________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ उदकगर्भः मनुष्यगर्भश्च ३७६-३७७ सूत्रम् (ટી0) 'રામ' ત્તિ દક-ઉદકના ગર્ભોની જેમ ગર્ભો તે ઉદકગર્ભો અર્થાત્ કાળાંતરને વિષે જલ વર્ષવાના હેતુઓ. વર્ષાદને સૂચન કરનારા એવું તાત્પર્ય છે. અવશ્યાય-ઠારનું પાણી, મહિકા-ધુમસ, અત્યંત ઠંડી અને ગરમી. જે દિવસે એ ઉદકના ગર્ભો ઉત્પન્ન થાય છે ત્યારથી ઉત્કૃષ્ટતઃ નાશ ન થયા થકા છ મહિને ઉદકને વરસાવે છે. બીજાઓએ વળી એવી રીતે કહ્યું છે કે“૧. પવન, ૨. વાદળા, ૩. વૃષ્ટિ, ૪. વીજળી, પ. ગર્જારવ, ૬. શીત, ૭. ગરમી, ૮, કિરણ, ૯. પરિષેવ (કુંડાળું) અને ૧૦. જળમસ્ય-એ દશ પ્રકાર જળને ઉત્પન્ન કરવાના હેતુઓ કહેલા છે. તથા–શીત, પવનો, બિંદુ ગર્જારવ અને કુંડાળું-આ લક્ષણોને ગર્ભોને વિષે સારી રીતે જોનારા નિગ્રંથો શ્રેષ્ઠ કહે છે.” તથા સાતમે સાતમે માસે અથવા સાતમે સાતમે દિવસે ગર્ભો પરિપક્વ થાય છે, જેવા ગર્ભે તેવું ફળ સમજવું. હિમ-બરફ, તે જ હિમક, તેના ગર્ભો તે હૈમકા અર્થાત્ હિમના પડવારૂપ, 'મમ્મસંથા'–અભસંસ્થિતો-વાદળાઓ વડે આકાશના આચ્છાદનો, આત્યંતિક શીતોષ્ણ અને ગર્જવું, વિદ્યુત, જળ, વાયુ અને વાદળાંરૂપ પાંચ લક્ષણોનું એકત્રિત થવું તે પંચરૂપ, તે છે જેઓને તે પંચરૂપિકા-પાંચ રૂપવાળા ઉદકગર્ભે. અહિં મતાંતર આ પ્રમાણે છે-“માગશર અને પૌષ માસમાં સંધ્યારાગ અને પરિવેષ (કુંડાળું) સહિત વાદળાં, માગશર માસમાં અત્યંત ટાઢ નહિ અને પૌષ માસમાં અતિ ટાઢ અને હિમનું પડવું. (૧) માહ માસમાં પ્રબલ વાયુ, તુષાર-બરફના કણીઓ વડે કલુષ (ઝાંખી) કાંતિવાળા સૂર્ય અને ચંદ્ર, અને અતિશય શીત તથા વાદળાં સહિત સૂર્યનો અસ્ત તથા ઉદય શ્રેષ્ઠ છે. (૨) ફાલ્ગન માસમાં રૂક્ષ (લુ) અને આકરો પવન, સ્નિગ્ધ અને સજલ વાદળાઓ, અસંપૂર્ણ કુંડાળાઓ તથા કપિલ અને તામ્રવર્ણવાળો રવિ શુભ છે. (૩) ચૈત્ર માસમાં પવન, વાદળા વૃષ્ટિયુક્ત તથા કુંડાળાઓ સહિત ગર્ભો શુભ છે અને વૈશાખ માસમાં વાદળા, પવન, પાણી, વીજળી અને ગર્જના વડે ગર્ભો હિતને માટે થાય છે. (૪)” માસના ભેદ વડે સૂત્રકાર ગર્ભોને જ બતાવે છે મારે ત્યાદિ (મૂળમાંનો) શ્લોક0 l૩૭૬ll
ગર્ભના અધિકારથી નારી સંબંધી ગર્ભસૂત્ર કહેલ છે તે સ્પષ્ટ છે. માત્ર 'સ્થિત્તાપ' ત્તિ આપણાએ 'વિખ્યમ'–ગર્ભનું પ્રતિબિંબ અર્થાત્ ગર્ભની આકૃતિરૂપ આર્તવ-રુધિરનો પરિણામ; પરંતુ ગર્ભસ્વરૂપ નહિં જ. કહ્યું છે કે
