Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 443
________________ ४ स्थानकाध्ययने उद्देशः ३ आहरणभेदाः ३३८ सूत्रम् श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ પત્રો કિશલયોને બોધ આપે છે. (૧૯૩) અથવા ઉપમાન માત્ર દષ્ટાંત-કોમળ પત્રની જેમ સુકુમાર હાથ છે, ઇત્યાદિવત્ અથવા જ્ઞાત-ઉપપત્તિ માત્ર દૃષ્ટાંતનો હેતું હોય છે. શા માટે યવ ખરીદો છો? મફત નથી મળતા માટે ખરીદીએ છીએ ઇત્યાદિ અનેક પ્રકારો છે, તે પણ સાધ્યને જણાવવારૂપ દષ્ટાંત, ઉપાધિના ભેદથી ચાર પ્રકારે સૂત્રકાર બતાવે છે-૧. ‘આ’ અભિવિધિ (વ્યામિ) વડે 'ક્રૂિયતે' અપ્રતીત અર્થ જેના વડે પ્રતીતિમાં લઈ જવાય છે તે આહરણ, જેમાં સામુદાયિક જ દાતિક અર્થ લેવાય છે. જેમ પાપ દુઃખને માટે છે, બ્રહ્મદત્ત ચક્રીની માફક. તથા ૨. 'ત'–આહરણના અર્થનો દેશ (વિભાગ) તે તદેશ, ઉપચારથી તે દેશરૂપ આહરણ છે. પ્રાકૃતશૈલીથી “આહરણ' શબ્દનો પૂર્વ નિપાત કર્યો છતે મૂલમાં) આહરણતદેશ છે. અહિં તાત્પર્ય એ છે કે-જ્યાં દષ્ટાંતરૂપ અર્થના દેશ વડે જ દાખતિક અર્થનો ન્યાય મેળવાય છે તે તદેશોદાહરણ છે. જેમ આ રીનું ચંદ્ર જેવું મુખ છે. અહિં ચંદ્રને વિષે સૌમ્યત્વ લક્ષણ વડે જ દેશથી મખનો ન્યાય મેળવવો. પરંત નેત્ર તથા નાસિકાનું રહિતપણું તેમજ કલંકાદિરૂપ અનિષ્ટ વડે નહિં. ૩. તે આહરણ સંબંધી સાક્ષાત્ અથવા પ્રસંગથી પ્રાપ્ત થતો દોષ તે તદ્દોષ, તે આ પ્રમાણે-ધર્મને વિષે ધર્મનો ઉપચાર કરવાથી તદોષઆહરણ છે. અહિં પ્રાકૃત શૈલીથી આહરણ શબ્દનો પૂર્વ નિપાત કરવાથી ‘સૂત્રમાં આહરણતદોષ પ્રયોગ થયેલ છે અથવા 'ત' આહરણ સંબંધી દોષ છે જેમાં તે આહરણતદોષ, બીજું તેમજ જાણવું. અહિં ભાવાર્થ આ પ્રમાણે છે-સાધ્યનું વિકલપણું (અયોગ્યત્વ) વગરે દોષથી જ દુષ્ટ છે તે તદોષઆહારણ. જેમ ઘટની માફક અમૂર્તપણાથી શબ્દ નિત્ય છે. અહિં સાધ્ય અને સાધનની વિકલતા નામનો દષ્ટાંતોષ છે. વળી જે અસભ્ય વગેરે વચનરૂપ છે તે પણ તદોષહરણ છે. જેમ હું સર્વથા અસત્યનો પરિહાર કરું છું-ગુરુના મસ્તકને કાપવાની માફક, અથવા સાધ્યની સિદ્ધિને કરતો થકો પણ અન્ય દોષને લાવે છે તે પણ તદોષાહરણ. જેમ કે-લૌકિક મુનિઓ સત્ય ધર્મને ઇચ્છે છે પણ : 'वरं कूपशताद्वापी वरं वापीशतात् क्रतुः। वरं क्रतुशतात् पुत्रः सत्यं पुत्रशताद्वरम् ॥