Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 498
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ धर्मद्वारायुर्हेतुवाद्यादिविमानवर्णादि ३७२-३७५ सूत्रम् ધોળા, મહાશુક્ર તથા સહસાર નામના દેવલોકને વિષે દેવોના ભવધારણીય શરીરો ઉત્કૃષ્ટથી ચાર હાથની ઊંચાઈવાળા કહેલા છે. /૩૭૫L (ટીવ) વારિ ' ત્યરિટ ચારિત્રલક્ષણ ધર્મના ચાર ધારો-ઉપાયો કહેલા છે. ll૩૭૨I/ ક્ષમા વગેરે ધર્મના દ્વારો છે એમ કહ્યું હવે નારકત્વાદિના સાધનરૂપ આરંભાદિ કર્મના દ્વારો છે તે વિભાગથી 'વાર્દિ હાર્દિ' ઇત્યાદિ સૂત્રચતુષ્ટય વડે કહે છે. આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે–નિફયત્તાપ' રિ–નરયિકપણા માટે અથવા નરયિકપણાએ કર્મ-આયુષ્કાદિ ને ફાડયાર' ત્તિ આ પાઠાંતરને વિષે નરયિકાયુષ્કરૂપ કર્મલિક (ને બાંધે છે). મહાનું, ઇચ્છાના પરિણામ વડે ન કરાયેલ મર્યાદાપણાએ પૃથિવી વગેરેના ઉપમર્દન લક્ષણરૂપ મોટો આરંભ છે જેને તે મહારંભ- . ચક્રવર્તી પ્રમુખ, તેનો ભાવતે મહારંભતા, તે મહારંભપણાએ નારકીનું આયુષ્કાદિ કર્મ બાંધે છે. એવી રીતે મહાપરિગ્રહણપણાથી. વિશેષ એ કે-તે ચોતરફથી ગ્રહણ કરાય તે પરિગ્રહ-હિરણ્ય, સુવર્ણ, દ્વિપદ અને ચતુષ્પદાદિ. 'નિ'–માંસ, તે જ આહાર (ભોજન) વડે. (૧) "માફલ્તયા' 7િ૦ માયાવીપણાએ અને માયા એટલે મનની કુટિલતા, 'નિયડિયા” ત્તિ નિકૃતિ એટલે અન્યને ઠગવા માટે શરીરની ચેષ્ટાનું અન્યથા કરણરૂપ અથવા અભ્યપચારરૂપ, અને ખોટા ત્રાજવા (તોલા) તથા ખોટા માપ વડે જે વ્યવહાર તે કૂટતુલા-કૂટમાન કહેવાય છે, તેના વડે. (૨) પ્રકૃતિ-સ્વભાવ વડે ભદ્રકતા, બીજાને અનુતાપ ને કરનારી તે પ્રકૃતિભદ્રકતા વડે, સાનુક્રોશતા-દયાળુપણાથી, મત્સરિકતા-અન્યના ગુણોને નહિ સહન કરવારૂપ ઈષ્યના પ્રતિષેધરૂપ અમત્સરિકપણાએ (૩) સરાગસંયમ-કષાયયુક્ત ચારિત્ર વડે, કારણ કે 'વીતરાગસંયમીઓને આયુષ્યના બંધનો અભાવ હોય છે. સંયમ અને અસંયમરૂપ બે સ્વભાવવાળો હોવાથી દેશસંયમ, બાલકોની જેમ બાલ-મિશ્રાદષ્ટિઓ, તેઓનું તપકર્મ-તપરૂપ ક્રિયા તે બોલતપ કર્મ વડે, 'મામેન'–નિર્જરા પ્રત્યે અભિલાષા ન હોવાથી જે નિર્જરા કર્મને નિરણ, (ખરવાના) હેતુરૂપ ભૂખ વગેરેનું સહવું તે અકામ નિર્જરા, તેના વડે ૪. II૩૭૩ll હમણાં જ દેવની ઉત્પત્તિનાં કારણો કહ્યા અને દેવો તો વાઘ, નાટ્ય વગેરેમાં રતિવાળા હોય છે. માટે વાઘાદિના ભેદોને કહેવા માટે છ સૂત્ર પૈકી પ્રથમ 'વને' રિ૦ ततं वीणादिकं ज्ञेयं विततं पटहादिकम् । घनं तु कांस्यतालादि वंशादि शुषिरं मतम् ॥२५९।। વાઘ, વણાદિ તે તત જાણવું, પટહ-ઢોલ પ્રમુખ વિતત, કાંસ્યતાલાદિ ઘન અને વાંસલી પ્રમુખ શુષિર માનેલ છે. (૨૫૯). નાટ્ય, ગેય અને અભિનય વિષયક સૂત્રોનું વર્ણન સંપ્રદાયના અભાવથી કરેલ નથી. માલાને વિષે સુંદર તે માલ્ય, પુષ્પ-તેની રચના પણ માલ્ય, ગ્રંથ–સંદર્ભ, સૂત્રથી ગુંથવા વડે બનાવેલું તે ગ્રંથિમસાલાદિ, વેષ્ટન-વીંટવું, તેના વડે બનાવેલું તે વેષ્ટિમ-મુકુટ વગેરે. પૂર-પૂરવા વડે બનાવેલું તે પુરિમ, માટીમય અનેક છિદ્રવાળું અથવા વાંસની સળીઓ વગેરેનું પિંજરું અર્થાત્ જે પુષ્પો વડે પૂરાય છે તે પૂરિમ, સંઘાત-એકત્રિત કરવા વડે બનાવેલ તે સંઘાતિમ, જે પરસ્પરથી પુષ્પનાલ વગેરેના જોડાણ વડે ઉત્પન્ન કરાય છે તે. જેના વડે શોભા કરાય તે અલંકાર. કેશો એ જ અલંકાર તે કેશાલંકાર, એવી રીતે વસ્ત્રાલંકાર વગેરે જાણવું. ૩૭૪ો. દેવના અધિકારવાળા બે સૂત્રો સુગમ છે. વિશેષ એ કે સનસ્કુમાર અને મહેંદ્ર કલ્પને વિષે ચાર વર્ણવાળા વિમાનો છે. અન્ય કલ્પોને વિષે તે જુદી રીતે છે. કહ્યું છે કેसोहम्मे पंचवन्ना, एक्कगहाणी उ जा सहस्सारो । दो दो तुल्ला कप्पा, तेण परं पुंडरीयाओ ॥२६॥ દિલં ૨૨૨ ]િ1. આયુષ્યના બંધનો પ્રારંભ છઠ્ઠા ગુણઠાણા સુધી હોય છે, છઠે બાંધતો સાતમે ગુણઠાણે આયુષ્યના બંધને પૂર્ણ કરે પરંતુ સાતમે પ્રારંભ કરે નહિ. તદુપરાંત ગુણઠાણે સરાગી હોવા છતાં પણ વિશુદ્ધ પરિણામ હોવાથી આયુષ્યને બાંધે નહિ. 486.

Loading...

Page Navigation
1 ... 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520