Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 481
________________ ४ स्थानकाध्ययने उद्देशः ४ संज्ञाः कामाश्च ३५६-३५७ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ પ્રવ્રયા, તે બહુતર અતિચાર સહિત હોવાથી બહુતર કાળ વડે પ્રાપ્ત કરવા યોગ્ય સ્વભાવવાળી છે તે ધાન્યસંકર્ષિત સમાના જાણવી. અહિં ધાન્યના વિશેષણ પંજિત વગેરે શબ્દની પ્રાકૃતશૈલીથી પરનિપાત કરેલ છે. ૩પપી. * આ પ્રવ્રજ્યા સંજ્ઞાના વશથી વિચિત્ર પ્રકારે હોય છે તેથી સંજ્ઞાનું નિરૂપણ કરવા માટે સૂત્રપંચક કહે છે– चत्तारि सन्नाओ पन्नत्ताओ, तंजहा–आहारसन्ना, भयसन्ना, मेहुणसन्ना, परिग्गहसन्ना (१) । चउहि ठाणेहि आहारसन्ना समुप्पज्जति, तंजहा-ओमकोढताते १ छुहावेयणिज्जस्स कम्मस्स उदएणं २ मतीते ३ तदट्ठोवओगेणं ४ (२) । चउर्हि ठाणेहि भयसन्ना समुप्पज्जति, तंजहा–हीणसत्तत्ताते १ भयवेयणिज्जस्स कम्मस्स उदएणं २ मतीते ३ तदट्ठोवओगेणं ४ (३) । चउर्हि ठाणेहि मेहुणसन्ना समुप्पज्जति, तंजहा-चित्तमंससोणिययाए १ मोहणिज्जस्स कम्मस उदएणं २ मतीते ३ तदट्ठोवओगेणं ४ (४) । चउहि ठाणेहिं परिग्गहसन्ना समुप्पज्जति, तंजहा–अविमुत्तयाए, लोभवेयणिज्जस्स कम्मस्स उदएणं, मतीते; तदट्ठोवओगेणं (५) ॥ सू० ३५६।। चउव्विहा कामा पन्नत्ता, तंजहा-सिंगारा, कलुणा, बीभच्छा, रोद्दा । सिंगारा कामा देवाणं, कलुणा कामा मणुयाणं, बीभच्छा कामा तिरिक्खंजोणियाणं, रोद्दा कामा णेरइयाणं । सू० ३५७।। (મૂળ) ચાર પ્રકારે સંજ્ઞા-ચેતનાશક્તિ કહેલી છે, તે આ પ્રમાણે–૧. આહાર સંજ્ઞા-આહારની ઇચ્છા, ૨. ભયસંજ્ઞા-ડરવું, ૩. મૈથુનસંજ્ઞા-વિષયની ઈચ્છા અને ૪. પરિગ્રહસંજ્ઞા-ધન વગેરેના સંચયની ઈચ્છા. (૧) ચાર કારણ વડે જીવને આહાર સંજ્ઞા ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે–૧. ઉદર ખાલી થવાથી, ૨. સુધાવેદનીય કર્મના ઉદયથી, ૩. આહારની કથા સાંભળવા વગેરેથી ઉત્પન્ન થતી મતિ વડે અને ૪. નિરંતર ભોજનની ચિંતા કરવાથી. (૨) ચાર કારણ વડે જીવને ભયસંજ્ઞા ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે–૧. હીનસત્ત્વ (અવૈર્ય) પણાથી, ૨. 'ભયવેદનીય કર્મના ઉદયથી, ૩. ભયજનક કથા સાંભળવા વગેરેથી ઉત્પન્ન થતી મતિ વડે અને ૪ ભયની જ વિચારણા કરવા વડે. (૩) ચાર કારણથી મૈથુનસંજ્ઞા ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે–૧, માંસ અને રક્તની વૃદ્ધિ થવાથી, ૨. મોહનીય કર્મના ઉદયથી, ૩. કામની કથા સાંભળવા વગેરેથી ઉત્પન્ન થયેલ બુદ્ધિ વડે અને ૪. નિરંતર વિષયનું ચિંતન કરવાથી. (૪) ચાર કારણ વડે પરિગ્રહસંજ્ઞા ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે–૧. પરિગ્રહ સહિત હોવાથી, ૨. લોભવેદનીય (મોહનીય) કર્મના ઉદયથી, ૩. ધન વગેરેને જોવાદિકથી ઉત્પન્ન થયેલ મતિ વડે અને ૪. સતત ધન વગેરેનું ચિંતન કરવાથી. (૫) /૩૫૬/l ચાર પ્રકારના કામો કહેલા છે, તે આ પ્રમાણે—શૃંગાર, કરુણ, બિભત્સ અને રૌદ્ર. શૃંગારરસવાળા કામ દેવોને હોય છે. કરુણરસવાળા કામો મનુષ્યોને હોય છે, બીભત્સરસવાળા કામો તિર્યંચયોનિકોને હોય છે અને રૌદ્રરસવાળા કામો નરયિકોને હોય છે. ૩પ૭ll (ટી) પત્તાની' ત્યા૦િ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે–સંજ્ઞાન સંજ્ઞા-જાણવું તે સંજ્ઞા અર્થાત્ ચૈતન્ય, તે અસતાવેદનીય અને મોહનીય કર્મના ઉદયજન્ય વિકાર યુક્ત ચૈતન્ય, આહારસંશાદિપણાએ વ્યપદેશ કરાય છે. તેમાં આહાર સંજ્ઞા-આહારનો અભિલાષ, ભયસંજ્ઞા-ભયમોહનીય કર્મ વડે પ્રાપ્ત થવા યોગ્ય જીવનો પરિણામ, મૈથુનસંજ્ઞા-વેદના ઉદયથી થયેલ મૈથુનનો અભિલાષ અને પરિગ્રહસંજ્ઞા-ચારિત્રમોહના (લોભના) ઉદયથી થયેલ પરિગ્રહનો અભિલાષ (૧). અવમકોષ્ટતયા-ખાલી 1. ભયવેદનીય શબ્દથી ભયમોહનીય કર્મ સમજવું. વેદનીય શબ્દનો અર્થ અનુભવવા યોગ્ય હોવાથી બધા કર્મ વેદનીય છે. વિશેષ વ્યાખ્યા વડે સાતા અસાતા પ્રકૃતિલક્ષણ વેદનીય કર્મ છે. 2. આહારસંશા અસાતાવેદનીય કર્મના ઉદયજન્ય ચૈતન્ય છે અને ક્રમશઃ શેષ ત્રણ સંશા ભયમોહનીય, વેદમોહનીય અને લોભમોહનીય કર્મના - ઉદયજન્ય ચૈતન્ય લક્ષણ છે. સંજ્ઞા ઉદય અને ક્ષયોપશમભાવરૂપ છે. 469

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520