Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 486
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ४ तरककुम्भसमपुरुषाः ३५९-३६० सूत्रम् ઝરનાર (કાચો) અને ૪ પાણી નહિં ઝરનાર-પાક. (૧૧) આ દષ્ટાંતે ચાર પ્રકારના ચારિત્ર કહેલા છે, તે આ પ્રમાણે-૧. ખંડિત-મૂલપ્રાયશ્ચિત્ત (ફરીથી દીક્ષા) ને યોગ્ય, ૨. જર્જરિત-છેદાદિ પ્રાયશ્ચિત્તને યોગ્ય, ૩. સૂક્ષ્મઅતિચારયુક્ત, અને ૪. નિરતિચારચારિત્ર. (૧૨) ચાર પ્રકારના કુંભ કહેલા છે, તે આ પ્રમાણે–૧. કોઈક મધુનો કુંભ અને મધુનું ઢાંકણું છે, ૨. કોઈક મધુનો કુંભ અને વિષનું ઢાંકણું છે, ૩. કોઈક વિષનો કુંભ અને મધુનું ઢાંકણું છે અને ૪. કોઈક વિષનો કુંભ અને વિશ્વનું ઢાંકણું છે. (૧૩) આ દૃષ્ટાંતે ચાર પ્રકારના પુરુષો કહેલા છે, તે આ પ્રમાણે-૧. કોઈક પુરુષ નિષ્પાપ હૃદયવાળો છે અને મધુરભાષી છે, એ પ્રમાણે ચાર ભાંગા જાણવા. (૧૪). અહીં મૂળની ચાર ગાથાનો અર્થ આ પ્રમાણે વિચારવો-જે પુરુષ પાપરહિત, પ્રીતિકર હૃદયવાળો અને જીભ પણ મધુર બોલનારી નિત્ય વિદ્યમાન છે તે પુરુષ મધુનો કુંભ અને મધુના ઢાંકણા જેવો છે. //// જે પુરુષ પાપરહિત, પ્રીતિકર હૃદયવાળો છે પણ જીભ કટુક બોલનારી નિત્ય વિદ્યમાન છે તે પુરુષ મધુના કુંભ અને વિષના ઢાંકણા જેવો છે // જે પુરુષ પાપમય, અપ્રીતિકર હૃદયવાળો છે પણ જીભ મધુરભાષિણી નિત્ય વિદ્યમાન છે તે પુરષ વિષનો કુંભ અને મધના ઢાંકણા જેવો છે all જે પુરુષ પાપમય, અપ્રીતિકર હદયવાળો છે અને જીભ પણ કટુકભાષિણી નિત્ય વિદ્યમાન છે તે પુરુષ વિષનો કુંભ અને વિષના ઢાંકણા જેવો છે ૪ll ll૩૬oll ' , (ટીવ) વારિ તર” ત્યાતિ સ્પષ્ટ છે. વિશેષ એ કે તરે છે તે તરા, તે જ તરકો-તરનારાઓ છે. સમુદ્રની માફક દુસ્તર સર્વવિરતિ વગેરે કાર્યને (હું) તમ–કરું છું’ એવી રીતે સ્વીકારીને તેમાં સમર્થ કોઈએક સમુદ્રને તરે છે અર્થાત તે જ સમર્થન કરે છે–આ એક, બીજો તો તેને (સર્વવિરત્યાદિને) સ્વીકારીને અસમર્થપણાથી ગોષ્પદસમાન દેશવિરતિ વગેરે અલ્પતમને તરે છે–પાળે છે, ત્રીજો તો ગોષ્પદપ્રાય (દેશવિરતિ) ને સ્વીકારીને વીર્યના અતિરેકથી સમુદ્રપ્રાય (સર્વવિરતિ) ને પણ સાધે છે. ચતુર્થ ભંગ સુગમ છે. (૧) સમુદ્રપ્રાય કાર્યને નિર્વાહીને સમુદ્રપ્રાય અન્ય પ્રયોજનમાં ખેદ પામે છે પણ તેનો નિર્વાહ કરતો નથી, કારણ કે ક્ષયોપશમની