Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 426
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ३ लोकान्धकारादिः ३२४ सूत्रम् પ્રતિશબ્દદ્વારા અથવા બીજી રીતે. નરભવનું અશુભપણું આ મનુષ્યલોકમાં ન આવવાનું ચોથું કારણ કહ્યું. શેષ સુગમ છે.' આવવાના કારણો પ્રાયઃ પૂર્વની માફક છે તથાપિ કંઈક વિશેષ કહેવામાં આવે છે કે-કામભોગને વિષે અમૂચ્છિતાદિ વિશેષણવાળો જે દેવ, તેને 'વૂ' નિતિ આવા પ્રકારનું મન થાય છે કે-મારા ઉપકારક કોણ છે? તે કહે છે-આચાર્ય છે. અહિં તિ' શબ્દ સમીપપણું બતાવવામાં અને 'વા' શબ્દ વિકલ્પના અર્થમાં છે. એમ આગળના સૂત્રમાં પણ જાણવું. ક્યાંક ઇતિ શબ્દ નથી દેખાતો ત્યાં તો સૂત્ર સુગમ જ છે. અહિં આચાર્ય-પ્રતિબોધક, દીક્ષા આપનાર અથવા અનુયોગાચાર્ય-વાચના આપનાર, ઉપાધ્યાય સૂત્ર ભણાવનાર, આચાર્યદ્વારા કરાયેલ વૈયાવૃત્યાદિને વિષે સાધુઓને જે પ્રવર્તાવે છે તે પ્રવર્તી, પ્રવર્તી-પ્રવર્તક દ્વારા જોડાયેલ સંયમયોગને વિષે સીદાતા (ખેદ પામતા) સાધુઓને જે સ્થિર કરે તે સ્થવિર, ગણ છે વિદ્યમાન જેને તે ગણીગણાચાર્ય, ગણધર-જિનેશ્વરના શિષ્યવિશેષ અથવા આર્થિક સાધ્વીઓને જે સ્થિર કરે તે સ્થવિર, ગણ છે વિદ્યમાન જેને તે ગણી-ગણાચાર્ય, ગણધર-જિનેશ્વરના શિષ્યવિશેષ અથવા આર્થિક સાધ્વીઓ પ્રત્યે સાવધાન રહેનાર (રક્ષા કરનાર) સિદ્ધાંતમાં પ્રસિદ્ધ સાધુ વિશેષ', 'વિચ્છે'—ગચ્છનો દેશ-વિભાગ, અમુક મુનિઓના સમુદાય છે જેને તે ગણાવચ્છેદક, તે અમુક સાધુઓને લઈને ગચ્છના આધારને માટે ઉપધિ વગેરેની ગવેષણાને માટે વિચરે છે 'મ' ત્તિ આ પ્રત્યક્ષ રહેલ રૂપવાળી અર્થાત્ કાળાંતરને વિષે પણ અન્ય સ્વરૂપને નહિં ભજનારી તેવી દિવ્યા–સ્વર્ગને વિષે થયેલી અથવા પ્રધાન (શ્રેષ્ઠ) વિમાન, રત્નાદિ રૂપ દેવની ઋદ્ધિ, ઘુત-શરીરથી ઉત્પન્ન થયેલી કાંતિ અથવા યુતિ-ઈષ્ટ પરિવારાદિ સંયોગલક્ષણ યુક્તિ, 'નધ્ધા'—જન્માંતરમાં ઉપાર્જન કરેલી, 'પ્રાણા'—વર્તમાનમાં મળેલી, 'મસમન્વીતા' –ભોગ્યઅવસ્થાને પ્રાપ્ત થયેલી, 'ત' ત્તિ તે કારણથી તે ભગવંતો-પૂજયોને સ્તુતિઓ વડે વંદન કરું, પ્રણામ વડે નમન કરું, આદર કરવા વડે અથવા વસ્ત્રાદિ વડે સત્કાર કરું, ઉચિત પ્રતિપત્તિ-ઉપચારરૂપ સેવા વડે