Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 474
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ स्था. उ. ४ पुष्करसंवर्ताद्या मेघपुरुषाः, करण्डकपुरुषा वृक्षमत्स्यगोलपकटाः चतुष्पदाद्याः पश्चिभिरुनिष्कृष्टाद्याः ३४७. ३५२ सूत्रम् કરપત્ર-કરવત, સુર-સજાયો તે જ પત્ર તે સુરપત્ર, કદંબચીરિકા શસ્ત્રવિશેષ છે (૩૦) ૧. તેમાં ખડૂગનું શીધ્ર છેદકપણું હોવાથી જે પુરુષ જલદી સ્નેહના પાશને છેદે છે તે અસિપત્ર સમાન છે ચોક્કસ કરેલ (ખાત્રી કરેલ) દેવના વચન વડે સનકુમારે જેમ સંસારના સ્નેહનો ત્યાગ કર્યો તેમ, ૨. ફરી ફરી ઉપદેશાતો થકો જે પુરુષ દીક્ષાની ભાવનાના અભ્યાસથી સ્નેહરૂપ તરુને છેદે છે તે કરપત્ર સમાન, તથાવિધ શ્રાવકની જેમ. કેમકે ગમનાગમનથી કાલના વિલંબ વડે કરવતનું છેદકપણું છે. ૩. જે પુરુષ ધર્મનો માર્ગ સાંભળે છે તો પણ સર્વથા સ્નેહને છેદવામાં અસમર્થ છે અને દેશવિરતિ માત્રને જ સ્વીકારે છે તે સુરપત્ર સમાન, સજાયો તો અલ્પ કેશાદિકને છેદે છે અને ૪. જે પુરુષ સ્નેહના છેદનને મનોરથ માત્ર વડે જ કરે છે તે ચતુર્થ-અવિરતિ સમ્યગ્દષ્ટિ અથવા જે ગુરુ વગેરેને વિષે શીધ્ર, મંદ, મંદતર અને મંદતમપણાએ સ્નેહને છેદે છે તે પૂર્વોક્ત રીતે વ્યપદેશ કરાય છે. (૩૧) કાંબ વગેરેથી આતાનવિતાન-તાણાવાણા વડે જે બનાવવામાં આવે છે તે કટ-પાથરણવિશેષ. કટની જેમ કટ માટે ઉપચારથી તાંતણાદિમય પણ ઉપચારથી કટ જ છે તેમાં સ્વત્તિ ઘાસવિશેષની બનેલ, વિવારે ત્તિ વાંસના કટકા વડે કરેલ, મૂડે’ ત્તિ કોમળ ચામડાથી બનેલ મંચક વગેરે તેમજ સ્વત’ ત્તિ કંબલ જ. (૩૨) આ સંબકટાદિને વિષે અલ્પ, બહુ, બહુતર અને બહુતમ અવયવો વડે પ્રતિબંધને વિષે પુરુષો યોજવા, તે આ પ્રમાણે-ગુર વગેરેને વિષે જેનો અલ્પ પ્રતિબંધ-સ્નેહ છે તે અલ્પ અસત્યાદિ વડે પણ નાશ થવાથી સંબકટ સમાન છે. એવી રીતે સર્વત્ર ભાવવું. (૩૩) ચતુષ્પદો-સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચો. દરેક પગને વિષે જેઓને એક ખુર છે તે એકખુરા-અશ્વ વગેરે, એવી રીતે બે ખુર છે જેઓને તે દ્વિખુરા-ગાય વગેરે. ગંડી–સોની વગેરેના અધિકરણરૂપ એરણ, તેના જેવા પગ છે જેઓના તે ગંડીપદા-હાથી વગેરે. સUTય' ત્તિ સનખપદા અર્થાત્ જ્હોરવાળા સિંહ વગેરે. આ સૂત્ર અને પછીના બે સૂત્રોને વિષે જીવોને પુરુષ શબ્દ વડે વાચ્ય હોવાથી પુરુષનું અધિકારપણું છે. (૩૪) ચર્મમય પાંખવાળા ચર્મપક્ષીઓ-વાગુલી વગેરે, એમ લોમની પાંખવાળા હંસ વગેરે ડાબલાની માફક બીડાયેલ છે પાંખો જેઓની તે સમુદ્ગક પક્ષીઓ (અહિં સમાસાંત રૂન' પ્રત્યય થયેલ), તે મનુષ્યક્ષેત્રની બહારના દ્વીપસમુદ્રોને વિષે છે. એવી રીતે જ વિતતપક્ષીઓ પણ જાણવા. (૩૫) શુદ્ર-અનંતરબીજા ભવને વિષે મોક્ષે જવાના અભાવથી અધમ એવા ઉચ્છવાસાદિવાળા તે શુદ્રપ્રાણા. સમૂચ્છ વડે થયેલા અર્થાત્ પોતાની મેળે ઉત્પન્ન થયેલા તે સંમૂચ્છિમો. આવા તિર્યંચ સંબંધી છે યોનિ જેઓની તે સમ્યુમિ પંચેદ્રિય તિર્યંચયોનિકો. (અહિં ત્રણ પદોનો કર્મધારય સમાસ કર્યો છતે આ પ્રયોગ સિદ્ધ થાય છે.) (૩૬) “નિપતિતામાળાથી ઉતરનાર અર્થાત્ કોઈક પક્ષી દઢતાથી અથવા અજ્ઞતાથી માળાથી નીચે આવે છે પણ બાળક હોવાથી પરિભ્રમણ કરવાને શક્તિમાન નથી'-આ એક. એવી રીતે બીજો પુષ્ટ હોવાથી પરિભ્રમણ કરવાને શક્તિમાન છે પણ ભીરુ હોવાથી માળાથી ઉતરવાને માટે શક્તિમાન નથી. ત્રીજો ઉભય રીતે શક્તિમાન છે અને ચોથો અતિ બાળપણાથી ઉભય રીતે શક્તિમાન નથી. (૩૭) નિપતિતા-ભોજનાદિનો અર્થી હોવાથી ભિક્ષાચર્યામાં જનાર છે પણ પરિભ્રમણ કરનાર નથી, કેમ કે ગ્લાનપણાથી અથવા આળસુપણાથી કે લજ્જાપણાથી–આ એક, બીજો ઉપાશ્રયથી નીકળતો થકો પરિભ્રમણશીલ છે પણ ભિક્ષાને માટે જવાને અશક્ત છે, કારણ કે સૂત્રાર્થમાં આસક્ત હોય છે. તૃતીય અને ચતુર્થ ભંગ સ્પષ્ટ છે. (૩૮) નિકૃષ્ટ-તપ વડે કૃશ દેહવાળો. વળી નિકૃષ્ટ છે (આત્મા) કેમકે કષાયને કૃશ. (પાતળા) કરેલા હોય છે. એવી રીતે અન્ય ત્રણ ભાંગા પણ જાણવા. (૩૯) એવી જ ભાવના માટે અનંતર સૂત્ર કહે છે-કૃશ શરીર વડે નિકૃષ્ટ, વળી કષાયાદિના મંથન વડે નિકૃષ્ટ છે આત્મા જેનો તે નિકૃષ્ટાત્મા, એમ બીજા ત્રણ ભાંગા જાણવા. અથવા પ્રથમ નિકૃષ્ટ-તપ વડે ક્રશ કરેલ શરીરવાળો છે અને પછી પણ નિકૃષ્ટ છે. એવી રીતે અહિં પ્રથમ (૩૯) સૂત્રનું વ્યાખ્યાન કરવું અને બીજું (૪૦) સૂત્ર તો જેમ કહેલું છે તેમ કહેવું. (0) બુધત્વના કાર્યભૂત સન્ક્રિયાના યોગથી બુધ. કહ્યું છે કે पठकः पाठकश्चैव ये चान्ये तत्त्वचिन्तकाः । सर्वे ते व्यवसनिनो राजन्! यः क्रियावान् स पण्डितः ॥२३४॥ . 1. કટ્ટાસણું (આસન). 462

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520