Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 495
________________ ४ स्थानकाध्ययने उद्देशः ४ मित्रपश्चेन्द्रियनरगत्या गतिद्वीद्रिया संयमेतरसम्यग्दृष्टिक्रिया गुणनाशतनूत्पादाः २६६-२७१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ - તિયચયોનિકોમાંથી, મનુષ્યોમાંથી અથવા દેવોમાંથી ઉત્પન્ન થાય તે જ પંચેદ્રિયતિયચયોનિક, પંચદ્રિયતિયચયોનિકપણાને છોડતો થકો નૈરયિકપણાએ અથવા યાવતુ દેવપણાએ ઉત્પન્ન થાય. મનુષ્યો ચાર ગતિવાળા અને ચાર આગતિવાળા કહેલ છે. એ પ્રમાણે તિયચપંચદ્રિયની જેમ જ મનુષ્યો પણ જાણવા. (૩૬૭ી. બેઈદ્રિય જીવોના આરંભને નહિ કરનારને ચાર પ્રકારે સંયમ કરાય છે-થાય છે, તે આ પ્રમાણે–૧. જિલ્લાના રસાસ્વાદરૂપ સુખથી ભ્રષ્ટ કરનાર થતો નથી. ૨. જિલ્લાની હાનિરૂપ દુઃખને જોડનાર થતો નથી, ૩. સ્પર્શન ઈદ્રિય સંબંધી વિનાશ કરનાર થતો નથી અને ૪. સ્પર્શમયે દુ:ખનો સંયોગ કરનાર થતો નથી, બેઈદ્રિય જીવોના સમારંભ કરનારને ચાર પ્રકારનો અસંયમ કરાય છે–થાય છે, તે આ પ્રમાણે–૧, રસનાના રસાસ્વાદરૂપ સુખથી ભ્રષ્ટ કરના થાય છે, ૨. રસનાની હાનિરૂપ દુઃખને જોડનાર થાય છે, ૩. સ્પર્શન ઈદ્રિય સંબંધી સુખનો વિનાશ કરનાર થાય છે અને ૪. સ્પર્શમય દુઃખનો સંયોગ કરનાર થાય છે. ૩૬૮ સમ્યગુદૃષ્ટિ નૈરયિકોને ચાર ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે–આરંભિકી, પારિગ્રહિકી, માયાપ્રત્યયી અને અપ્રત્યાખ્યાનક્રિયા. સમ્યગ્દષ્ટિ અસુરકુમારોને એ જ પ્રમાણે ચાર ક્રિયાઓ કહેલી છે, એવી રીતે એકેદ્રિય અને વિકલૈંદ્રિયને છડીને યાવતુ સમ્યગ્દષ્ટિ વૈમાનિકોને ચાર ક્રિયાઓ કહેલી છે. અહિં પાંચ કિયાની અપેક્ષાએ ચાર ક્રિયા સમજવી. મિથ્યાદર્શનપ્રત્યયા ન હોય. ૩૬૯ો. ચાર કારણો વડે અન્યના છતા ગુણોનો નાશ કરે-અપલાપ કરે, તે આ પ્રમાણે–૧. ક્રોધથી, ૨. બીજાના ઉત્કર્ષની ઈષ્યને લઈને, ૩. અકૃતજ્ઞતાથી–બીજાના ઉપકારને ન જાણવાથી અને ૪. દુરાગ્રહથી. ચાર કારણો વડે અન્યના છતા ગુણોને દીપાવે-પ્રગટ કરે, તે આ પ્રમાણે–૧. પ્રશંસા કરવાના સ્વભાવ વડે, ૨. બીજાના અભિપ્રાય પ્રમાણે વર્તવાથી, ૩. ઈચ્છિત કાર્યને સિદ્ધ કરવા માટે અને ૪ કરેલ ઉપકારનો પ્રત્યુપકાર કરવા માટે. ૩૭ll રયિકોને ચાર કારણો વડે શરીરની ઉત્પત્તિ-પ્રારંભ થાય, તે આ પ્રમાણે ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી. એવી રીતે યાવત વૈમાનિકોને જાણવું. નરયિકોને ચાર કારણો વડે શરીરની નિષ્પત્તિ-પૂર્ણતા થાય, તે આ પ્રમાણે ક્રોધ વડે નિવર્તિત યાવતું લોભ વડે નિવર્તિત, એવી રીતે યાવત્ વૈમાનિકોને માટે પણ જાણવું. ૩૭૧// (ટી) વત્તાની' યા૦િ સૂત્રો સ્પષ્ટ છે. વિશેષ એ કે-મિત્ર-આ લોકમાં ઉપકારી હોવાથી, અને પરલોકમાં ઉપકારી હોવાથી તે મિત્ર, સદ્ગુરુની જેમ. બીજો મિત્ર સ્નેહવાળો હોવાથી પણ અમિત્ર-પરલોકના સાધનનો નાશકારક હોવાથી-પ્રેમાળ સ્ત્રી પેરેની જેમ, ત્રીજો તો અમિત્ર-પ્રતિકૂલ હોવાથી પણ નિર્વેદતા–વૈરાગ્યને ઉત્પન્ન કરવા વડે પરલોકના સાધનને વિષે ઉપકાર કરનાર થવાથી મિત્ર-અવિનીત સ્ત્રી વગેરેની જેમ. ચતુર્થ અમિત્ર-પ્રતિકૂળપણાથી પુનઃ સંક્લેશના હેતપણાએ દુર્ગતિનું નિમિત્ત થવાથી અમિત્ર છે. અથવા પ્રથમ મિત્ર અને પછી પણ મિત્ર એમ કાળની અપેક્ષાએ ચતુર્ભાગી જાણવી. (૧) મિત્રઅંતરંગ સ્નેહથી, પુનઃ બાહ્ય ઉપચાર કરવાથી મિત્રનો જ રૂપ (આકાર) છે જેનો તે મિત્રરૂપ-આ એક, બીજો તો બાહ્ય ઉપચારના અભાવથી અમિત્રરૂપ, ત્રીજો સ્નેહથી રહિત હોવાથી અમિત્ર અને ચતુર્થ પ્રતીત છે. (૨) મુક્ત-દ્રવ્યથી સંગનો ત્યાગ કરનાર, પુનઃ મુક્ત-આસક્તિના અભાવથી સુસાધુવત, બીજો આસક્તિવાળો હોવાથી અમુક્ત-કવતું, ત્રીજો દ્રવ્યથી અમુક્ત પણ ભાવથી મુક્ત-આસક્તિ રહિત-રાજ્યવસ્થામાં ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાનવાળા ભરત ચક્રવર્તીની માફક, ચોથો ગૃહસ્થ અથવા પૂર્વ અને અપર-પછી પણ અમુક્ત. કાલની અપેક્ષાએ આ સૂત્ર વિચારવું. (૩) આસક્તિ ન હોવાથી મુક્ત અને વૈરાગ્યને સૂચક આકાર વેષ વડે મુક્તરૂપતિની માફક, આ એક, બીજો સાધુના વેષથી વિપરીત હોવાથી અમુક્તરૂપ, ગૃહસ્થાવસ્થામાં બે વર્ષ) રહેલ શ્રી મહાવીર ભગવંતની જેમ, ત્રીજો આસક્તિ સહિત હોવાથી અમુક્ત-શઠ યતિની જેમ, ચોથો ગૃહસ્થ. (૪) l૩૬૬ll. 483

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520