તેવા ક્ષયોપશમનો લાભ, તે દેવ-નારકનો ભવે હોતે છતે અવશ્ય જ થાય છે તે કારણથી તે અવધિ ભવપ્રત્યયિક કહેવાય છે. (૧૫)
યતઃ-કર્મના ક્ષયોપશમ વગેરે શું ભવાદિ નિમિત્તવાળા છે? એ પ્રશ્નનો ઉત્તર કહે છે– उदयक्खयखओवसमोवसमा वि अजं कम्मुणो भणिया । दव्वं खेत्तं कालं, भवं च भावं च संपप्प ।।१६।।
विशेषावश्यक० ५७५] કર્મનો જે ઉદય, ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમ કહેલો છે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ અને ભાવ એ પાંચને પ્રાપ્ત કરીને થાય છે. (૧૬)
વળી અવધિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ થયે છતે જે થયેલું તે ક્ષયોપથમિક અવધિજ્ઞાન છે (૧૩-૧૪-૧૫), ‘માપન્નવે'ત્યાદ્રિ-વી-સામાન્યને ગ્રહણ કરનારી મતિ તે ઋજુમતિ–“આ વડે ઘડો ચિંતવાયો’ એ અધ્યવસાય (નિશ્ચય)નું નિબંધન–કારણ અર્થાત્ મનોદ્રવ્યનું જ્ઞાન, તથા વિપુતા-વિશેષને ગ્રહણ કરનારી જે મતિ તે વિપુલમતિ–“આના વડે જે ઘડો ચિંતવાયો' તે ઘડો સુવર્ણનો છે, પાટલીપુત્ર દેશનો છે, આજે થયેલ છે અને મોટો છે–એ વગેરે અધ્યવસાયના હેતુભૂત મનોદ્રવ્યના વિશેષ જ્ઞાનરૂપ છે. ભાષ્યકાર કહે છે–
रिजु सामण्णं तम्मत्तगाहिणी रिजुमती मणोनाणं । 'पायं विसेसविमुहं, घडमेत्तं चिंतितं मुणइ ।।१७।। विउलं वत्थुविसेसणमाणं तग्गाहिणी मती विउला । चिंतियमणुसरइ घडं, पसंगओ पज्जयसरहिं ॥१८॥
[विशेषावश्यक० ७८४-७८५] * મriતસિદ્ધવનનાનોત્યારિ ૧૦, ૧૧ અને ૧૨મા સૂત્રની વ્યાખ્યા કરેલ નથી, પરંતુ મૂલસૂત્રના અનુવાદમાં તેનો અર્થ લખેલ છે. 1. પ્રાયઃ ઋજુમતિ, વિશેષજ્ઞાનથી વિમુખ હોય છે. 2. પ્રસંગથી સેંકડો પર્યાય વડે ચિંતવાયેલા ઘડાને જાણે છે.
74.