Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 493
________________ स्थानकाध्ययने उद्देशः ४ मित्रपञ्चेन्द्रियनरगत्या गतिद्वद्रिया संयमेतरसम्यग्दृष्टिक्रिया गुणनाशतनूत्पादाः २६६-२७१ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ આપનારી પરિણામીકી બુદ્ધિ જાણવી. અભયકુમારાદિની જેમ આ બુદ્ધિ જાણવી. (૨૫૬) મનન કરવું તે મતિ. તેમાં સમસ્ત વિશેષની અપેક્ષા સિવાય નિર્દેશ નહિ કરાયેલ એવા રૂપ વગેરે સામાન્ય અર્થનું અવ'–પ્રથમથી ગ્રહણ (જાણવું) તે અવગ્રહ, તરૂપ મતિ તે અવગ્રહમતિ. એવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે-તે ગ્રહણ કરેલ અર્થનું વિશેષ આલોચન કરવું તે બહા, આલોચિત અર્થવિશેષનો નિશ્ચય તે અવાય અને નિશ્ચિત કરેલ અર્થવિશેષનું જે (હૃદયમાં) અવિશ્રુતિપણે ધારી રાખવું તે ધારણા. કહ્યું છે કેसामनत्थावगहणमोग्गहो मेयमग्गणमिहेहा । तस्सावगमोऽवाओ, अविच्चुई धारणा तस्स ॥२५॥ [विशेषावश्यक १८० त्ति] સામાન્યપણે અર્થનું ગ્રહણ તે અવગ્રહ, તે ભેદનો વિચાર કરવો તે ઈહા, તેના સંબંધમાં નિશ્ચય કરવો તે અપાય, અને તેની અવિસ્મૃતિ તે ધારણા. (૨૫૭) અજર-ઉદકનો કુંભ, તે અલંજર નામથી પણ પ્રસિદ્ધ છે, તેને વિષે રહેલ ઉદકના જેવી મતિ. કેમ કે વિશેષ અર્થનું ગ્રહણ, વિચારણા અને ધારણામાં સામર્થ્યના અભાવથી અલ્પ હોય છે તેમજ અસ્થિરપણું હોય છે. અપંજરોદક તે જલ થોડું છે અને શીધ્ર ખાલી થઈ જાય છે તે. બીજી વિદર-નદીના કિનારા વગેરેમાં જળને માટે કરેલ ખાડામાં (વીરડામાં) જે પાણી છે તેના જેવી મતિ. કેમ કે અલ્પ હોવા છતાં અન્ય અન્ય અર્થના વિચારમાં સમર્થ થાય છે અને જલદી ખાલી થઈ જતું નથી. તેમાં જેમ પાણી અલ્પ છે તેમ અન્ય અન્ય થોડું થોડું પાણી ઝરે છે–આવે છે તેથી જલદી ખાલી થતું નથી. ત્રીજી સરોવરના પાણી જેવી મતિ. તે સમસ્ત પદાર્થના વિષયપણા વડે અત્યંત વિપુલ, અક્ષય અને મધ્યપણું ન જણાય તેવી છે. સમુદ્રના ઉદકનું પણ એવું જ સ્વરૂપ હોય છે. ll૩૬૪ ઉપર વર્ણવેલ મતિવાળા જીવો જ હોય છે માટે જીવ સંબંધી પાંચ સૂત્રો કહેલ છે, તે સ્પષ્ટ છે. વિશેષ એ કે-મનયોગીમન સહિત, ત્રણ યોગના સદ્ભાવમાં પણ મનોયોગનું પ્રાધાન્ય હોવાથી, એમ વચનયોગી દ્વીન્દ્રિય વગેરે, કાયયોગી એકેંદ્રિયો અને અયોગી-ધન કરેલ યોગવાળા તથા સિદ્ધ છે. અવેદક જીવો સિદ્ધ વગેરે છે. ચક્ષુથી સામાન્ય અર્થનું ગ્રહણ કરવું તે અવગ્રહ અને ઈહારૂપ દર્શન તે ચક્ષુદર્શન ચક્ષુદર્શનવાળા ચતુરિંદ્રિય વગેરે છે. અચક્ષુ-સ્પર્શન વગેરે ઇંદ્રિયો, તે દર્શનવાળા એકેંદ્રિય વગેરે. સંયત-સર્વવિરતિ, અસંયત-અવિરતિઓ, સંયતાસંયત-દેશવિરતિઓ અને સંયતાદિ ત્રણેના નિષેધવાળા તે સિદ્ધો જાણવા. ૩૬પી. જીવના અધિકારથી જીવ વિશેષભૂત પુરુષના ભેદો ચાર સૂત્રો વડે કહે છે– चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा–मित्ते नाममेगे मित्ते, मित्ते नाममेगे अमित्ते, अमित्ते नाममेगे मित्ते, अमित्ते नाममेगे अमित्ते ४ (१)। चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा–मित्ते णाममेगे मित्तरूवे चउभंगो ४ (२)। चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा-मुत्ते णाममेगे मुत्ते, मुत्ते णाममेगे अमुत्ते ह्र [-४] (३)। चत्तारिपुरिसजाता पन्नत्ता, તૈના–મુત્તે પામી ગુરવે [૪] (૪) તૂ રૂદદા पचेंदियतिरिक्खजोणिया चउगइया चउआगइया पन्नत्ता, तंजहा-पंचेंदियतिरिक्खजोणिए पंचेंदियतिरिक्खजोणिएसु उववज्जमाणे णेरइएहितो वा, तिरिक्खजोणिएहितो वा, मणुस्सेहिंतो वा, देवेहितो वा उववज्जेज्जा, से चेवणं से पंचेंदियतिरिक्खजोणिए पंचेंदियतिरिक्खजोणियत्तं विप्पजहमाणे णेरइतत्ताते वा जावदेवत्ताते वा [उवा]गच्छेज्जा। मणुस्सा चउगइया चउआगइया, एवं चेव मणुस्सा वि ।। सू० ३६७।। 1. ચાર પ્રકારની બુદ્ધિ ઉપર દર્શાવેલા દષ્ટાંતો નંદીસૂત્રની ટીકાથી જાણી લેવા. 481

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520