Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 496
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ धर्मद्वारायुर्हेतुवाद्यादिविमानवर्णादि ३७२- ३७५ सूत्रम् જીવના અધિકારવાળા પંચેંદ્રિયતિર્યંચ અને મનુષ્ય સંબંધી બે સૂત્ર સુગમ છે. એમ બેઇદ્રિય સંબંધી બે સૂત્ર સુગમ છે. 1138011 વિશેષ એ કે–બે ંદ્રિય જીવો પ્રત્યે આરંભ નહિ કરનાર અર્થાત્ એમનો નાશ નહિ કરનાર પોતાની જિલ્લાનો વિકાર તે જિહ્વામય, તસ્માત્ સૌથ્યાત્—રસના અનુભવમય આનંદરૂપ સૌષ્યનો (સુખનો) નાશ નહિ કરનાર તથા પોતાને જિન્નેંદ્રિયની હાનિરૂપ દુઃખ વડે નહિ જોડનાર થાય છે. II૩૬૮॥ જીવના અધિકારથી જ સમ્યગ્દષ્ટિ જીવોના ક્રિયાસૂત્રો છે તે સુગમ છે. વિશેષ એ કે–સમ્યગ્દષ્ટિ જીવોને મિથ્યાત્વક્રિયાનો અભાવ હોવાથી ચાર ક્રિયાઓ છે. 'વં વિપત્તિવિવવપ્ન' ત્તિ એકેંદ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિંદ્રિય જીવોને પાંચે ક્રિયાઓ છે; કારણ કે તેઓને મિથ્યાષ્ટિપણું હોય છે. દ્વીન્દ્રિય વગેરેને સાસાદન (પતનશીલ) સમ્યક્ત્વના । અલ્પત્વને લઈને તેની વિવક્ષા નથી કરી. એવી રીતે અહિં વિકલેંદ્રિયના વર્જન વડે સોળ ક્રિયાસૂત્રો થાય છે. II૩૬૯।। અનંતર ક્રિયાઓ કહી, ક્રિયાવાળો ક્રિયાના અજીર્ણવાળો અન્યના સદ્ભૂત-છતા ગુણો પ્રત્યે નાશ કરે છે અને અવગુણોનો પ્રકાશ કરે છે માટે આ અર્થવાળા બે સૂત્ર છે તે સુગમ છે. વિશેષ એ કે–સતઃ–અન્યના વિદ્યમાન ગુણોને નાશ ક૨વાની માફક નાશ કરે છે–અપલાપ કરે છે, માનતો નથી ક્રોધ–રોષ વડે, તથા પ્રતિનિવેશ—“આ પૂજાય છે, હું તો પૂજાતો નથી'' એમ ૫૨ની પૂજાને સહન ન કરવા વડે (માત્સર્યથી) તેમજ બીજાએ કરેલ ઉપકારને જે જાણતો નથી તે અંકૃતજ્ઞ. તેના ભાવરૂપ અકૃતજ્ઞતા વડે અને મિથ્યાત્વાભિનિવેશબોધના વિપર્યાસ વડે. કહ્યું છે કે— रोसेण पडिनिवेसेण, तहय अकयण्णुमिच्छभावेणं । संतगुणे नासित्ता, मासइ अगुणे असंते वा ।। २५८ ।। રોષ વડે, પ્રતિનિવેશ વડે, અકૃતજ્ઞતા વડે અને મિથ્યા ભાવ વડે બીજામાં રહેલા ગુણોનો નાશ અને બીજામાં ન હોય તેવા ગુણોને બોલે છે. (૨૫૮) અસતઃ–નહિ વિદ્યમાન ગુણો પ્રત્યે. (ક્વચિત્ 'સંતે' ત્તિ પાઠ છે ત્યાં વિદ્યમાન ગુણો પ્રત્યે) રીપયેતા—બોલે. અભ્યાસ– સ્વભાવ અથવા વર્ણન કરવા યોગ્યની સમીપતારૂપ નિમિત્ત છે દીપન–બોલવામાં તે અભ્યાસપ્રત્યય, અભ્યાસ (ટેવ) થી વિષય સિવાય અને ફળ સિવાય પણ પ્રવૃત્તિ દેખાય છે. સમીપમાં રહેનારના ગુણોનું જ પ્રાયઃ ગ્રહણ થાય છે. પરછંદ–બીજાના અભિપ્રાયની અનુવૃત્તિ–તેની પાછળ વર્તવું છે જેમાં તે પરછંદાનુવૃત્તિક, તથા કાર્યના હેતુથી–પ્રયોજન નિમિત્તે ઇચ્છિત કાર્યને અનુકૂલ ક૨વા માટે, તથા ઉપકારને વિષે પ્રત્યુપકાર છે જેને તે કૃતપ્રતિકૃતિક અર્થાત્ ઉપકારનો પ્રત્યુપકાર કરનાર આ હેતુથી અથવા ઉપકારના પ્રત્યુપકાર માટે અથવા કોઈ એક વ્યક્તિએ એકનો ઉપકાર કર્યો અથવા ગુણો પ્રશંસ્યા, તે તેના અછતા ગુણોને પણ પ્રત્યુપકાર માટે પ્રશંસે છે. ‘ઇતિ’ શબ્દ સમીપ દેખાડવામાં અને ‘વા’ શબ્દ વિકલ્પમાં છે. II૩૭૦॥ આ ગુણોનો નાશ ક૨વો વગેરે શરીર વડે કરાય છે માટે શ૨ી૨ની ઉત્પત્તિ અને નિવૃત્તિ-પૂર્ણતા સૂત્રના બે દંડક છે તે સુગમ છે. વિશેષ એ કે–ક્રોધ વગેરે કર્મબંધના હેતુઓ છે અને કર્મ શરીરની ઉત્પત્તિનું કારણ છે માટે કારણમાં કાર્યના ઉપચારથી ક્રોધાદિ શરીરની ઉત્પત્તિના નિમિત્તપણાએ કથન કરાય છે. આ હેતુથી 'વહિં ટાળેન્દ્િ સરીરે' ત્યા॰િ કહ્યું, ક્રોધાદિજન્ય કર્મ વડે પૂર્ણ થતું હોવાથી ક્રોધાદિ વડે નિર્વર્તિત શરીર એમ કહ્યું. અહિં ઉત્પત્તિ-શરૂઆતમાત્ર અને નિવૃત્તિ તો નિષ્પત્તિ-પૂર્ણતારૂપ છે. I૩૭૧ ક્રોધ વગેરે શરીરની નિવૃત્તિના કારણો છે એમ કહ્યું, તેના નિગ્રહ-નાશ કરનારા ધર્મના કારણો છે તે સૂત્રકાર દર્શાવે છે— વત્તાન્તિ ધમ્મનારા પદ્મત્તા, તનન્હા હતી, મુત્તી, લગ્નને, મનેે । સૂ॰ રૂ૨।। चठर्हि ठाणेहिं जीवा णेरतियत्ताए कम्मं पकरेंति, तंजहा - महारंभताते, महापरिग्गहताते, पंचेंदियवहेणं, कुणिमाहारेणं १ । चठर्हि ठाणेहिं जीवा तिरिक्खजोणियत्ताए कम्मं पगरेंति, तंजहा - माइल्लताते, णियडिल्लताते, अलियवयणेणं,कूडतुलकूडमाणेणं २ । चउर्हि ठाणेहिं जीवा मणुस्सत्ताते कम्मं पगति, तंजहा - पंगति भद्दताते, 484

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520