Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 487
________________ ४ स्थानकाध्ययने उद्देशः ४ उपसर्गाः ३६१ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ઓછો પાકેલ હોવાથી અસા૨ છે. તુચ્છ ઘટ પણ એવી રીતે જાણવો. (૭) પુરુષ ધન, શ્રુતાદિ વડે પૂર્ણ અને પ્રિયાર્થ-કોઈક પ્રિય વચન તથા દાનાદિ વડે પ્રિયકારી સારભૂત છે, બીજો તો તેવો નથી માટે અપદલ છે-પરોપકાર કરવામાં અયોગ્ય છે. તુચ્છ પણ એવી રીતે સમજવો. (૮) ઘટ પૂર્ણ છે તો પણ જલાદિને ઝરે છે, અહિં જલાદિ વડે તુચ્છ–ઓછો છે તે ઝરે છે. ‘અપિ’ શબ્દ સર્વત્ર પ્રતિયોગીની અપેક્ષા સમુચ્ચય અર્થમાં છે. (૯) કોઈ એક પુરષ તો ધન કે શ્રુતાદિ વડે પૂર્ણ છે અને તેને આપે છે—આ એક, બીજો તો પૂર્ણ છે પણ ધનાદિ આપતો નથી, ત્રીજો તુચ્છ અલ્પ ધનાદિ વાળો છે તો પણ ધન, શ્રુતાદિને આપે છે, ચોથો ધનાદિથી રહિત છે અને આપતો પણ નથી. (૧૦) તથા ભિન્ન–ફૂટેલો, જર્જરિત–રેખાયુક્ત અર્થાત્ ફાટવાળો, પરિશ્રાવી– દુષ્પ હોવાથી ઝરનારો અને અપરિશ્રાવી–કઠિન હોવાથી ઝરનારો નથી. (૧૧) ચારિત્ર તો મૂલ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ વડે ભિન્ન—ભાંગેલું, છેદાદિ પ્રાયશ્ચિત્તની પ્રાપ્તિ વડે જર્જરિત-નબળું, સૂક્ષ્મ અતિચા૨૫ણા વડે પરિશ્રાવી—અલ્પ દોષવાળું ચારિત્ર અને નિરતિચારપણાએ અપરિશ્રાવી ચારિત્ર છે. અહિં પુરુષના અધિકારમાં પણ જે ચારિત્રલક્ષણ પુરુષધર્મનું કથન કરેલ છે તે ધર્મ અને ધર્મીનું કથંચિત્ અભેદપણું હોવાથી નિર્દોષ જાણવું. (૧૨) તથા મધુનો કુંભ તે મધુકુંભ અર્થાત્ મધુથી ભરેલ અથવા મધું છે પિધાન–ઢાંકણું જેનું તે મધુપિધાન, એમ બીજા ત્રણ ભાંગા પણ જાણવા. (૧૩) પુરુષસૂત્ર સ્વયમેવ સૂત્રકાર ભગવાને 'હિય' મિત્યાદ્રિ ગાથાચતુષ્ટ વડે ભાવેલ છે. તેમાં હૃદય-મન, અપાય–હિંસા રહિત, અકલુષ–અપ્રીતિ રહિત અને મધુરભાષિણી જિલ્લા પણ જે પુરુષને વિષે વિદ્યમાન છે તે પુરુષ મધુકુંભની જેમ મધુકુંભ છે અને મધુપિધાનની જેમ મધુપિધાન છે, એમ પ્રથમ ભંગની યોજના કરવી. ત્રીજી ગાથામાં જે હૃદય કલુષમય–અપ્રીતિવાળું, ઉપલક્ષણથી પાપવાળું અને જે મધુરભાષિણી જિહ્વા તે જે પુરુષને વિષે નિત્ય વિદ્યમાન છે તે પુરુષ વિષકુંભ અને મધુપિધાન છે; કારણ કે તેનું સમાનપણું છે. (૧૪) બીજા ભાંગા મૂળને અનુસારે જાણવા. I૩૬૦॥ · અહિં કહેલ ચતુર્થ પુરુષ ઉપસર્ગનો કરનાર થાય, માટે ઉપસર્ગની પ્રરૂપણા કરવા માટે 'શ્વરબ્રિજ્ઞા ૩વસો’ત્યાદ્રિ સૂત્રપંચક કહે છે चव्विहा उवसग्गा पन्नत्ता, तंजहा - दिव्वा, माणुस्सा, तिरिक्खजोणिया, आतसंचेयणिज्जा १ । दिव्वा उवसग्गा चउव्विहा पन्नत्ता, तंजहा -हासा, पओसा, वीमंसा पुढोवेमाता २ । माणुस्सा उवसग्गा चउव्विहा पन्नत्ता, तंजहा–हासा,पओसा वीमंसा, कुसीलपडिसेवणया ३ । तिरिक्खजोणिया उवसग्गा चउव्विहा पन्नत्ता, तंजहा - भता, पदोसा, आहारहेउं, अवच्चलेणसारक्खणया ४ । आतसंचेयणिज्जा उवसग्गा चउव्विहा પન્નત્તા, તનહા—ષટ્ટપાતા, પવડાતા, થંભળતા, ખેલાતા ૧ સૂ॰ રૂ૬।। (મૂળ) ચાર પ્રકારના ઉપસર્ગો કહેલા છે, તે આ પ્રમાણે—દિવ્યા—દેવ સંબંધી, મનુષ્ય સંબંધી, તિર્યંચયોનિક સંબંધી અને પોતાથી જ કરાયેલા. (૧) દિવ્ય ઉપસર્ગો ચાર પ્રકારના કહેલા છે, તે આ પ્રમાણે—હાસ્યથી, પ્રદ્વેષથી, વિમર્શ– પરીક્ષાથી અને જુદી જુદી રીતે હાસ્યાદિથી. (૨) મનુષ્ય સંબંધી ઉપસર્ગો ચાર પ્રકારના કહેલા છે, તે આ પ્રમાણે -હાસ્યથી, પ્રદ્વેષથી, પરીક્ષાથી અને કુશીલ સેવવાની ઇચ્છાથી. (૩) તિર્યંચયોનિક સંબંધી ઉપસર્ગો ચાર પ્રકારના કહેલા છે, તે આ પ્રમાણે—ભયથી, પ્રદ્વેષથી, આહારના હેતુથી તથા બાળક અને સ્થાનની રક્ષા માટે. (૪) આત્મસંચેતનીય ઉપસર્ગો ચાર પ્રકારના કહેલા છે, તે આ પ્રમાણે—૧. સંઘટ્ટણથી—આંખમાં ૨જ પડતાં તેને હાથે ચોળવાથી પીડા થાય છે, ૨. પડી જવાથી, ૩. ઘણી વાર બેસવા વગેરે વડે અંગ ઝલાઈ જવાથી અને ૪. ઘણો કાળ પગ સંકોચીને બેસવાથી વાયુ વડે તેમજ પગ લાગી–મળી જવાથી. (૫) I૩૬૧ (ટી૦) આ સૂત્ર સરળ છે. વિશેષ એ કે–સમીપે પ્રાપ્ત થવારૂપ અથવા ધર્મથી જેઓ વડે ભ્રષ્ટ કરાય છે તે ઉપસર્ગો દુઃખવિશેષો, તે કર્તાના ભેદથી ચાર પ્રકારના છે. કહ્યું છે કે— 475

Loading...

Page Navigation
1 ... 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520