Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 424
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ३ मातापित्रादिसमाः श्रावकाः, वीरश्रावकदेवत्वं, देवागमानागमकारणानि ३२१-३२३ सूत्राणि સારરૂપ માનતો નથી, એનું મને પ્રયોજન નથી, એમ નિશ્ચય કરે છે અને મને મળો' એમ નિયાણું કરતો નથી અર્થાત્ મનુષ્યવિષયક કામ ભાગોમાં હું રહું એમ વિચારતો નથી, ૨. દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ, દિવ્ય કામભોગને વિષે મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને આસક્ત થયેલ તેને મનુષ્યના ભવ સંબંધી માતાપિતાદિ ઉપરના પ્રેમનો અભાવ થાય છે અને દેવ સંબંધી પ્રેમનો સંક્રમ-પ્રવેશ થાય છે, ૩. દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ, દિવ્ય કામભોગને વિષે મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને આસક્ત થયેલ, તેને એમ વિચાર થાય છે કે-હમણાં જાઉં છું, આ નાટક જોઈને મુહૂર્તમાં જાઉં છું પરંતુ એક દિવ્ય નાટક જોતાં બે હજાર વર્ષ ચાલ્યા જાય છે તેટલા કાળમાં અલ્પ આયુષ્યવાળા તેના સંબંધી મનુષ્યો કાળધર્મ સંયુક્ત થાય છે અર્થાત્ મરણ પામે છે, ૪. દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ, દિવ્ય કામભોગને વિષે મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત અને આસક્ત થયેલ તેને મનુષ્યલોક સંબંધી ગંધ, દિવ્ય ગંધથી વિપરીત અને ઇંદ્રિયાદિને અમનોજ્ઞ થાય છે. ઊંચે પણ મનુષ્યલોક સંબંધી ગંધ ચારસો પાંચસો યોજન પર્યત દેવને આવે છે. આ જણાવેલ ચાર કારણ વડે દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ મનુષ્યલોકમાં આવવા માટે ઇચ્છે છે છતાં શીવ્ર આવવા માટે સમર્થ થતો નથી. ચાર કારણો વડે દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ, મનુષ્યલોકમાં શીધ્ર આવવા માટે ઇચ્છે છે અને આવવા માટે સમર્થ પણ થાય છે, તે આ પ્રમાણે–૧. દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ, દિવ્ય કામભોગને વિષે અમૂચ્છિત, અમૃદ્ધ, અગ્રથિત અને અનાસક્ત એવા તે દેવને આ પ્રમાણે વિચાર થાય છે કેમનુષ્યભવને વિષે મારા આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, ગણધર અથવા ગણાવચ્છેદક છે, જેના પ્ર મેં આવા પ્રકારની પ્રત્યક્ષ દિવ્ય દેવ સંબંધી, ઋદ્ધિ, દેવ સંબંધી કાંતિ, પૂર્વે ઉપાર્જી, હમણાં પ્રાપ્ત કરી, ભોગ્ય અવસ્થાને સન્મુખ આવી માટે હું જાઉં, તે ભગવંતો પ્રત્યે વંદન કરું યાવત્ પર્યાપાસના (સેવા) કરું, ૨. દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ યાવતું અનાસક્ત તેને એવો વિચાર થાય છે કે આ મનુષ્યભવમાં વર્તતા જ્ઞાની, તપસ્વી અથવા અતિ દુષ્કરકારક (બ્રહ્મચર્યાદિ ક્રિયાને કરનાર) છે તે કારણથી હું ત્યાં જાઉં, તે ભગવંતોને વંદન કરું યાવત્ સેવા કરું. ૩. દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ યાવત્ અનાસક્ત તેને એવો વિચાર થાય છે કે-મનુષ્યભવને વિષે મારી માતા અથવા યાવત્ પુત્રવધૂ છે તેથી ત્યાં જાઉં અને તેની પાસે પ્રગટ થાઉં, તે માતા વગેરે મારી આવા પ્રકારની દેવ સંબંધી, પૂર્વભવમાં મેળવેલ, વર્તમાનભવમાં પ્રાપ્ત થયેલી અને ભોગનાં સન્મુખ આવેલી દિવ્ય, દેવની ઋદ્ધિ અને દિવ્ય દેવની કાંતિને જુઓ, ૪. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ યાવતું અનાસક્ત તેને એવો વિચાર થાય છે કે-મનુષ્યભવને વિષે મારા મિત્ર, સખા, સુહૃદ (સ્વજન), સહાયક અથવા સાંગતિક (અતિપરિચિત) છે તેઓનો અને અમારો પરસ્પર સંકેત કરાયેલ છે. અર્થાત્ કબૂલાત આપેલ છે કે-આપણામાંથી દેવલોકથી જે પ્રથમ અને તેને પાછળ રહેલા દેવે પ્રતિબોધ આપવો (મેતાર્યની જેમ). આ પ્રમાણે ચાર કારણો વડે દેવ શીધ્ર મનુષ્યલોકમાં આવવા માટે સમર્થ થાય છે. ૩૨૩ (ટી) સમ્માપિફસમાન'–૧. માતાપિતા સમાન, કેમ કે ઉપચાર વિના-સાધુએ કહ્યા સિવાય પણ સાધુઓને વિષે એકાંતે વાત્સલ્યભક્તિભાવવાળા હોય છે, ૨. તત્ત્વના વિચાર વગેરેમાં કઠણ વચન વડે અપ્રીતિને લઈને અલ્પતર પ્રેમ હોય છે પરંતુ તથા પ્રકારના પ્રયોજનને વિષે તો અત્યંત વાત્સલ્યવાળા હોવાથી ભાઈ સમાન છે, ૩. ઉપચાર સહિત વચન વગેરે વડે પ્રીતિની ક્ષતિ (નાશ) થવાથી અને તે પ્રીતિનો નાશ થયે છતે આપદાના સમયમાં પણ ઉપેક્ષા કરનાર હોવાથી મિત્ર સમાન છે અને ૪. જેણીનો સમાન-(બન્નેનો એક) પતિ છે તે સપત્ની. જેમ શોક્ય પોતાની શોક્ય પ્રત્યેની ઈર્ષ્યાને લઈને તેના છિદ્રોને જુએ છે એમ જે શ્રાવક સાધુઓને વિષે દૂષણ જોવામાં તત્પર હોય અને ઉપકાર કરનારો ન હોય તે સપત્ની (શોક્ય) સમાન કહેવાય છે. 'મા' ત્તિ ૧. જે શ્રાવક સાધુઓદ્વારા વર્ણન કરાતા ઉત્સર્ગ અને અપવાદાદિ આગમના ભાવોને યથાવત્ જેમ છે તેમ ગ્રહણ કરે છે અર્થાત્ સમીપમાં રહેલા પદાર્થોને જેમ અરીસો ગ્રહણ કરે છે તેમ જે (તત્ત્વને) ગ્રહણ કરે છે તે આદર્શ સમાન, 412

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520