Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 477
________________ ४ स्थानकाध्ययने उद्देशः ४ संवासः आसुराभियोग्याद्याः ३५३-३५४ सूत्रे श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ પુરુષક્રિયાના અધિકારથી જ અપāસસૂત્રો જણાવે છે–અપáસન-વિનાશ થવું તે અપવ્વસ ચારિત્રનો અથવા તેના ફળનો અસુરાદિ ભાવનાજનિત વિનાશ. અસુર ભાવના વડે થયેલ તે આસુર, અથવા જે અનુષ્ઠાનને વિષે વર્તતો થકો અસુરપણાને ઉત્પન્ન કરે, તેના વડે આત્માને વાસિત કરવો તે આસુર ભાવના. એવી રીતે બીજી ભાવનાઓ પણ જાણવી. અભિયોગ (દાસ) ભાવનાજનિત તે આભિયોગ. સંમોહભાવનાજનિત તે સંમોહ. દેવકિલ્શિષ ભાવનાજનિત તે દૈવકિબિષ. કંદર્પભાવનાજનિત કાંદર્પ અપવ્વસ પાંચમો છે પરંતુ અહિં ચતુઃસ્થાનકના અનુરોધથી તેને કહેલ નથી. ભાવના તો આગમમાં પાંચ કહેલ છે. કહ્યું છે કે– कंदप्प १ देवकिब्बिस २, अभिओगा ३ आसुरा य ४ संमोहा ५ । एसा उ संकिलिट्ठा, पंचविहा भावणा भणिया ।।२३५।। વૃિદd૧૦ ૨૨૧૨ ઉત્ત] ૧. કામપ્રધાન વિટપ્રાય દેવો સંબંધી જે ભાવના તે કંદર્પી, ૨ કિલ્બિષક દેવો સંબંધી તે કિલ્બિષિકી, ૩. કિંકર સ્થાનીય દેવ સંબંધી તે આભિયોગિકી, ૪. અસુરદેવ સંબંધી તે આસુરી અને પ. મૂઢાત્મા દેવ સંબધી જે ભાવના તે સંમોહી-આ પાંચ સંક્લિષ્ટ (અપ્રશસ્ત) ભાવનાઓ કહેલી છે. (૨૩૫) આ પાંચ ભાવનાઓ પૈકી જે ભાવનાની અંદર જે જીવ વર્તે છે તે અલ્પ ચારિત્રના પ્રભાવથી તેવા પ્રકારના દેવોને વિષે જાય છે. કહ્યું છે કે जो संजओ वि एयासु अप्पसत्थासु वट्टइ कहि[?] चि। सो तविहेसु गच्छइ, सुरेसु भइओ चरणहीणो ॥२३६।। વૃિદq૦ ૨૪૪ ]િ આ અપ્રશસ્ત ભાવનાઓને વિષે જે સંયત કંઈપણ વર્તે છે તે તેવા પ્રકારના દેવોને વિષે જાય છે તે સર્વથા ચારિત્રથી : હીન છે તેથી દેવોને વિષે જવાની લેને માટે ભજના છે અર્થાત્ જાય કિંવા ન પણ જાય. (૨૩૬) આસુરાદિ ભાવનાજન્ય અપર્ધ્વસ કહ્યો, તે અસુરત વગેરેનો હેતુ છે માટે અસુરતાદિ ભાવનાના સાધનભૂત કર્મોના કારણોને ચાર સૂત્રો વડે કહે છે–વહેં વોહી ત્યાદિ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે-અસુરોને વિષે થયેલ તે આસુરઅસુરવિશેષ, તેનો જે ભાવ તે આસુરત્વ, તેના માટે આસુરપણાને અર્થે અથવા અસુરપણા માટે કે અસુરપણાએ તેના આયુષ્કાદિ કર્મને કરવા માટે આરંભ કરે છે, તે આ પ્રમાણે–૧. ક્રોધ સ્વભાવપણા વડે, ૨. ક્લેશના સંબંધ વડે, ૩. સંસક્તતપકર્મ–આહાર, ઉપાધિ અને શય્યાદિને વિષે પ્રતિબદ્ધભાવરૂપ તપશ્ચર્યા વડે અને ૪. ત્રણ કાલ સંબંધી લાભ અલાભાદિ | વિષયક નિમિત્તથી મેળવેલ આહારાદિ વડે ઉપજીવનરૂપ નિમિત્ત આજીવિકા વડે. આ અર્થ અન્યત્ર આ પ્રમાણે કહ્યો છે– अणुबद्धविग्गहो च्चिय, संसत्ततवो निमित्तमाएसी । निक्किव णिराणुकंपो, आसुरियं भावणं कुणइ ।।२३७।। વૃિ૧૦ ૨૩૨૫ ]િ સાધુ અને શ્રાવકને વિષે નિરંતર કલહ કરનાર, આહારાદિમાં આસક્તિ સહિત તપ કરનાર, નિમિત્તનો પ્રકાશનાર, નિઃશૂક અને અનુકંપા રહિત અર્થાત્ દુઃખી પ્રાણીને જોઈને જેના હૃદયમાં કંપારી ન આવે તે પ્રાણી આસુરીભાવના કરે છે.(૨૩૭) જે કાર્ય પ્રત્યે યોગ્ય છે તે અભિયોગ્ય-કિંકર દેવવિશેષો, તેઓનો જે ભાવ તે આભિયોગ્યતા, તે અર્થે અથવા આભિયોગ્યપણાએ. ૧. આત્મોત્કર્ષ-પોતાના ગુણના અભિમાન વડે, ૨. પરપરિવાદ-પરના દોષને કહેવા વડે, ૩. ભૂતિકર્મવરવાળા વગેરેને ભૂતિ (રાખવાસક્ષેપ) વગેરેથી રક્ષા કરવા વડે અને ૪. કૌતુકકરણ-સૌભાગ્યાદિના નિમિત્તે બીજાના શિર ઉપર હસ્તના ભ્રમણાદિ વડે મંત્રક્રિયા વગેરે કરવા વડે. આ ભાવના પણ બીજે સ્થળે આવી રીતે જણાવી છે– .. कोउय भूईकम्मे, पसिणा इयरे निमित्तमाजीवी । इड्डिरससायगुरुओ, अभिओगं भावणं कुणइ ।।२३८।। [વૃદ૧૦ ૨૩૦૮ ] 465

Loading...

Page Navigation
1 ... 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520