Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 491
________________ ४ स्थानकाध्ययने उद्देशः ४ कर्मसंङ्घः बुद्धिः जीवाः ३६२-३६५ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ - તથા મતાંતર આ પ્રમાણે જાણવોमोत्तूण आउयं खलु, दंसणमोहं चरित्तमोहं च । सेसाणं पयडीणं, उत्तरविहिसंकमो मणिओ ।।२४८॥ આયુષ્યકર્મની ચાર પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ થાય નહિં તથા દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયની પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ ન થાય. શેષ પ્રકૃતિઓનો સ્વજાતીય ઉત્તરપ્રકૃતિમાં સંક્રમ થાય પણ વિજાતીયમાં ન થાય. મૂલ પ્રકૃતિનો સર્વથા પરસ્પર સંક્રમ થતો નથી. (૨૪૮ ૩. અશુભપણાએ બાંધેલું અને શુભપરાએ ઉદયમાં આવે તે ત્રીજું અને ચોથું સુગમ છે. ત્રીજું કમસૂત્ર આ ચતુર્થ સ્થાનકના દ્વિતીય ઉદેશકમાં કહેલ બંધસૂત્રની જેમ જાણવું. ૩૬રી ચાર પ્રકારના કર્મના સ્વરૂપને સંઘ જ જાણે છે માટે સંઘસૂત્ર અને તે સંઘ સર્વજ્ઞપુરુષના વચન વડે સંસ્કારિત બુદ્ધિવાળો હોય છે માટે બુદ્ધિસૂત્ર, અને બુદ્ધિ તે મતિવિશેષ છે માટે બે મતિસૂત્રો કહેલ છે. આ બધાય સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-સંઘગુણરત્નના પાત્રભૂત જીવોનો સમુદાય. તે સંઘમાં 'શાન્તિા ', તપશ્ચર્યા કરે છે તે શ્રમણો. અથવા શોભન મન વડેનિયાણાના પરિણામલક્ષણ પાપ રહિત ચિત્ત સહિત વર્તે છે તે સમનસઃ તથા સમાન-સ્વજન અને પરજનને વિષે તુલ્ય છે મન જેઓનું તે સમનસા કહ્યું છે કેतो समणो जइ सुमणो, भावेण य जइ न होइ पावमणो । सयणे य जणे य समो, समो य माणावमाणेसुं ॥२४९।। . [दशवै० नि० १५६ अनुयो० द्वा० सू० ५९९ गाथा १३२ आवश्यक नि० ८६७ त्ति] જયારે શુભ મનવાળો હોય છે, અને આત્મપરિણામરૂપ ભાવ વડે પાપયુક્ત મનવાળો થતો નથી, તથા સ્વજન અને પરજનમાં કે માન અને અપમાનમાં સમાન ભાવવાળો રહે છે ત્યારે શ્રમણ કહેવાય છે (૨૪૯) અથવા સમ-સમાનપણાએ શત્રુ કે મિત્ર વગેરેને વિષે પ્રવર્તે છે તે સમજીએ કહ્યું છે કેनत्थि य सि कोइ वेसो, पिओ व सव्वेसु चेव जीवेसु । एएण होइ समणो, एसो अन्नोऽवि पज्जाओ ॥५०॥ [दशवै नि० १५५ अनुयोः द्वा० सू० ५९९ गाथा १३० आवश्यक निवृत्ति ८६८ त्ति] સમસ્ત જીવોને વિષે જેને કોઈ પણ દ્વેષ કરવા યોગ્ય નથી અથવા કોઈ પ્રિય નથી, આ સમભાવ વડે સના, એનો બીજો પણ પર્યાય છે. (૨૫૦) પ્રાકૃતપણાને લઈને સર્વત્ર “સમણ’ શબ્દ છે એમ ‘સમણીઓ' છે. 'શ્રવત્તિ'–જિનવચન જે સાંભળે છે તે શ્રાવક છે. - કહ્યું છે કેअवाप्तदृष्ट्यादिविशुद्धसम्पत्, परंसमाचारमनुप्रभातम् । शृणोति यः साधुजनादतन्द्रस्तं श्रावकंप्राहुरमी जिनेन्द्राः।।२५१।। પ્રાપ્ત કરેલ દષ્ટિ વગેરે વિશુદ્ધ સંપત્તિ (સમ્યગદષ્ટિ), સાધુજન પાસેથી દરરોજ પ્રભાતમાં જે આળસ રહિત ઉત્કૃષ્ટ સમાચાર (સિદ્ધાંત) ને સાંભળે છે તેને જિનેંદ્રો શ્રાવક કહે છે. (૨૫૧)' અથવા શ્રાન્તિ' પચાવે છે. તત્ત્વાર્થના શ્રદ્ધાનને નિષ્ઠા પ્રત્યે લઈ જાય છે (નિષ્ઠિત-સ્થિર થાય છે) તે 'શ્રા' તથા 'વપત્તિ'—ગુણવાળા સપ્ત ક્ષેત્રોને વિષે ધનરૂપ બીજને વાવે છે તે 'વા' તથા 'વિરત્તિ'–ક્લિષ્ટ કર્મરૂપ રજને ફેંકી દે છે તે 'I' તેથી કર્મધારય સમાસ કર્યો છતે 'શ્રાવા :' એવો પ્રયોગ સિદ્ધ થાય છે. કહ્યું છે કે श्रद्धालुतां श्राति पदार्थचिन्तनाद्धनानि पात्रेषु वपत्यनारतम् । किरत्यपुण्यानि सुसाधुसेवनादथापि तं श्रावकमाहुरअसा ।।२५२।। પદાર્થના ચિંતનથી શ્રદ્ધાળુતાને દઢ કરે છે, નિરંતર પાત્રોને વિષે ધન વાવે છે અને સારા સાધુના સેવનથી (સુસાધુના સંસર્ગથી) પાપોને શીધ્ર ફેંકે છે-દૂર કરે છે તેને જ્ઞાનીઓ શ્રાવક કહે છે. (૨૫૨) 1, મૂલમાં ‘સમણ’ શબ્દ છે તેના શ્રમણ, સમનસ: સમણઃ સમના ઇત્યાદિ અનેક રૂપો કરેલા છે. 479

Loading...

Page Navigation
1 ... 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520