________________
४ स्थानकाध्ययने उद्देशः ४ उदकगर्भः मनुष्यगर्भश्च ३७६-३७७ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
સૌધર્મ અને ઈશાન એ બે દેવલોકમાં પાંચ વર્ણવાળા વિમાનો છે, ત્રીજા અને ચોથામાં કૃષ્ણવર્ણ સિવાયના ચાર, પાંચમા અને છઠ્ઠામાં નીલવર્ણ સિવાય ત્રણ, સાતમા અને આઠમામાં રાતા વર્ણ સિવાય પીત અને શ્વેત એ બે વર્ણ અને નવમાથી માંડીને છેક સર્વાર્થસિદ્ધ પર્વતના વિમાનોમાં એક શ્વેતવર્ણ છે. (૨૬૦)
તે ભવમાં ધારણ કરાય અથવા તે ભવ પ્રત્યે ધારણ કરાય તે ભવધારણીય અર્થાત્ જે જન્મથી મરણ પર્યત રહે. બીડેલ મુષ્ટિ તે રત્નિ, અને તે જ ખુલ્લી આંગળીવાળી પુષ્ટિ તે અરત્નિ, એવું વચન હોવા છતાં પણ “રત્નિ” શબ્દ વડે અહિં સામાન્યથી હાથ કહેવાય છે. શુક અને સહસાર કલ્પને વિષે ચાર હાથના પ્રમાણવાળા દેવો છે. બીજા દેવલોકને વિષે તો જુદી રીતે છે. કહ્યું છે કે
भवण १० वण ८ जोइस ५ सोहम्मीसाणे सत्त होंति रयणीओ। एक्केक्कहाणि सेसे, दुदुगे य दुगे चउक्के य ॥२६१॥ गेविज्जेसुंदोनी, एक्का रयणी अणुत्तरेसु । २६२ ।
વૃિહત્સં૨૪૩-૪૪ ઉત્ત). દશ ભવનપતિ, આઠ વાનવંતર, પાંચ જ્યોતિષ્ક અને સૌધર્મ તથા ઈશાનકલ્પને વિષે દેવોનું સાત હાથનું શરીર હોય છે. ત્રીજા ચોથામાં છ, પાંચમાં છઠ્ઠામાં પાંચ, સાતમા આઠમામાં ચાર, નવમાથી બારમા સુધીમાં ત્રણ, નવ ગ્રેવેયેકમાં છે અને પાંચ અનુત્તર વિમાનોમાં દેવોનું એક હાથનું શરીર હોય છે. (૨૬૧-૨૬૨) ભવધારણીય શરીરો આ પ્રમાણે છે.
ઉત્તરવૈક્રિય શરીરો તો ઉત્કૃષ્ટથી એક લક્ષ યોજન પણ સંભવે છે. જઘન
તરવૈક્રિય શરીરો તો ઉત્કૃષ્ટથી એક લક્ષ યોજન પણ સંભવે છે. જઘન્યથી તો ભવધારણીય શરીરો ઉત્પત્તિકાલમાં અંગુલના અસંખ્યય ભાગ પ્રમાણવાળા હોય છે અને ઉત્તરક્રિયો તો અંગુલના સંખ્યયભાગ પ્રમાણવાળા હોય છે. Iઉપાd,
અનંતર દેવ સંબંધી વક્તવ્યતા કહી અને દેવો અપકાયાણાએ પણ ઉત્પન્ન થાય છે માટે ઉદક સંબંધી ગર્ભનું પ્રતિપાદન કરવા માટે “વત્તારિ' રૂલ્ય૦િ બે સૂત્ર કહે છે– चत्तारि दग[उदक]गब्मा पन्नत्ता, तंजहा-उस्सा, महिया, सीता, उसिणा । चत्तारि उदगगब्मा पन्नत्ता, तंजहाहेमगा, अब्भसंथडा, सीतोसिणा, पंचरूविता,माहे उ हेमगा गब्मा, फग्गुणे अब्मसंथडा । सीतोसिणा उ चेत्ते, वतिसाहे पंचरूविता ॥१॥ ॥ सू० ३७६ ।। चत्तारि माणुस्सीगब्मा पन्नत्ता, तंजहा-इत्थित्ताते, पुरिसत्ताते, णपुंसगत्ताते, बिंबत्तातेअप्पं सुक्कं बहुं ओयं, इत्थी तत्थ पजातति । अप्पं ओयं बहु सुक्कं, पुरिसो तत्थ [प]जातति ॥१॥ दोण्हं पि रत्तसुक्काणं, तुल्लभावे णपुंसगो । इत्थीओयसमाओगे, बिंबं तत्थ पजायति ॥२॥॥सू० ३७७।। (મૂ૦) ઉદકના ચાર ગર્ભો-કાળાંતરે જલ વરસવાના હેતુઓ કહેલા છે, તે આ પ્રમાણે–અવશ્યા-ઝાકળ, મહિકા-ધૂમસ,
શીતા-અત્યંત ટાઢ અને ઉષ્ણા–ગરમી. ઉદકના ચાર ગર્ભો કહેલા છે, તે આ પ્રમાણે હિમ-બરફનું પડવું, અભ્રસંસ્થિતાવાદળાંઓ વડે આકાશનું આચ્છાદન થવું, શીતોષ્ણ-અત્યંત ઠંડી અને ગરમી તેમજ ગાજ, વીજ, જલ, વાયુ તથા વાદળાં–આ પાંચ લક્ષણના મિલનરૂપ પંચરૂપિકા. માહ માસમાં હિમવાળો ગર્ભો, ફાલ્ગન માસમાં અભસંસ્થિતા લક્ષણ ગર્ભો. ચૈત્ર માસમાં શીતોષ્ણા અને વૈશાખ માસમાં પંચરૂપી ગર્ભો હોય છે. ૩૭૬// ચાર પ્રકારે મનુષ્યણીના ગર્ભો કહેલા છે, તે આ પ્રમાણે–સ્ત્રીપણાએ, પુરુષપણાએ, નપુંસકપણાએ અને બિંબગર્ભાશયમાં ગર્ભની આકૃતિરૂપ રૂધિરનો બંધ-પિંડપણાએ. જ્યાં અલ્ય વીર્ય અને વિશેષ રુધિર હોય છે ત્યાં સ્ત્રીપણે ગર્ભ ઉત્પન્ન થાય છે, જ્યાં અલ્પ ઓજ-રુધિર અને બહુ વીર્ય હોય છે ત્યાં પુરુષપણે ગર્ભ ઉત્પન્ન થાય છે /૧ રુધિર અને વીર્ય, એ બન્નેનો સમાનભાવ જ્યાં હોય ત્યાં નપુંસકપણે ગર્ભ ઉત્પન્ન થાય છે અને વાયુના વશથી જ્યાં સ્ત્રીનું રક્ત સ્થિર થઈ જાય છે ત્યાં ગર્ભાશયમાં બિંબરૂપે ગર્ભ ઉત્પન્ન થાય છે ૩૭૭l
487