अवस्थितं लोहितमङ्गनाया वातेन गर्भ ब्रुवतेऽनभिज्ञाः। गर्भाकृतित्वात् कटुकोष्णतीक्ष्णैः श्रुते ते पुनः केवल एव रक्ते ।।२६३।। गर्भ जडा भूतहतं वदन्ती [ ] त्यादि
વાયુ વડે અવસ્થિત (સ્થિર) થયેલ સ્ત્રીના રક્તને અજાણ લોકો ગર્ભ કહે છે કેમ કે ગર્ભાકૃતિ જણાય છે. વળી કટુક, તીક્ષણ અને ઉષ્ણ ખોરાક વડે કેવલ રક્તમાં જ પરિણામ થાય છે એમ પણ કૃતમાં કહેલ છે. (૨૬૩).
જડ પુરુષો ભૂત વડે હરણ કરાયેલ ગર્ભને કહે છે ઇત્યાદિ. ગર્ભનું વિચિત્રપણું કારણના ભેદથી છે તે બે શ્લોક વડે કહે છે 'મM” નિત્યાદ્રિ શુક્ર-પુરુષ સંબંધી વીર્ય, ઓજ-આર્તવ એટલે ગર્ભાશયમાં સ્ત્રી સંબંધી રક્ત. તથા સ્ત્રીના ઓજ વડે સમાયોગ-વાયુના વશથી તેનું સ્થિર થવું. ઉક્ત લક્ષણ સ્ત્રીના ઓજનો સમાયોગ થયે છતે ગર્ભાશયમાં બિંબ ઉત્પન્ન થાય છે. બીજાઓએ પણ આ વિષયમાં કહ્યું છે કે
अत एव च शुक्रस्य, बाहुल्याज्जायते पुमान् । रक्तस्य स्त्री तयोः साम्ये, क्लिबः शुक्रा-वे पुनः ।।२६४॥ वायुना बहुशो भिन्ने, यथास्वं बलपत्यता! वियोनिविकृताकारा, जायन्ते विकृतैर्मलैः ।।२६५।।
આ હેતથી જ શુક્રના બાહુલ્યથી પુરષ થાય છે, રક્તની બહુલતાથી સ્ત્રી થાય છે. વળી શુક્ર અને રક્તની સમાનતાથી નપુંસક થાય છે. (૨૬૪) વાયુ વડે શુક્ર અને શોણિત અત્યંત ભિન્ન થયે છતે યથાયોગ્ય બહુ સંતતિ થાય છે. વિકૃતિ પામેલ મળો વડે વિયોનિ-ગર્ભોત્પત્તિને અયોગ્ય અને વિકૃત આકારવાળા ગર્ભાશયો થાય છે. (૨૬૫) Il૩૭૭
ગર્ભ પ્રાણીઓનો જન્મવિશેષ છે, તે ઉત્પાદ કહેવાય છે, અને ઉત્પાદ, ઉત્પાદ નામના પૂર્વને વિષે વિસ્તારપૂર્વક કહેવાય 1. સાતમે માસે પરિપક્વ થનારા ગર્ભો ઉત્કૃષ્ટથી જાણવા, તે સારી વૃષ્ટિ કરે છે અને સાતમે દિવસે પરિપક્વ થનારા ગર્ભો અલ્પ વૃષ્ટિ કરે
488