Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 492
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ कर्मसंङ्घः बुद्धिः जीवाः ३६२-३६५ सूत्राणि એવી રીતે શ્રાવિકા પણ જાણવી. I૩૬૩II તથા ઉત્પત્તિ જ છે પ્રયોજન જેણીનું તે ૧. ઔત્પત્તિકી બુદ્ધિ. શંકા—આ બુદ્ધિનું તો ક્ષયોપશમ કારણ છે. સમાધાનતમારું કથન સત્ય છે, પરંતુ તે અંતરંગ કારણ હોવાથી સર્વ બુદ્ધિનું સાધારણ કારણ છે, તેથી તેની વિવક્ષા અહીં કરેલ નથી. વળી અન્ય શાસ્ત્ર અથવા કર્મ-શિલ્પાદિકાર્યની આ બુદ્ધિ અપેક્ષા કરતી નથી પરંતુ બુદ્ધિની ઉત્પત્તિ થયા અગાઉ પોતે નહિ જોયેલ, બીજા પાસેથી નહિ સાંભળેલ અને મન વડે પણ નહિ વિચારેલ અર્થને તે જ ક્ષણમાં જેમ છે તેમ જેના વડે ગ્રહણ કરાય છે તે ઉભય લોક અવિરુદ્ધ, એકાંતિક ફળવાળી આ ઔત્પત્તિકી બુદ્ધિ છે. કહ્યું છે કે— पुव्वमदिट्ठमसुयमचे[वे]इयतक्खणविसुद्ध गहियत्था | अव्वाहयफलजोगा, बुद्धी उप्पत्तिया नाम ।। २५३ ।। [आवश्यक नियुक्ति ९३९ त्ति] પૂર્વમાં નહીં જોયેલ અને ન સાંભળેલ અને મન વડે ન વિચારેલ ભાવોને તત્ક્ષણ જે રીતે છે તે રીતે કહેવા, તે ઉભયલોકમાં અવિરુદ્ધ અને અવ્યાબાધ ફળવાળી ઔત્પતિકી બુદ્ધિ છે. આ બુદ્ધિ નટપુત્ર રોહક વગેરેની જેમ જાણવી. (૨૫૩) ગુરુની શુશ્રુષા—સેવારૂપ વિનય જેમાં કારણ છે અથવા વિનય પ્રધાન છે જેમાં તે ૨. વૈનયિકી બુદ્ધિ. વળી કાર્યના ભારને પાર પહોંચાડવાના સામર્થ્યવાળી, ધર્મ, અર્થ અને કામશાસ્ત્રો સંબંધી સૂત્રાર્થના ૫રમાર્થને ગ્રહણ કરનારી અને ઉભય લોકમાં ફળવાળી આ વૈનયિકી બુદ્ધિ છે. કહ્યું છે કે— भरनित्थरणसमत्था, तिवग्गसुत्तत्थगहि अपेयाला । उभओ लोगफलवती विणयसमुत्था हवइ बुद्धि ।। २५४ ।। [आवश्यक नियुक्ति ९४३ त्ति ] જે કાર્ય કરવાનો નિર્ણય કર્યો હોય એ કાર્યને પાર પમાડવાના સામર્થ્યવાળી ત્રિવર્ગ સંબંધી સૂત્રાર્થના પરમાર્થને ગ્રહણ કરનારી આ લોક અને પરલોકમાં ફળ આપનારી વિનયથી ઉત્પન્ન થયેલી વૈનયિકી બુદ્ધિ છે. આ બુદ્ધિ નૈમિત્તિક સિદ્ઘપુત્રના શિષ્યાદિની જેમ જાણવી. (૨૫૪) આચાર્ય–શિક્ષક સિવાય શીખેલું તે કર્મ અને આચાર્ય પાસેથી શીખેલું તે શિલ્પ અથવા કોઈક વખત ક૨વામાં આવતું તે કર્મ અને નિરંતર વ્યાપાર કરાતું તે શિલ્પ જાણવું. કર્મ-કાર્યથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ તે કર્મજા. વિવક્ષિત કાર્યમાં મનને જોડવાથી તેના પરમાર્થને જાણનારી, કાર્યના અભ્યાસથી અને વિચારથી વિસ્તાર પામેલી તેમજ ‘સારું કર્યું” એમ વિદ્વાનોદ્વારા પ્રશંસા થાય તેવા ફળવાળી ત્રીજી કર્મજા બુદ્ધિ છે. કહ્યું છે કે— उवओगदिट्ठसारा कम्मपसंगपरिघोलणविसाला । साहुक्कारफलवती, कम्मसमुत्था हवइ बुद्धी ।। २५५ ।। [आवश्यक नियुक्ति ९४६ त्ति ] ઉપયોગ દ્વારા સારને જાણનારી, કાર્ય કરવાથી અને વિચારથી વિસ્તાર પામેલી સાધુકારના ફળવાળી કાર્ય કરવાથી ઉત્પન્ન થયેલી કર્મજા બુદ્ધિ છે. હૈરણ્યક–સોનાચાંદી પ્રમુખની પરીક્ષા કરનાર પરિક્ષક અને ખેડૂત વગેરેની જેમ આ બુદ્ધિ જાણવી. (૨૫૫) પરિણામ–ચિરકાલ પર્યંત પૂર્વાપર પદાર્થના અવલોકનથી ઉત્પન્ન થયેલ આત્મધર્મ, તે પ્રયોજન છે જેનું અથવા પરિણામ છે પ્રધાન જેમાં તે ૪. પારિણામિકી બુદ્ધિ. વળી અનુમાન, કારણમાત્ર અને દૃષ્ટાંતો વડે સાધ્યને સાધનારી, વયની વૃદ્ધિ વડે પુષ્ટ થનારી તેમજ અભ્યુદય અને મોક્ષના ફળવાળી આ બુદ્ધિ છે. કહ્યું છે કે— अणुमाणहेउदिट्टंतसाहिया वयविवागपरिणामा । हियनिस्सेसफलवती, बुद्धी परिणामिया नाम ॥ २५६ ॥ [आवश्यक निर्युक्ति ९४८ त्ति ]. અનુમાન, હેતુ, દૃષ્ટાંતથી સાધ્યને સાધનારી. અવસ્થાના વિપાકથી પરિણામને પામેલી અને હિતકારી કલ્યાણના ફળને 480

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520