Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 502
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ वस्तुसमुद्घातपूर्विवादिकल्पसंस्थानाब्धिरसावर्ताः ३७८-३८५ सूत्रम् દારુના જેવા પાણીવાળો શીરોદ-દૂધના જેવા પાણીવાળો અને વૃતોદ–વૃતના જેવા પાણીવાળો છે. ૩૮૪ll ચાર આવર્ત-ભ્રમણ કહેલા છે, તે આ પ્રમાણે—સમુદ્રમાં ચક્રની જેમ પાણીનું ભમવું તે ખરાવર્ત, પર્વતના શિખર પર ચડવાના માર્ગરૂપ આવર્ત તે ઉતાવ7 દડાને ગુંથેલ દોરીની જેમ આવર્ત તે ગૂઢાવર્ત અને માંસાદિ માટે પક્ષીઓનું . જે ભ્રમણ તે આમિષાવર્ત. આ દૃષ્ટાંતે ચાર કષાયો કહેલા છે, તે આ પ્રમાણે–ખરાવર્ત સમાન ક્રોધ, ઉતાવ સમાન માન, ગૂઢાવર્ત સમાન માયા અને આમિષાવર્ત સમાન લોભ છે. ખરાવર્ત સમાન ક્રોધને પ્રાપ્ત થયેલ જીવક્રોધના ઉદયવાળો જીવ કાળ કરે છતે નરયિકોને વિષે ઉત્પન્ન થાય છે, ઉન્નતાવર્ત સમાન માનના ઉદયમાં, ગૂઢાવ સમાન માયાના ઉદયમાં અને આમિષાવર્ત સમાન લોભના ઉદયવાળો જીવ કાળ કરે છતે નરયિકોને વિષે ઉત્પન્ન થાય છે. ૩૮૫ (ટી0) 'રૂપાયે' ત્યાદ્રિ સૂત્ર સરળ છે. વિશેષ એ કે-ચૌદ પૂર્વોમાં પ્રથમ ઉત્પાદ નામનું પૂર્વ છે, તેની ચૂલા-આચારનો અગ્રભાગોની જેમ તદ્રુપ વસ્તુઓ અર્થાત્ બોધવિશેષો અધ્યયનની માફક ચૂલાવસ્તુઓ છે. ૩૭૮ ઉત્પાદ પૂર્વ કાવ્ય છે માટે કાવ્યસૂત્ર કહેલ છે, તે સુગમ છે. વિશેષ એ કે-કાવ્ય એટલે ગ્રંથ. ૧. ગદ્ય-છંદમાં નહિ બંધાયેલ-શસ્ત્રપરિજ્ઞા અધ્યયનની જેમ, ૨. પદ્ય-છંદમાં બંધાયેલ-વિમુક્તિ અધ્યયનની જેમ, ૩. કથામાં સારું (બોધદાયક).તે કથ્થ-જ્ઞાતાઅધ્યયનની જેમ અને ૪. ગેય–ગાવા યોગ્ય. અહિં ગદ્ય અને પદ્યમાં અંતર્ભાવ હોતે છતે પણ કથ્ય અને ગેયના, કથા અને ગાનધર્મના વિશિષ્ટપણાથી વિશેષ વિવક્ષા કરેલ છે. ૩૭૯ અનંતર ગેય કહ્યું તે ભાષાસ્વભાવ હોવાથી દંડ અને મંથનાદિના ક્રમ વડે લોકના એક દેશ-વિભાગને પૂરે છે અને સમુદ્ધાત પણ એ પ્રમાણે જ છે. આ સાધચ્ચેથી સમુદ્ધાતના બે સૂત્રો કહે છે, તે સુગમ છે. વિશેષ એ કે- સમ્' 'તું' "દનનમ્' અર્થાત્ એકી ભાવ વડે, પ્રાબલ્યતાથી (કર્મ પુદ્ગલોનો) ઘાત તે સમુદ્ધાત એટલે કે શરીરથી જીવના