Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 480
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ इहलोकप्रतिबद्धादिप्रव्रज्या भेदाः ३५५ सूत्रम् વડે—પક્ષી જેમ બીજે જાય છે તે ન્યાય વડે પરિવારાદિના વિયોગથી અને દેશાંતરમાં જવા વડે એકલાની જે દીક્ષા તે વિહગગતિપ્રવ્રજ્યા. ક્યાંક 'વિજ્ઞાપવ્વપ્ને' તિ પાઠ છે ત્યાં પક્ષીની જેમ એમ જાણવું. અથવા વિહત-દારિદ્ર વડે કે શત્રુઓ વડે પરાભવ પામેલની જે દીક્ષા તે વિહતપ્રવ્રજ્યા. (૩) 'તુયાવર્ત્ત' ત્તિ વ્યથા (પીડા) ઉત્પન્ન કરીને જે દીક્ષા દેવાય છે તે ૧. તોદયિત્વા પ્રવ્રજ્યા, સાગરચંદ્ર મુનિ વડે અપાયેલ મુનિચંદ્ર નૃપના 'પુત્રની જેમ. 'ઝયાવર્ત્ત' ત્તિ॰ એવો ક્યાંક પાઠ છે ત્યાં ઓજશારીરિક અથવા વિદ્યાર્દિકના બળને દેખાડીને જે દીક્ષા દેવાય છે તે ઓજયિત્વા એમ કહેવાય છે. 'યાવર્ત્ત' ત્તિ પ્લુફ્ ધાતુ ગતિ અર્થમાં છે, આ વચનથી ૨. પ્લાવયિત્વા–આર્યરક્ષિતની જેમ બીજે સ્થળે લઈ જઈને અથવા પૂત-દૂષણને દૂર કરવા વડે પવિત્ર કરીને જે દીક્ષા અપાય છે તે પૂતયિત્વા. 'વુયાવર્ત્ત' ત્તિ॰ જેમ ગૌતસ્વામીએ ખેડૂતને સારી રીતે સમજાવીને દીક્ષા આપી તેમ અથવા પૂર્વપક્ષરૂપ વચનને કરાવીને અને તેને જીતીને અથવા પ્રતિજ્ઞા કરાવીને જે દીક્ષા દેવાય છે તે ૩. બોધયિત્વા. ક્યાંક 'મોયાવર્ત્ત' ત્તિ॰ એવો પાઠ છે ત્યાં સાધુ વડે છોડાવીને જે દીક્ષા અપાય છે તે ૩. મોચયિત્વા, તેલને અર્થે દાસપણાને પામેલી ગિનીની જેમ. [દીક્ષિત થયેલ બંધુના ઉપચારને માટે કોઈકની દુકાનેથી એક કર્ષ પ્રમાણ તેલ લાવીને તેની બહેને આપ્યું. એમ દ૨૨ોજ એક કર્ષની વૃદ્ધિ વડે તેલ લાવીને તે સાધુને આપતી તેથી ઘડાદિ સંખ્યાવાળું તેલ થયું, કરજ વધ્યું પરંતુ દેવું અપાયું નહિ તેથી તેણી જીવન પર્યંત તેની દાસી થઈને રહી. ત્યાર બાદ કોઈ વખત ફરીને તે સાધુ ત્યાં આવ્યા ત્યારે બહેનની હકીકત જાણીને તેણે તે વ્યાપારીને સમજાવ્યો અને બહેનને છોડાવીને દીક્ષા આપી.] 