સન્માન કરું, કલ્યાણ સ્વરૂપ, મંગલસ્વરૂપ, દેવસ્વરૂપ અને ચૈત્યસ્વરૂપ આવી બુદ્ધિ વડે સેવા કરું-આ દેવને આવવાનું એક કારણ. શ્રુતજ્ઞાનાદિ વડે જ્ઞાની ઇત્યાદિ બીજું કારણ. તથા પાયા રૂ વા મન્ના ડું વા મળી રૂ વા પુત્તા રૂ વા ધૂવા રૂ વે' તિઅર્થાત્ ભાઈ, ભાય, ભગિની, પત્ર અને પુત્રી. પત્રની ભાર્યા "ત' ઉપરોક્ત મારા સંબંધીઓ છે તેથી તેઓની સમીપે હું પ્રગટ થાઉં. 'તા' તાવત્ ' મમ (મારી) ઋદ્ધિને તેઓ જુઓ 'રૂ' આ પાઠાંતર છે-આ ત્રીજું કારણ. તથા મિત્ર-પાછળથી સ્નેહી થયેલ, સખા-બાળપણથી સ્નેહી, 'સુદ્ધ'—સજજન હિતૈષી, સહાય-સહચારી અથવા એક કાર્યમાં બન્ને પ્રવર્તનાર, સંગત-સોબત છે વિદ્યમાન જેને તે સાગતિક-પરિચિત, તેઓને 'સન્ડે' ઉત્તઅમારી સાથે બન્નમન્નક્સ' ઉત્ત. પરસ્પર સં' રિ૦ સંકેત, પ્રતિધૃત-અંગીકાર કરેલ છે (કબૂલાત આપેલ છે) ને મો (મે) ત્તિ દેવલોકમાંથી આપણા બન્નેમાં જે પ્રથમ અને તેને પાછળ રહેલાએ પ્રતિબોધ આપવો તે ચોથું કારણ છે. આ મનુષ્યભવને વિષે સંકેત કરેલ બન્ને જણમાંના પૂર્વ લક્ષાદિ આયુષ્યવાળો એક ભવનપતિ વગેરેમાં ઉત્પન્ન થઈને અને ત્યાંથી આવીને મનુષ્યપણાએ ઉત્પન્ન થાય તેને બીજો પુરુષ અહિં મનુષ્યમાં પૂર્વલક્ષાદિ જીવીને, સૌધર્માદિ કલ્પમાં ઉત્પન્ન થઈને સંબોધન કરવા માટે જ્યારે અહિં આવે છે ત્યારે આ સંકેતરૂપ ચોથું કારણ જાણવું. રૂચૈતઃ ઇત્યાદિ નિગમન સૂત્ર છે. l૩૨૩|. હમણાં જ આગમન કહ્યું, તેમાં તેઓના વડે ઉદ્યોત થાય છે માટે લોકમાં તેના વિપક્ષભૂત અંધકારને કહે છે– चउहि ठाणेहिं लोगंधगारे सिया, तंजहा–अरहंतेहि वोच्छिज्जमाणेहि, अरहंतपन्नत्ते धम्मे वोच्छिज्जमाणे, पुव्वगते वोच्छिज्जमाणे, जायतेजे वोच्छिज्जमाणे । चउहि ठाणेहिं लोउज्जोते सिता, तंजहा-अरहंतेहि जायमाणेहिं अरहंतेहिं पव्वयमाणेहिं अरहंताणं णाणुप्पयमहिमासु, अरहंताणं परिनिव्वाणमहिमासु ४, एवं 1. કોઈ સાધ્વી રૂપસંપન્ન હોય અને તેનું શીલ ભંગ કરવા માટે દુષ્ટ રાજાદિ તત્પર થયેલ હોય તેવી સાધ્વીઓની સંભાળ કરનાર ઇષશાસ્ત્રવિશારદ સહસયોધી મુનિ (રાશકભસકાદિ મુનિની જેમ) તેઓને અન્યત્ર લઈ જઈને પણ તેના શીલની રક્ષા કરે છે. 414

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520