१९४।। [नारद० १।२१२ त्ति] સો કૂવાથી એક વાવડી સારી, સો વાવડીથી એક યજ્ઞ શ્રેષ્ઠ, સો યજ્ઞથી એક પુત્ર શ્રેષ્ઠ અને સો પુત્રથી એક સત્ય શ્રેષ્ઠ છે. (૧૯૪) ( આ પ્રમાણે નારદની માફક બોલે છે. આવા વચન વડે શ્રોતાને પ્રાયઃ સંસારના કારણભૂત પુત્ર, યજ્ઞ વગેરેને વિષે ધર્મની પ્રતીતિ બતાવેલી છે તેથી આહરણતદોષતા છે. વળી જેમ કોઈ પણ બુદ્ધિમાન પુરુષ કહે કે-સશિવેશ રચના વિશેષવાળું હોવાથી ઘટની માફક આ જગત કરાયેલું છે અને તેના કર્તા ઈશ્વર છે. ઉક્ત વાક્ય વડે જે તે વિવક્ષિત ઈશ્વર બુદ્ધિમાન કુંભાર તુલ્ય અનીશ્વર પુરુષવિશેષ સિદ્ધ થાય છે. ૪. વાદીએ સ્વસમ્મત અર્થના સાધન માટે વસ્તુનો ઉપન્યાસ (સ્થાપન) કર્યું છતે તેના ખંડન માટે પ્રતિવાદદ્વારા જે વિરુદ્ધ અર્થનો ઉપનય કરાય છે અથવા પૂર્વપક્ષના સ્થાપનમાં જે ઉત્તરરૂપ ઉપનય તે ઉપન્યાસોપનય કેવળ ઉત્તરરૂપ યુક્તિ માત્ર છતાં પણ દષ્ટાંતનો ભેદ છે; કારણ જ્ઞાત-દષ્ટાંતનો હેત હોય છે. જેમકે-આત્મા અમૂર્તપણાથી આકાશની માફક અકર્તા છે, એમ કહ્યું છતે અન્ય કહે છે આકાશની માફક આત્મા અભોક્તા પણ થશે અને અભોસ્તૃત્વ (અભોક્તાપણું) તેમને પણ ઈષ્ટ નથી. વળી પ્રાણીનું અંગ હોવાથી ઓદન (ભાત) વગેરેની માફક માંસનું ભક્ષણ દોષ રહિત છે. અહિં અન્ય કહે છે કે-ઓદન વગેરેની માફક સ્વ-પોતાના પુત્ર વગેરેનું માંસભક્ષણ પણ નિર્દોષ થશે. વળી ઋષભદેવ વગેરેની જેમ સંગ રહિત મુનિઓ વસ્ત્ર અને પાત્ર વગેરેના સંગ્રહને કરતા નથી. અહિં કહે છે કે-કમંડલ વગેરે પણ તેઓ વસ્ત્રાદિની માફક ગ્રહણ કરતા નથી. શા માટે તે કાર્ય કરે છે? ધનની ઇચ્છાવાળો છું માટે. અહિં પહેલું આહરણ નામનું 1. અજમેષસહસ્તં સત્યં જ તુના પૃતના અશ્વમેષસહસ્ત્રનુ સત્યમેવ વિશિષ્યતે રાર // વરંજૂ૫ તા.... IIરારજરાતિ નાર કૃતી | 2. આ સાંખ્ય મત છે. તેઓ આત્માને કર્તા માનતા નથી પણ ભોક્તા માને છે. 3. નિર્દય એવા પશુવધાદિને કરનાર વામમાર્ગી વગેરેનો મત છે. 4. આ દિગંબરનો મત છે. તેઓ વસ્ત્રાપાત્રાદિ ઉપકરણને માનતા નથી. 431

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520