'રિવુયાવર્ત્ત' ત્તિ॰ ધૃતાદિ વડે પરિપૂર્ણ ભોજન તે પરિપ્ચ્યુતભોજનના માટે જે દીક્ષા અપાય છે તે-આર્યસુહસ્તિ આચાર્ય વડે ચેંકને (સંપ્રતિ રાજાના જીવને) અપાયેલ દીક્ષાની જેમ ૪. પરિપ્લુતયિત્વા કહેવાય છે. (૪) નટની જેમ સંવેગ રહિત ધર્મ કથાના ક૨વા વડે મેળવેલ ભોજનાદિનું 'વડ્ય' ત્તિ॰ ખાવું છે જેને તે વિષે તે ૧. નટખાદિતા અથવા નટની જેમ 'લવ' ત્તિ॰ સંવેગશૂન્ય ધર્મકથાના કથનરૂપ સ્વભાવ છે જેને વિષે તે નટસ્વભાવા. એમ ભટ વગેરેમાં પણ જાણવું. વિશેષ એ કે–તથા પ્રકારના બળને બતાવીને મેળવેલ ભોજનાદિનું ખાવું છે જેને વિષે તે ૨. ભટખાદિતા અથવા ભાટ યા ચારણની વૃત્તિરૂપ સ્વભાવ છે જેમાં તે ભટસ્વભાવા. સિંહની જેમ શૌર્યના અતિશયથી અન્યની અવજ્ઞા વડે મેળવેલ અથવા ભક્ષણ વડે જેમ શરૂ કર્યું તેમ ખાવું છે જેને વિષે તે ૩. સિંહખાદિતા અથવા સિંહસ્વભાવા. શીયાળ તો દીનવૃત્તિ વડે મેળવેલ ભોજનનું અથવા ભક્ષણ વડે અન્ય સ્થાનમાં શરૂ કર્યું અને અન્ય સ્થાનમાં ખાવું છે જેમાં તે ૪. શૃગાલખાદિતા અથવા શૃગાલસ્વભાવા. (૫) કૃષિ-ધાન્યને માટે ક્ષેત્રનું ખેડવું, 'વાવિય' ત્તિ॰ એક વખત ધાન્ય વવાય એવી, ૨. 'પરિવાવિય' ત્તિ બે અથવા ત્રણ વાર ઉખેડીને અન્ય સ્થાનમાં રોપવાથી પરિવપનવતી–શાલિ (ડાંગર) ની ખેતીની જેમ, ૩. 'નિવિય' ત્તિ॰ એક વખત અન્ય જાતીય ઘાસ વગેરેને દૂર કરવા વડે શોધેલી તે નિદાતા, ૪. 'પરિનિયિ' ત્તિ॰ બે અથવા ત્રણ વખત તૃણાદિના શોધન વડે પરિનિદાતા કૃષી છે. (૬) પ્રવ્રજ્યા તો સામાયિક (ચારિત્ર) ના આરોપણ વડે ૧. વાવિયા, ૨. પરિવાવિયા એટલે નિરતિચાર ચારિત્રવાળાને મહાવ્રતના આરોપણ વડે અથવા સાતિચાર ચારિત્રવાળાને મૂળ પ્રાયશ્ચિત દેવાથી, ૩. નિંદિયા-એક વાર અતિચારના આલોચનથી અને ૪. પરિનિંદિયા–વારંવાર અતિચારના આલોચનથી જાણવી. (૭) 'ધન્નપુનિયસમાળ' ત્તિ ખળામાં તૂસ વગેરે કચરો કાઢીને નિર્મળ કરેલ ધાન્યના પુંજ સમાન સમસ્ત અતિચારરૂપ કચરાના અભાવ વડે મેળવેલ સ્વસ્વભાવપણાથી, આ એક પ્રવ્રજ્યા. બીજી તો ખળામાં જ 'યરેિન્નિત' વાયુ વડે કચરાને વિસ્તારેલઉડાવેલ પણ ઢગલો નહિં કરેલ એવા ધાન્ય સમાન પ્રવ્રજ્યા, જે થોડા પણ પ્રયત્ન વડે સ્વસ્વભાવને પ્રાપ્ત કરશે. ત્રીજી તો યીિf—બળદના ખુર વડે ખૂંદાવાયી છૂટા થયેલ ધાન્ય સમાન, જે પ્રવ્રજ્યા સહજ ઉત્પન્ન થયેલ અતિચારરૂપ કચરાયુક્ત હોવાથી સાપેક્ષિત-અન્ય સામગ્રી વડે કાળના વિલંબથી સ્વસ્વભાવને મેળવવા યોગ્ય થાય છે તે ધાન્યવિકીર્ણ સમાના કહેવાય છે. ચોથી તો ક્ષેત્રથી લાવેલ અને ખળામાં રાખેલ ધાન્યના જેવી જે 1. આ કથા મુનિપતિ ચરિત્રમાં છે. 468

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520