________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
३ स्थानकाध्ययने उद्देशः २ परमतखंडनम् १६७ सूत्रम् अन्नउत्थिता णं भंते! एवं आतिक्खंति एवं भासंति एवं पन्नवेंति एवं परूवेंति - कहन्नं समणाणं निग्गंथाणं किरिया कज्जति ?, तत्थ जा सा कडा कज्जइ नो तं पुच्छंति, तत्थ जा सा कडा नो कज्जति, नो तं पुच्छंति, तत्थ जा सा अकडा नो कज्जति नो तं पुच्छंति, तत्थ जा सा अकडा कज्जति तं पुच्छंति, से एवं वत्तव्वं सिया- अकिच्चं दुक्खं असं दुक्खं अकज्जमाणकडं दुक्खं अकट्टु अकट्टु पाणा भूया जीवा सत्ता वेयणं वेदेति त्ति वत्तव्वं । जे ते एवमाहंसु मिच्छा ते एवमाहंसु, अहं पुण एवमाइक्खामि एवं भासामि एवं पन्नवेमि एवं परूवेमि- किच्चं दुक्खं फुस्सं दुक्खं कज्जमाणकडं दुक्खं कट्टु कट्टु पाणा भूया जीवा सत्ता वेयणं वेयंति त्ति वत्तव्वं सिया ( २ ) // સૂ॰ ૨૬૭
तइयठाणस्स बीओ उद्देसओ समत्तो ॥
(મૂળ) હે ભગવન્! અન્યતીર્થિકો, આ પ્રમાણે સામાન્યથી કહે છે, વિશેષથી એમ ભાષે છે, એમ પ્રજ્ઞાપે છે અને એમ પ્રરૂપે છે. કેવી રીતે શ્રમણ નિગ્રંથોના મતમાં કર્મ દુઃખને માટે થાય છે? (અહિં ચાર ભાંગા છે.) તેમાં જે કરેલું કર્મ દુઃખને માટે થાય છે તે નથી પૂછતા ૧, તેમાં જે કરેલું કર્મ દુઃખને માટે ન થાય તે પૂછતા નથી ૨, તેમાં જે કર્મ નથી કરેલું તે દુઃખને માટે થતું નથી તે પૂછતા નથી ૩, તેમાં જે નથી કરેલું કર્મ દુઃખને માટે થાય છે, તે પૂછે છે ૪.' આવી રીતે તેઓનું વક્તવ્ય–કહેવું થાય છે. (આ પ્રશ્ન છે.) અકૃત્ય-ભવિષ્ય કાળમાં નહિં કરવા યોગ્ય દુઃખ (કર્મ), અસ્પૃશ્યનહિ કરવાથી ન સ્પર્શાયેલું કર્મ, વર્તમાનમાં ન કરાતું–ન બંધાતું અને ભૂતકાળમાં નહિં કરેલું એવું કર્મ, તેને નહિં કરીને નહિ કરીને પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વો વેદના-પીડા ભોગવે છે, આ તેઓનું કહેવું છે. તેનો (પ્રશ્નનો) ઉત્તર ભગવાન્ કહે છે—જે અન્ય તીર્થિકો એમ કહે છે તે તેમનું કથન મિથ્યા છે. હું તો આ પ્રમાણે—કહું છું, એમ ભાસું છું, એમ પ્રજ્ઞાપના કરું છું, અને એમ પ્રરૂપણા કરું છું. ભવિષ્ય કાળમાં દુઃખનો હેતુ હોવાથી કરવા યોગ્ય કર્મ દુઃખ છે, સ્પર્શેલું—બંધની અવસ્થા યોગ્ય કર્મ-દુઃખ છે, વર્તમાન કાળમાં કરાતું કર્મ-દુઃખ છે અને અતીત કાળમાં કરેલું કર્મ–દુઃખ છે. તેને (કર્મને) કરીને પ્રાણીઓ, ભૂતો, જીવો અને સત્ત્વો વેદના અનુભવે છે. આ વક્તવ્યતા હોય.
||૧૬૭॥
(ટી0) 'અન્નઽત્ની' ત્યા॰િ પ્રાયઃ સુગમ છે. અન્યતીર્થિકો એટલે વિભંગજ્ઞાનવાળા તાપસો 'વં' હમણા કહેવામાં આવના૨ પ્રકારને સામાન્યથી કહે છે, વિશેષથી કહે છે, ક્રમ વડે એ જ પ્રજ્ઞાપે છે અને એની જ પ્રરૂપણા કરે છે. આ એકાર્થવાચક બે પદ વડે કહ્યું છે. અથવા આવ્યાન્તિ—થોડું કહે છે, માવો—સ્પષ્ટ વાણી વડે બોલે છે, પ્રજ્ઞાપયન્તિ—યુક્તિઓ વડે સમજાવે છે, પ્રરૂપયન્તિ—ભેદ વગેરેના કથનથી પ્રરૂપણા કરે છે. તે (અન્યતીર્થિકો) શું કહે છે? 'થં'—ક્યા પ્રકાર વડે (શ્રમણ નિગ્રંથોના મતને વિષે એ અધ્યાહાર છે) યિતે—જે કરાય છે તે ક્રિયા–કર્મ, તે વિતે—દુઃખને માટે થાય છે. આ વિવક્ષા વડે પ્રશ્ન છે. અહિં ચાર ભંગ છે, તે આ પ્રમાણે—તા યિતે—કરેલું છતું કર્મ દુઃખને માટે થાય છે ૧, એમ કરેલું કર્મ દુઃખને માટે થતું નથી ૨, નહિં કરેલું કર્મ દુઃખને માટે થાય છે ૩, નહિં કરેલું કર્મ દુઃખને માટે થતું નથી ૪, આ ચાર ભંગને વિષે આ પ્રશ્ન વડે જે ભંગ પૂછવા માટે ઇષ્ટ છે, તે (તૃતીય ભંગ') ને શેષ (ત્રણ ભંગ)ના નિરાકરણપૂર્વક પૂછે છે. 'તત્ય' ત્તિ॰ તે ચાર ભંગને વિષે અત્યંત રુચિના અવિષયપણાએ તેના પ્રશ્નની પણ પ્રવૃત્તિ ન હોવાથી પહેલા, બીજા અને ચોથા ભાંગાને તેઓ પૂછતા નથી. તે આ પ્રમાણે ૧–'યાઽસૌ તા યિતે'—જે કરેલું છતું કર્મ તે દુઃખને માટે થાય છે, તે ભંગને પૂછતા નથી, કારણ કે પૂર્વ કાળમાં કરેલ કર્મનું નિગ્રંથના મતપણાએ અપ્રત્યક્ષપણું અને અવિધમાનપણું હોય છે. (આવો નિગ્રંથનો મત છે માટે અમોને અસંમત છે.) ૨—તેઓમાં 'યાઽસૌ તા નો યિતે'—આ ભાંગાને વિષે જે તે કરેલું કર્મ દુઃખને માટે થતું નથી તેને
1. 'મળતા યિતે' આ ત્રીજો ભાંગો પૂછવા યોગ્ય છે. તે મૂલ પાઠમાં આગમોદય સમિતિવાળી પ્રતિમાં ચોથા ભાંગા તરીકે પાઠ હોવાથી તે પ્રમાણે પાઠ રાખેલ છે. બાબૂવાળી પ્રતમાં તો ટીકાના પાઠ પ્રમાણે ત્રીજો ભાંગો છે.
218