Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 490
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ कर्मसंङ्घः बुद्धिः जीवाः ३६२-३६५ सूत्राणि संजता-असंजता-संजयासंजता, णोसंजयाणोअसंजता णोसंजतासंजता।।सू० ३६५।। (મૂ૦) ચાર પ્રકારે કર્મ કહેલ છે, તે આ પ્રમાણે–૧. એક કર્મ શુભ-પુણ્યપ્રકૃતિરૂપ અને શુભાનુબંધી-પુણ્યના અનુબંધવાળું છે અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્ય, ૨. કોઈક શુભ છે પણ અશુભના અનુબંધવાળું છે અર્થાત્ પાપાનુબંધી પુણ્ય, ૩. કોઈક અશુભ છે પણ શુભ પુણ્યના અનુબંધવાળું છે અર્થાત્ પુણ્યાનુબંધી પાપ અને ૪. કોઈક અશુભ છે અને અશુભના અનુબંધવાળું છે અર્થાત્ પાપાનુબંધી પાપ. (૧) ચાર પ્રકારે કર્મ કહેલ છે, તે આ પ્રમાણે-૧, કોઈક કર્મ શુભપણે બાંધેલ છે અને ઉદયમાં પણ શુભપણાએ આવે છે, ૨. કોઈક કર્મ શુભપણે બાંધેલ છે પણ સંક્રમકરણ વડે અશુભપ્રકૃતિમાં, મળી જઈને અશુભપણાએ ઉદયમાં આવે છે, ૩. કોઈક કર્મ અશુભપણે બાંધેલ છે પણ સંક્રમકરણ વડે શુભઘણાએ ઉદયમાં આવે છે અને ૪. કોઈક કર્મ અશુભપણે બાંધેલ છે અને અશુભપણે ઉદયમાં આવે છે. (૨) ચાર પ્રકારે કર્મ કહેલ છે, તે આ પ્રમાણે—પ્રકૃતિકર્મ, સ્થિતિકર્મ, અનુભાવકર્મ અને પ્રદેશ કર્મ. (૩) ૩૬૨// ચાર પ્રકારનો સંઘ (જ્ઞાનાદિ ગુણના પાત્રભૂત જીવસમૂહ) કહેલ છે, તે આ પ્રમાણે-શ્રમણો, શ્રમણીઓ, શ્રાવકો અને શ્રાવિકાઓ. ll૩૬૩/l. ચાર પ્રકારની બુદ્ધિ કહેલી છે, તે આ પ્રમાણે—તાત્કાલિક ઉત્પન્ન થતી બુદ્ધિ તે ઔત્પત્તિકી, વિનયથી ઉત્પન્ન થતી તે વનયિકી, કાર્ય કરવાના સતત અભ્યાસથી ઉત્પન્ન થતી બુદ્ધિ તે કાર્મિકી અને લાંબા કાળ પર્વત અનુભવ મેળવવાથી ઉત્પન્ન થતી જે બુદ્ધિ તે પારિણામિકી. ચાર પ્રકારની મતિ કહેલી છે, તે આ પ્રમાણે–અવગ્રહમતિ, ઈહામતિ, અપાયમતિ અને ધારણામતિ અથવા ચાર પ્રકારની મતિ કહેલી છે, તે આ પ્રમાણે—ઘડાના પાણી જેવી, વિદરવિરડાના પાણી જેવી. તળાવના પાણી જેવી અને સાગરના પાણી જેવી. ૩૬૪ ચાર પ્રકારના સંસારમાં રહેલા જીવો કહેલા છે, તે આ પ્રમાણે ૧, નિરયિકો, ૨. તિર્યંચયોનિકો, ૩. મનુષ્યો અને ૪. દેવો. ચાર પ્રકારે સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે–૧. મનયોગી, ૨. વચનયોગી, ૩. કાયયોગી, ૪ અયોગી. અથવા ચાર પ્રકારે સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે–૧. સ્ત્રીવેદવાળા, ૨. પુરુષવેશવાળા, ૩. નપુંસકવેદવાળા અને ૪. અવેદકો. અથવા ચાર પ્રકારે સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે–૧. ચક્ષુદર્શની, ૨, અચક્ષુદર્શની, ૩. અવધિદર્શની અને ૪. કેવલીદર્શની. અથવા ચાર પ્રકારે સર્વ જીવો કહેલા છે, તે આ પ્રમાણે ૧. સંયત, ૨. અસંયત, ૩. સંયતાસંયત-દેશવિરતિ અને ૪ નોસંયતનોઅસંયત (સિદ્ધ). ૩૬૫) : (ટી0) 'રષ્યિદે’ ત્યાં ત્રણ સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે-જે કરાય તે કર્મ-જ્ઞાનાવરણીય વગેરે. તે ૧. શુભપુણ્યપ્રકૃતિરૂપ, પુનઃ શુભ-અશુભના અનુબંધનવાળું હોવાથી, ભરતાદિની જેમ. ૨. શુભ પૂર્વવત્ પણ અશુભના અનુબંધવાળું હોવાથી અશુભ છે, બ્રહ્મદત્ત વગેરેની જેમ. ૩. અશુભ-પાપપ્રકૃતિરૂપ, પણ શુભના અનુબંધવાળું હોવાથી શુભ છે-દુઃખવિશિષ્ટ અકામ નિર્જરાવાળા ગાય વગેરેની જેમ. અશુભ પૂર્વવત્ વળી અશુભના અનુબંધવાળું હોવાથી અશુભ છે, ધીવર વગેરેની જેમ. (૧) ૧. શુભ-સાતા વગેરે, જેમ સાતાદિપણાએ બાંધ્યું તેમ જ ઉદયમાં જે આવે તે શુભવિપાક. ૨. શુભપણાએ જે બાંધેલું પરંતુ સંક્રમકરણવશાત્ અશુભપણાએ ઉદયમાં આવે તે બીજું, સંક્રમનામાકરણ (જીવના સામર્થ) ના વશથી કર્મને વિષે બીજા કર્મનો પ્રવેશ થાય છે. કહ્યું છે કે मूलप्रकृत्यभिन्नाः सङ्क्रमयति गुणत उत्तराः प्रकृतीः । नन्वात्माऽमूर्तत्वादध्यवसानप्रयोगेण।।२४७।। મૂલપ્રકૃતિ વડે અભિન્ન, ઉત્તરપ્રકૃતિઓને આત્મા, પ્રકૃતિના સ્વભાવથી સંક્રમાવે છે અર્થાત્ જે પ્રકૃતિમાં સંક્રમાવે તસ્વરૂપ સંક્રમતી પ્રકૃતિ થઈ જાય છે. પ્રશ્ન-આત્મા અમૂર્ત હોવાથી કેવી રીતે સંક્રમાવે? ઉત્તર-અધ્યવસાયપ્રયોગ વડે કેમ કે આત્માને કર્મજન્ય અધ્યવસાયો હોય છે તેને લઈને સંસારસ્થ આત્મા કથંચિત્ મૂર્ત પણ છે. (૨૪૭) 478.

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520