Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 465
________________ ४ स्थानकाध्ययने उद्देशः ४ क्रियावाद्याः ३४५ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ પ્રમાણે જ આત્મા પ્રત્યે સ્તંભ અને કુંભાદિને જોઈને તેનાથી જુદી વસ્તુમાં જ આત્મબુદ્ધિ પ્રવર્તે છે. આ હેતુથી જે આત્માનું સ્વરૂપ છે તે પરતઃ (બીજાથી) જ નિશ્ચય કરાય છે પણ સ્વતઃ નહિ. અહિં નિત્ય પદનો ત્યાગ ન કરવા વડે આ દશ વિકલ્પો છે. એવી રીતે અનિત્ય પદ વડે પણ દશ વિકલ્પો થાય છે, એમ વીશ વિકલ્પો જીવ પદાર્થ વડે પ્રાપ્ત થાય છે. બીજા અજીવ વગેરે આઠ પદોને વિષે પણ એવી રીતે જ દરેક પદમાં વીશ વિકલ્પો થાય છે-આ કારણથી વીશને નવગુણા કરવાથી એક સો એંશી ભેદો ક્રિયાવાદીઓના થાય છે. આ વિકલ્પો એકૅકમાં શીલાંગ (ના ભેદ) ની જેમ પ્રાપ્ત થતા નથી. - અક્રિયાવાદીઓના તો ચોરાશી ભેદો જાણવા. તેની સ્થાપના આ પ્રમાણે–પુણ્ય અને પાપ સિવાય શેષ જીવાદિ સાત પદાર્થનો તેમજ ઉપન્યાસ કરવો. જીવપદની નીચે સ્વ અને પરરૂપ બે વિકલ્પનો ઉપન્યાસ કરવો. આત્માના 'અસત્ત્વ (અવિદ્યમાનપણા) થી નિત્ય અને અનિત્ય ભેદનું સ્થાપન નથી. કાલ વગેરે પાંચ પદોને વિષે છઠ્ઠી યદચ્છા સ્થપાય છે. અનિચ્છાપૂર્વક પદાર્થની પ્રાપ્તિ તે યદચ્છા. ત્યાર બાદ વિકલ્પોનો અભિશાપ આ પ્રમાણે–"નાસ્તિ નીવઃ સ્વતઃ #ાતઃ'-જીવ સ્વતઃ અને કાલતઃ નથી–આ એક વિકલ્પ. એવી રીતે ઈશ્વરાદિ વગેરે યદચ્છા પયત પદો વડે બધા મળીને છ વિકલ્પો થાય છે. તથા “જીવ પરતઃ અને કાલતઃ નથી” આ છ વિકલ્પ, એકંદર બાર વિકલ્પો જીવ પદથી થયા. એવી રીતે અજીવાદિ શેષ છ પદોને વિષે પણ દરેકના બાર વિકલ્પો થાય છે. એમ બારને સાતગુણા કરવાથી ચોરાશી વિકલ્પો નાસ્તિકોના થાય છે. અજ્ઞાનિકોના તો સડસઠ વિકલ્પો થાય છે, તે આ પ્રમાણે જાણવા તેની સ્થાપનામાં જીવ, અજીવ વગેરે નવ પદાર્થોને પૂર્વની માફક ક્રમશઃ સ્થાપીને છેવટમાં ઉત્પત્તિ પદ સ્થાપીને જીવાદિ પદની નીચે સંતું વગેરે સાત પદો સ્થાપવા, તે આ પ્રમાણે-૧, સત્ત્વ, ૨. અસત્ત્વ, ૩. સદસત્ત્વ, ૪. અવાચ્યત્વ, ૫. સદવાચ્યત્વ, ૬. અસદવાચ્યત્વ અને ૭. સદસદવાચ્યત્વ. તેથી આ જીવાદિ નવ પદને સત્ત્વ વગેરે સાત પદો વડે ગુણવાથી ત્રેસઠ વિકલ્પો થાય છે. ઉત્પત્તિના તો પ્રથમના જ ચાર વિકલ્પો ૧. સત્ત્વ, ૨. અસત્ત્વ, ૩. સદસત્ત્વ અને ૪. અવાચ્યત્વ–આ ચાર વિકલ્પો –શઠ વિકલ્પોમાં ઉમેરવાથી સડસઠ થાય છે. વિકલ્પનો અભિશાપ આ પ્રમાણે–જીવ વિદ્યમાન છે એમ કોણ જાણે છે? અથવા તેને જાણવા વડે શું? આ એક વિકલ્પ. એવી રીતે અસત વગેરે પદો પણ કહેવા. વળી “ભાવોની ઉત્પત્તિ ૧ છતી છે એમ કોણ જાણે છે? અથવા એને જાણવા વડે શું? એવી રીતે ૨ અછતી, ૩ છતી–અછતી અને ૪ અવક્તવ્ય ઉત્પત્તિ છે એમ કોણ જાણે છે? અથવા એને જાણવા વડે શું? સત્ત્વાદિ સપ્તભંગીનો આ પ્રમાણે અર્થ છે-૧. સ્વરૂપમાત્રની અપેક્ષાએ વસ્તુનું વિદ્યમાનપણું છે. ૨.પરરૂપમાત્રની અપેક્ષાએ 'અસત્ત્વ-અવિદ્યમાનપણું છે. ૩. વળી ઘટ વગેરે દ્રવ્યના એક દેશરૂપ ગ્રીવાદિના સદુભાવપર્યાયરૂપ ગ્રીવાત્વાદિ વડે વિશેષિત ઘટનું વિદ્યમાનપણું હોવાથી તથા ઘટાદિ દ્રવ્યના અપર બુક્નાદિ દેશનેજ અસદ્ભાવપર્યાયરૂપ વૃત્તત્વાદિ વડે અથવા પરગત (બીજામાં રહેલ) પર્યાય વડે જ વિશેષિત ઘટનું અવિદ્યમાનપણું હોવાથી વસ્તુનું સદસત્પણું છે. ૪. સમસ્ત અખંડિત જ ઘટાદિ વસ્તુને અર્થાન્તરભૂત (ભિન્નરૂપ) પટાદિ પર્યાયો વડે અને પોતાના ઊર્ધ્વ, કુંડલ, ઓઝ, આયત (દીર્ઘ), વૃત્ત અને ગ્રીવાદિ પર્યાયો વડે યુગપતુ વિવક્ષિત વસ્તન સત્ત્વ કે અસત્ત્વ વડે કહેવા માટે “અશક્ય હોવાથી તે ઘટાદિ દ્રવ્યનું અવક્તવ્યપણું છે. ૫. સદ્ભાવપર્યાય વડે આદેશ (વિવક્ષા) કરાયેલ ઘટાદિ દ્રવ્યના એક દેશનું સત્ત્વ હોવાથી અને અપર (બીજા) દેશનું સ્વપરપર્યાયો વડે યુગપત્ વિવક્ષિત કરવાથી સત્ત્વ વડે કે અસત્ત્વ વડે કહેવા માટે અશક્ય હોવાથી ઘટાદિ દ્રવ્યનું સર્ભવક્તવ્યપણું છે અર્થાત્ એક દેશમાં સત્પણું છે અને અન્ય દેશમાં અવક્તવ્યપણું છે. ૬. તે જ ઘટાદિ દ્રવ્યના એક દેશનું પરપર્યાય વડે વિશેષિત કરાયેલ ઘટનું અસત્પણું હોવાથી અને અપરદેશનું સ્વપરપર્યાયથી યુગપત્ વિવક્ષિત કરવા વડે તેમજ કહેવાને - 1. અક્રિયાવાદીઓ આત્માનું અસ્તિત્વ માનતા નથી તેથી નિત્ય-અનિત્ય પદનું સ્થાપન નથી. 2. ઘટ વસ્તુ મૃત્તિકાદિ સ્વરૂપ વડે સત્ છે. 3. વસ્ત્રાદિ પરરૂપની અપેક્ષાએ ઘટનું અસત્પણું છે. 4. ઘટાદિ દ્રવ્યમાં સત્ત્વ અને અસત્ત્વ એક સમયમાં વિદ્યમાન છે અને વચન વડે એક અક્ષરનો ઉચ્ચાર કરતાં અસંખ્ય સમય લાગે માટે અવ્યક્તવ્ય છે. – 453

Loading...

Page Navigation
1 ... 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520