Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 445
________________ ४ स्थानकाध्ययने उद्देशः ३ आहरणभेदाः ३३८ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ દીક્ષા સ્વીકારીને અત્યંત વૈરાગ્યવાળો થયો પરંતુ પૂર્વના) તિર્યંચભવના અભ્યાસથી અત્યંત સુધાવાળો થઈને, સૂર્યોદયથી પ્રારંભી અસ્ત સમય પર્યત ભોજન કરનાર થયો, અને અસાધારણ ગુણોને મેળવવા વડે દેવતાઓ દ્વારા વંદન કરાયો. આ જ કારણથી તે મુનિના ગચ્છની અંદર રહેલ માસોપવાસ વગેરે તપસ્યા કરનાર ચાર તપસ્વીઓની ઈર્ષાના કારણભૂત થયો. (પછી તે સાધુએ) પોતાને માટે લાવેલ આહાર તે તપસ્વી ચાર મુનિઓને વિનયને માટે બતાવ્યો, પરંતુ મત્સરથી તે મુનિઓ તે આહારમાં ઘૂંક્યા. પછી તે મુનિ (તે થંકવાળો આહાર અમૃત તુલ્ય માનીને જમ્યા) અત્યંત ઉપશાંત ચિત્તવૃત્તિથી કેવળજ્ઞાન પામ્યો, નગરના દેવતાઓએ તેમને વંદન કર્યું. વળી તે ચારે તપસ્વીઓને પણ સંવેગનો હેતુ થવા વડે કેવલજ્ઞાનદર્શનરૂપ સમૃદ્ધિનો પ્રાપ્ત કરાવનાર અને કોપરૂપ ભાવ અપાયનો ત્યાગ કરાવનાર થયો'. અથવા કોપાદિ લક્ષણવાળો ભાવ અપાય ક્ષપક (તપસ્વી મુનિ) ની માફક થાય છે. અહિં આ સંબંધમાં બે ગાથા જણાવે છે – दव्वावाए दुन्नि उ, वाणियगा भायरो धणनिमित्तं । वहपरिणयमेक्कमिक्कं, दहमि मच्छेण निव्वेओ ।।१९६।। દ્રવ્ય અપાયમાં બે ઉદાહરણ. બે ભાઈઓ ધન માટે એક બીજાને મારવા તૈયાર થયા. અને તે કૂંડમાંના મત્સ્ય વડે વૈરાગ્ય પામ્યા. (૧૯૬) खेत्तंमि अवक्कमणं, दसारवग्गस्स होइ अवरेणं । दीवायणो य काले, भावे मंडुक्कियाखमओ ॥१९७।। [શર્વનિવાદ ]િ. ક્ષેત્રથી અપાય અથવા ક્ષેત્ર જ પોતે તેનું કારણ, તેનું ઉદાહરણ. અપક્રમણ બીજે સ્થાને જવું, દશાવર્ગ, દશદશાર, કાળથી અપાય પાયન ઋષિનો અધિકાર, ભાવથી અપાય દેડકું મારનાર સાધુનું ઉદાહરણ તે ભાવ અપાય. (૧૯૭) આ બન્ને ગાથાઓમાં જણાવેલ દષ્ટાંતો ઉપર કહેવાઈ ગયા છે. 'વા' ત્તિ ઉપય-કાર્ય પ્રત્યે પુરુષના વ્યાપારાદિ સામગ્રીરૂપ તે ઉપાય, તે દ્રવ્યાદિ ઉપેયમાં છે, એવી રીતે જે આહારણમાં કહેવાય છે તે ઉપાય આહરણ. જેમકે–આ સાધવા યોગ્ય દ્રવ્યાદિ વિશેષોને વિષે ઉપાય છે, વિવક્ષિત દ્રવ્યાદિ વિશેષની માફક અથવા દ્રવ્યની ઉપાદેયતા જેમાં કહેવાય છે તે આહરણઉપાય છે. તે પણ દ્રવ્યાદિ વડે ચાર પ્રકારે છે. તેમાં સુવર્ણાદિ દ્રવ્યનો, અથવા પ્રાસુક ઉદક વગેરેનો અથવા “દ્રવ્ય એ જ ઉપાય તે દ્રવ્યઉપાય. દ્રવ્યનું સાધન અથવા દ્રવ્યની ઉપાદેયતારૂપ સાધન પણ તેમજ કહેવાય છે. તેનો પ્રયોગ આ પ્રમાણે સુવર્ણ વગેરેમાં ઉપાય છે અથવા ઉપાય વડે જ સુવર્ણાદિ મેળવવામાં પ્રવર્તવાયોગ્ય છે, તેવા પ્રકારના ધાતુવાદ સિદ્ધપુરુષ વગેરેની માફક. એમ ક્ષેત્રોપાય-ક્ષેત્રમાં પરીકર્મ (સંસ્કાર) વડે ઉપાય. જેમ આ ક્ષેત્રનો ક્ષેત્રીકરણરૂપ ઉપાય હળ વગેરે છે અથવા તથાવિધ સાધુના વ્યાપાર વડે તથાવિધ અન્ય ક્ષેત્રની માફક પ્રવર્તવું. એમ કાળઉપાય-કાળના જ્ઞાનનો ઉપાય. જેમ કાળના જ્ઞાનમાં ધાન્ય વગેરેની જેમ ઉપાય છે, અથવા ઘટિકા (ઘડી) ની છાયા વગેરે ઉપાય વડે તે કાળને જાણ; તથાભૂત ગણિતને જાણનારની માફક. એમ ભાવોપાય-જે ભાવને જાણવામાં ઉપાય છે અથવા ઉપાયથી તું ભાવને જાણ. મોટી કુમારિકાની કથા કહેવા વડે જાણેલ છે ચોર વગેરેનો ભાવ જેણે એવા અભયકુમારની માફક. તે કથા આ પ્રમાણે–રાજગૃહનગરના સ્વામી શ્રેણિકારાજાનો અભયકુમાર નામનો પુત્ર છે. તે રાજાને દેવના પ્રસાદ વડે સર્વ ઋતુ સંબંધી ફળાદિથી સમૃદ્ધ આરામ (બગીચો) મળેલ છે. ત્યાર બાદ અકાળે ઉત્પન્ન થયેલ આમૂલ-ભક્ષણના દોહદવાળી પોતાની સ્ત્રીનો દોહદ પૂર્ણ કરવા માટે કોઈએક ચાંડાલ ચોરે તે બગીચામાંથી આમ્રફળોનું અપહરણ કર્યું છતે તે ચોરને જાણવા માટે નાટક જોવાના નિમિત્તે એકઠા થયેલા ઘણા મનુષ્યોના મધ્યમાં અભયકુમારે બૃહકુમારિકાની કથા કહી, તે આ પ્રમાણે કોઈક મોટી કુમારિકા ઇચ્છિત પંતિના લાભને અર્થે કામદેવની પૂજા કરવા સારું કોઈકના બગીચામાંથી પુષ્પોને ચોરતી થકી બગીચાના માળીએ પકડી. તેણીએ સત્ય હકીકત કહી એટલે “પરણીને પતિના 1. આ કથા ઉપદેશપ્રાસાદના પ્રથમ ભાગમાં છે. મુનિ કરગડ નામથી પ્રસિદ્ધિને પામેલ છે, કેમ કે તે નિરંતર એક ગડુક પ્રમાણ આહાર કરતા હતા. – 433

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520