Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 448
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ३ आहरणभेदाः ३३८ सूत्रम् દોષવન્તપણાએ ઉપનયન્યાયના જ ભાવથી આહારણનું વ્યાખ્યાન કર્યું. ૨. હવે આહરણતદેશ કહેવાય છે, તે ચાર પ્રકારે છે૧. અનુશાસન તે અનુશાસ્તિ અર્થાત્ સદ્ગણોના ઉત્કીર્તન વડે પ્રશંસા કરવા યોગ્ય છે, આ પ્રકારે જેમાં ઉપદેશાય છે તે અનુશાસ્તિ. જેમ ગુણવાન પુરુષો પ્રશંસા કરવા યોગ્ય હોય છે. જેમકે-સાધુના નેત્રમાં પડેલ રજકણને દૂર કરવા વડે લોકો દ્વારા શીલમાં શંકા થવાથી તે કલંકને પ્રક્ષાલન-દૂર કરવા માટે આરાધના કરાયેલ દેવ વડે સહાયવાળી, ચાલણી વડે ભરેલ પાણીને છાંટવાથી ઉઘાડેલ છે ચંપાપુરીના ત્રણ દરવાજા જેણીએ એવી તે સુભદ્રા, “અહો શીલવતી’ એમ મહાજન લોક વડે પ્રશંસાયેલી છે. કહ્યું છે કેआहारणं तद्देसे, चउहा अणुसहि तह उवालंभो । पुच्छा निस्सावयणं, होइ सुभद्दाऽणुसट्ठीए ।।२०३।। શિર્વ. નિ. ૭૨ ]િ. ૧. અનુશાસ્તિ, ૨. ઉપાલંભ, ૩. પૃચ્છા અને ૪. નિશ્રાવચન-આ ચાર પ્રકારે આહારણતદેશ છે. અનુશાસ્તિ (પ્રશંસા) માં સુભદ્રાનું દષ્ટાંત છે. (૨૦૦૩) साहुक्कारपुरोगं, जह सा अणुसासिया पुरजणेणं । वेयावच्चाईसु वि, एव जयंतेववूहेज्जा ।।२०४।। દિશવૈ૦િ ૭૪ ]િ . " જેમ નગરવાસી જનોએ ‘સારું કર્યું એમ સુભદ્રાની પ્રશંસા કરી તેમ વૈયાવચ્ચ વગેરે કાર્યોમાં પ્રયત્ન કરનારાઓની પણ સ્તુતિ વડે પરિણામની વૃદ્ધિ કરે. (૨૦૪) અહિં તથા પ્રકારે વૈયાવૃત્ય કરવું ઇત્યાદિ વડે ઉપનય સંભવે છે, પરંતુ તેના ત્યાગ વડે મહાજનદ્વારા કરાયેલી પ્રશંસા: માત્રથી જ ઉપનય કરેલ છે માટે આહરણતદેશતા છે. એમ જ આગળ પણ અસમ્મત અંશ (વિભાગ) ના ત્યાગથી સમ્મત અંશનું ઉપનયન ભાવવું. ૨. ઓલંભો દેવો તે ઉપાલંભ, પ્રકારાંત વડે અનુશાસન (શિખામણ) જ છે. તે જેમાં કહેવાય છે તે ઉપાલંભઆહરણતદેશ છે. જેમ કોઈક અપરાધવાળા શિષ્યો ઉપાલંભ આપવા યોગ્ય છે, તે આ પ્રમાણે–શ્રી મહાવીર સ્વામીના સમવસરણમાં વિમાન સહિત આવેલ ચંદ્ર અને સૂર્યના પ્રકાશ વડે કાળના વિભાગને નહિ જાણતી મૃગાવતી નામની સાધ્વી ત્યાં રહી. બાદ ચંદ્ર તથા સૂર્ય ગયે છતે આ અતિકાળ-રાત્રિનો સમય છે એમ ભ્રાંતિવાળી થઈ થકી તે મૃગાવતી સાધ્વીઓ સાથે આર્યા ચંદનાની પાસે ગઈ ત્યારે તેણીએ ઉપાલંભ આપ્યો કે-ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયેલી તમારા જેવીઓને રાત્રિએ બહાર રહેવું તે અયુક્ત છે. ૩. પૃચ્છા-શું? કેવી રીતે? કોણે કર્યું? ઇત્યાદિ પ્રશ્નરૂપ. જેમાં વિધેયપણાએ ઉપદેશાય છે તે પૃચ્છા. નિર્ણય કરવાના ઇચ્છકો દ્વારા જ્ઞાની પુરુષો પૂછવા યોગ્ય છે, જેવી રીતે કોણિક રાજાએ ભગવાનને પૂછ્યું હતું. તે સંબંધ કહે છે કેશ્રેણિક નૃપનો પુત્ર કોણિક શ્રમણભગવાન્ મહાવીરને પૂછતો હતો, તે આ પ્રમાણે-ભદંત! કામભોગને છોડ્યા સિવાય ચક્રવર્તીઓ મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ભગવાને કહ્યું કે સાતમી નરકભૂમિને વિષે. ત્યારે કોણિક બોલ્યો કે-હું ક્યાં ઉત્પન્ન થઈશ? સ્વામીએ કહ્યું કે-છઠ્ઠી નરકમાં. કોણિક બોલ્યો કે-હું સાતમીમાં કેમ નહિ? સ્વામીએ કહ્યું કે-સાતમીમાં ચક્રવર્તીઓ જાય છે. ત્યારે તે બોલ્યો કે-શું હું ચક્રવર્તી નથી? મારે પણ હસ્તિ વગેરે ચક્રવર્તી સમાન રત્નો છે. સ્વામીએ કહ્યું કે- તારી પાસે બીજાં રત્નો અને નિધાનો નથી. ત્યારે કૃત્રિમ રત્નો બનાવીને ભરતક્ષેત્ર સાધવાને પ્રવૃત્ત થયેલ તે કોણિક, કૃતમાલ નામના યક્ષ વડે તમિસ્રા ગુફાના દ્વાર પાસે મરાયો અને છઠ્ઠી નરકમાં ગયો. ૪. 'નિસ્સાવાળ' ત્તિ નિશ્રા વડે જે વચન તે નિશ્રવચન. કોઈ પણ સુશિષ્યને અવલંબીને બીજાને બોધ કરવા માટે જે વચન તે નિશ્રાવચન છે. તે જેમાં વિધેયપણાએ કહેવાય છે તે આહારણનિશ્રાવચન છે. વિનયસંપન્ન અન્ય શિષ્યને અવલંબીને નહિં સહન કરનાર શિષ્યો પ્રત્યે કિંચિત્ કહે. જેમ ગૌતમસ્વામીને આશ્રયીને ભગવાને કહેલ છે તેમ તે આ પ્રમાણે–દીક્ષિત તાપસાદિને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયે છતે અને પોતાને કેવળજ્ઞાનની , ઉત્પત્તિ ન થવાથી અધર્યવાળા ગૌતમને ભગવાને કહ્યું કે, ગૌતમ! તું ઘણા કાળથી (સ્નેહ વડે) સંશ્લિષ્ટ (જોડાએલો) છે, ચિરકાળનો પરિચિત છે, તું અધર્ય ન કર ઇત્યાદિ વચનના સમૂહ વડે અનુશાસન કરનાર ભગવનદ્વારા બીજાઓ પણ 436

Loading...

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520