Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 520
________________ *આચાર્ય પદની મહત્તા ઉપાધ્યાય શ્રી, (યશોવિજયજીએ છત્રીસ પ્રકારે છત્રીસ ગુણોનું 'વર્ણન કરીને બતાવી છે અને વર્તમાનકાળના 'આચાર્યપદના લોભી આત્માઓને લાલ બતી ધરી છે. પણ એ વાંચે કોણ? વાંચી લે પણ * એને મનમાં ઉતારે કોણ? આચાર્યપદ મેળવવા માટે જ્યાં રાજકારણ ખેલાતું હોય, કાવા-દાવા થતાં હોય. મને પદ મળશે કે નહી એમ જ્યોતિષના આંકડા દ્વારા જોવાતું હોય. એવા આત્માઓ આચાર્ય બનીને પાપાનુબંધી પુણ્યના ઉદયે બહારથી ઉન્નતિ 'દેખાડી દેશે. પણ ભવ્યાત્માઓના હૃદયમાં ધર્મ ભાવના જાગૃત કરી નહી શકે. | આચાર્યની ગોચરી પાણી આદિ બાહ્ય સેવાથી પણ વિશેષ છે એમની જિનાજ્ઞાનુસારની આજ્ઞા પાલનની સેવા કરવી. ' આચાર્ય ભગવંતની દૃષ્ટિ જિનાગમના સૂત્રોના 'રહસ્યોને સમજવા માટે સૂકમમાં સૂમ હોવી જોઈએ. ત્યાં સ્થૂળ દૃષ્ટિ તો ચતુર્વિધ સંઘનું ' અહિત કરનાર બની શકે છે.' આચાર્ય ભગવંતો પોતાના અધિકારનો દુરુપયોગ કરે તો તેઓ તૃતીયપદથી દૂર થઈ જાય છે. કેવળ નામ આચાર્ય રહે છે. આચાર્ય ભગવંત તીર્થકર ભગવંતની જેમ ગોચરી વહોરવા ન જાય એ પણ એમનો એક . અતિશય છે. આચાર્ય ભગવંતની પાસે શિષ્યો હોય, જ્ઞાન હોય, પણ જો જિન શાસનનું અનુભવજ્ઞાન, સમ્યગ્દર્શનના ઘરનું જ્ઞાન ન હોય તો એમને 'જિનશાસનના શત્રુ ગણાવ્યા છે. એમના દ્વારા કદી જિનશાસનનું હિત ન થાય. ' આચાર્ય ભગવંતની કૃપાદૃષ્ટિ જે શિષ્યો પામી જાય છે તે શિષ્યોનો આત્મવિકાસ થયા વગર રહેતો જ નથી. 'શિષ્યના હૃદયમાં ગુરુનું સ્થાન એ બહુ મોટી વાત નથી. મોટી વાત તો છે ગુરુના હૃદયમાં શિષ્ય સ્થાન મેળવવું તે. 'શિષ્ય બનવું જેને સહેલું દેખાય છે તે હજુ | 'જિનશાસનના શિષ્યત્વને સમજ્યો જ નથી. 'જિનશાસનનું શિષ્યત્વ પામવું ઘણું કઠિન છે. "શિષ્ય બનનાર સર્વપ્રથમ પોતાને ભુલી જવું પડે છે. પોતાના અસ્તિત્વને વિસરી જવું એ કાંઈ નાનીસુની વાત નથી. પોતાની સ્વતંત્ર કાંઈ જ ઇચ્છા રહેતી નથી. એવું સમર્પણ શિષ્યત્વને શોભાવે છે. * શિષ્ય જ્યાં સુધી એમ માનતો હોય કે હું કાંઈ | અભણ નથી હું પણ સમજું છું. મારી પાસે પણ બુદ્ધિ છે. મારી પાસે પણ શક્તિ છે. હું 'પણ ભાગ્યશાળી છું. ત્યાં સુધી એ કોઈને વાસ્તવિકતાથી ગુરુ માની શકશે નહી અને ગુરુ સ્વીકાર્યા સિવાય ઉદ્ધાર થવાનો જ નથી. એ ચોક્કસ છે. શિષ્ય ગુરુની નિશ્રા સ્વીકારવા પહેલાં આગમોક્ત રીતે એમની પરીક્ષા કરી શકે છે. અરે આગમ તો કહે છે કે ગુરુની પરીક્ષા કર્યા સિવાય ગુરુ કરાય નહીં. અને પરીક્ષામાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવાનુસાર જે સદ્ગુરુ સમજાય એમનો સ્વીકાર કરવો. ‘‘થાde' 884277 MULTY GRAPHICS 271 //17

Loading...

Page Navigation
1 ... 518 519 520