વિચિત્રતા હોય છે. એવી રીતે શેષ ત્રણ ભાંગા પણ જાણવા. (૨) કુંભના દષ્ટાંત વડે પુરુષોને જ પ્રતિપાદન કરવાની ઇચ્છાવાળા સૂત્રકાર સૂત્રના વિસ્તારને કહે છે–આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે-પૂર્ણ—સમગ્ર અવયવ યુક્ત અથવા પ્રમાણોપેત, વળી પૂર્ણ-મધું વગેરેથી ભરેલ, આ પ્રથમ, બીજા ભાંગાને વિષે તુચ્છ-ખાલી, ત્રીજા ભાગમાં તુચ્છઅપૂર્ણ અવયવવાળો અથવા લઘુ અને ચતુર્થ ભંગ સુગમ છે. અથવા પૂર્ણ ભરેલ, પહેલાં અને પછી પણ પૂર્ણ, એવી રીતે ચાર ભાંગા જાણવા. (૧) પુરુષ તો જાતિ વગેરે ગુણોથી પૂર્ણ, વળી જ્ઞાનાદિ ગુણોથી પૂર્ણ અથવા ધનથી કે જ્ઞાનાદિ ગુણોથી પ્રથમ પૂર્ણ, એવી રીતે બીજા ત્રણ ભાંગા પણ જાણવા. (૨) અવયવો વડે અથવા દહીં વગેરેથી પૂર્ણ અને જોનારાઓને પૂર્ણ જ જણાય છે-ભાસે છે તે પૂર્ણાવભાસી–આ એક, બીજો તો પૂર્ણ છે પણ કોઈક હેતુથી વિવક્ષિત પ્રયોજનના અસાધકપણાદિને લઈને તુચ્છ જણાય છે. એમ બીજા બે ભાંગા જાણવા. (૩) પુરુષ તો ધન, કૃતાદિ વડે પૂર્ણ અને તેનો વિનિયોગ કરવાથી-વાપરવાથી પૂર્ણ જ જણાય છે-આ એક, બીજો તો ધનાદિનો ઉપયોગ ન કરવાથી તુચ્છ જ જણાય છે, ત્રીજો તો ધનાદિ વડે ત૭-હીન છે પરન્ત કોઈ પણ રીતે પ્રસંગને ઉચિત પ્રવૃત્તિ કરવાથી પૂર્ણની માફક જણાય છે અને ચોથો તો તુચ્છ-ધન, શ્રુતાદિથી રહિત, આને લઈને જ તેનો વપરાશ ન કરવાથી તુચ્છ જણાય છે. (૪) તથા પાણી વગેરેથી પૂર્ણ, વળી પૂર્ણ અથવા પુણ્ય પવિત્ર રૂપ છે જેનું તે પૂર્ણરૂપ અથવા પવિત્રરૂપ-આ પ્રથમ, દ્વિતીય ભંગમાં તુચ્છ-હીન છે આકાર જેનો તે તુચ્છરૂપ. એમ શેષ બે ભાંગા પણ જાણવા. (૫) પુરુષ તો જ્ઞાનાદિ વડે પૂર્ણ અને પૂર્ણરૂપ અથવા વિશિષ્ટ રજોહરણાદિ દ્રવ્યલિંગના સદ્ભાવથી પુણ્યરૂપ સુસાધુ-આ એક, દ્વિતીય ભંગમાં કારણવશાત્ તજેલ વેષવાળો સુસાધુ, તૃતીય ભંગમાં તુચ્છ-જ્ઞાનાદિથી રહિત નિદ્વવાદિક અને ચતુર્થ ભંગમાં જ્ઞાનાદિથી હીન અને દ્રવ્યલિંગથી હીન ગૃહસ્થાદિ. (૬) તથા પૂર્ણ પૂર્વવત્ (‘અપિ” શબ્દ તો તુચ્છની અપેક્ષાએ સમુચ્ચય અર્થમાં છે.) કોઈક ઘટ પ્રીતિને માટે થાય તે પ્રિયાર્થ, કારણ કે કનકાદિમય હોવાથી સારભૂત છે, તથા અમદલ-કારણભૂત મૃત્તિકાદિ દ્રવ્ય અસુંદર છે જેનું તે અપદલ અથવા અવદલતિ-વિદારાય છે ચીરાય છે તે અવૉલ, કંઈક 474

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520