પ્રદેશોનું બહાર પ્રક્ષેપકાઢવું, વેદના વડે સમુદ્યાત, કષાય વડે સમુદ્ધાત, મરણ જ અંત તે મરણાંત, તેમાં થનારો તે મારણાંતિક સમુદ્યાત. એવી રીતે અહિં 'સમાસો કરવા. ૩૮ol વૈક્રિયસમુદ્ધાત લબ્ધિરૂપ કહેલ છે માટે લબ્ધિના પ્રસ્તાવથી વિશિષ્ટ શ્રુતલબ્ધિમાનોને કહેવા માટે ' ગો' ઇત્યાદિ બે સૂત્રો કહેલ છે, જે સુગમ છે. વિશેષ એ કે-સર્વજ્ઞ નહિં હોવાથી અજિન, અવિરોધી વચન હોવાથી અને પૂછેલા પ્રશ્નને યથાતથ્ય કહેનાર હોવાથી જિન સદશ, અકારાદિ બધાય અક્ષરોના સન્નિપાતો-કયાદિ સંયોગો, અભિધેય કહેવા યોગ્ય ભાવોના અનંતપણાથી અનંતા પણ અક્ષરના સંયોગો વિદ્યમાન છે જેઓને તે સર્વાષરસન્નિપાતીઓ, એઓનું જિન સભાનપણે હોવાનું કારણ કહે છે–'નિજો વિવ' ત્યા૦િ 'ડાસિય'—ક્યારે પણ ઉક્ત સંખ્યાથી અધિક ચૌદપૂર્વીઓ (એમના) થયા ન હતા. ૩૮૧-૩૮૨ા તે મુનિઓ પ્રાયઃ દેવલોકમાં ગયેલા છે માટે દેવલોક સંબંધી સૂત્રો છે તે સુગમ છે. વિશેષ એ કે—'સદ્ધવંઃસંતાસંતિપ' ૦િ પૂર્વાપરથી મધ્યમાં સીમા (હદ) ના સદ્ભાવથી. l૩૮all દેવલોકો ક્ષેત્ર છે માટે ક્ષેત્રના પ્રસ્તાવથી સમુદ્ર સૂત્ર કહેલ છે તે સુગમ છે. વિશેષ એ કે-એક-એક પ્રત્યે ભિન્ન છે રસ જેઓના તે પ્રત્યેક રસો-જુદા રસવાળા. લવણના રસનું ઉદક હોવાથી લવણ, પાઠાંતરમાં તે લવણ માફક ઉદક છે જેમાં તે લવણોદ, (આ શબ્દ નિપાતથી સિદ્ધ થયેલ છે.) આ પ્રથમ સમુદ્ર. વારુણી એટલે સુરા, તેની સમાન તે વારુણ, સુરા સમાન ઉદક છે જેમાં તે વારુણોદ-આ ચતુર્થ સમુદ્ર. દૂધ સમાન ઉદક છે જેમાં તે ક્ષીરોદ-પાંચમો સમુદ્ર અને વૃત જેવું ઉદક છે જેમાં તે વૃતોદ 1. વેદના વડે સમુઘાત તે વેદનાસમુદ્દઘાત, કષાય વડે સમુઘાત તે કષાયસમુદ્દઘાત, મરણના અંતમાં થનારો સમુદ્યાત તે મારણાંતિકસમુદ્યાત અને વૈક્રિય શરીર કરવા માટે સમુદ્દઘાત તે વૈક્રિયસમુદ્દઘાત. 2. નેમનાથ ભગવાનના એથી વધુ થયા ન હતા એમ સમજવું. શ્રી ઋષભાદિ તીર્થકરોના તો ઘણા હતા. 3. સૂ૦ ૩૮૨ ની વ્યાખ્યા સુગમ હોવાથી ટીકાકારે કરી નથી. 4. પ્રાયઃ કહેવાનું કારણ એ કે કેટલાક મોક્ષમાં પણ ગયેલા છે. . 490 -

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520