________________
४ स्थानकाध्ययने उद्देशः २ महाप्रतिपदः २८५-२८८ सूत्राणि
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ શરૂઆતથી મહોત્સવની સમાપ્તિ પર્યત સ્વાધ્યાય ન કરવો જોઈએ અને તે મહોત્સવ પૂર્ણિમા પર્યત જ સમાપ્ત થાય છે. પ્રતિપદાઓ તો ક્ષણની અનુવૃત્તિ વડે વર્જાય છે, અર્થાત્ પૂર્ણિમામાં પ્રતિપદાનો સ્વલ્પ કાલનો સંભવ હોવાથી પ્રતિપદા વર્જવા યોગ્ય છે કહ્યું છે કેआसाढी इंदमहो, कत्तिय सुगिम्हए य बोद्धव्वो [व्वे] । ए महामहा खलु, सव्वेसिं जाव पाडिवया ॥१०७॥
[માવનિ ૧૨ 7િ) આષાઢી પૂર્ણિમા, આશ્વિન પૂર્ણિમા, કાર્તિક પૂર્ણિમા, સુગ્રીષ્મની ચૈત્રમાસની પૂર્ણિમા જાણવી. એ એ મહામહોત્સવો છે એ સર્વેની પ્રતિપદા પણ અસ્વાધ્યાયમાં જાણવી. (૧૦૭)
અકાલમાં સ્વાધ્યાય કર્યો છતે આ પ્રમાણે દોષો થાય છે– सुयणाणमि अभत्ती, लोगविरुद्धं पमत्तछलणा य । विज्ञासाहणवेगुनधम्मया एव मा कुणसु ॥१८॥
[વનિ ?િ૪૨૨ 7િ] શ્રુતજ્ઞાનની અભક્તિ-વિરાધના થાય છે તથા લોકવિરુદ્ધ થાય છે, કેમ કે લૌકિકમાં પણ રજસ્વલા પ્રસંગમાં અને ગુમડા વગેરેના પ્રસંગમાં દેવપૂજન વગેરે કાર્યો કરતા નથી તથા પ્રમાદી મુનિને સમીપ ક્ષેત્રવાસી દેવો છળે છે. જેમ વિદ્યાના સાધનથી વિરુદ્ધ સામગ્રી વડે વિદ્યાં સફળ થતી નથી તેમ અકાળે સ્વાધ્યાય કરવાથી શ્રુતજ્ઞાન પણ સફળ થતું નથી; માટે છે શિષ્ય! તું અકાલમાં સ્વાધ્યાય ન કર. (૧૦૮).
સૂર્યોદય ન થયે છતે પહેલી સંધ્યા, સૂર્ય અસ્ત પામવાના સમયમાં તે પશ્ચિમી સંધ્યા. હમણાં કહેલ સૂત્રથી વિરુદ્ધ સૂત્ર (સ્વાધ્યાય કરવાના સમયનું સૂત્ર) સ્પષ્ટ છે, વિશેષ એ કે—'પૂવષે અવળે' રિ૦ દિવસના પહેલા અને છેલ્લા પ્રહરમાં gો પત્ત' ત્તિ રાત્રિના પહેલા અને છેલ્લા પ્રહરમાં. ર૮પા
સ્વાધ્યાયમાં પ્રવર્તેલાને લોકની સ્થિતિનું પરિજ્ઞાન થાય છે, માટે લોકની સ્થિતિનું પ્રતિપાદન કરતાં થકાં કહે છે કે'રબ્રિટે ત્ય િક્ષેત્રલક્ષણ લોકની સ્થિતિવ્યવસ્થા તે લોકસ્થિતિ. આકાશને આધારે ઘનવાન અને તનુવાતસ્વરૂપ વાયુ રહેલ છે. ઉદધિ-ધનોદધિ. પૃથિવી એટલે રત્નપ્રભા વગેરે. ત્રસા–દ્વીંદ્રિય વગેરે ત્રસ જીવો. વળી રત્નપ્રભાદિ પૃથિવીને વિષે જે નથી રહેલા તે પણ વિમાન અને પર્વતાદિ પૃથિવીને વિષે રહેલા હોવાથી પૃથિવીમાં જ રહેલા છે. વિમાન સંબંધી પૃથિવીઓનું આકાશ વગેરેમાં રહેવાપણું જેમ ઘટી શકે તેમ જાણવું, અથવા અહિં વિમાન વગેરેમાં રહેલ દેવ પ્રમુખ ત્રસોની વિવલાં નથી અને સ્થાવર જીવો તો અહિં બાદર વનસ્પતિ વગરે ગ્રહણ કરવા યોગ્ય છે, કારણ કે સૂક્ષ્મ જીવોનું તો સમગ્ર લોકમાં રહેવાપણું છે. શેષ સુગમ છે. ll૨૮૬ll
હમણાં જ ત્રસ પ્રાણીઓ કહ્યા, હવે ત્રસ પ્રાણીવિશેષના સ્વરૂપને ચતુર્ભગીરૂપ ચાર સૂત્રો વડે બતાવે છે–આ ચાર સૂત્રો સરળ છે. વિશેષ એ કે–ત' ત્તિ –સેવક છતો જેમ આદેશ કરાય છે તેમ જે પ્રવર્તે છે તે તથા–સ્વીકારનાર ૧, બીજો સેવક તો આદેશ પ્રમાણે કરતો નથી પરંતુ બીજી રીતે કરે છે તે નોતથ ૨. વળી ‘સ્વસ્તિ’ એમ કહેનાર અથવા સ્વસ્તિ કહીને આજીવિકા મેળવે છે તે સૌવસ્તિક (પ્રાકૃતપણાથી “ક” નો લોપ અને દીર્ઘપણું પ્રાપ્ત થવાથી “સોવત્થી') માંગલિકને બોલનાર માગધ વગેરે તૃતીય ૩, એ ત્રણેને આરાધ્યાપણાએ પ્રધાન-સ્વામી તે ચતુર્થ ભંગ ૪. 'માયંતરે' ઉત્ત—પોતાના ભવનો અંત કરે છે તે આત્માંતકર પરંતુ બીજાના ભવનો અંત કરતો નથી તે ધર્મદેશનાને નહિં કહેનાર પ્રત્યેકબુદ્ધ વગેરે ૧, તથા માર્ગને પ્રવર્તાવવા વડે બીજાના ભવનો અંત કરે છે તે પરાંતકર પરંતુ પોતાના ભવનો અંત કરતો નથી તે અચરમશરીરી આચાર્ય વગેરે ૨, ત્રીજા ભાંગાવાળા તીર્થકર અથવા અન્ય-ચરમશરીરી આચાર્ય વગેરે ૩, અને ચોથા ભાંગાવાળા દુષ્પમ કાલના 1. આધિન શુક્લ પંચમીના મધ્યાહ્ન પછીથી આરંભી ગુજરાતી આધિન વદિ એકમ પયંત સ્વાધ્યાય ન કરવો. ચૈત્ર માસમાં પણ એ પ્રમાણે જાણવો, એમ દીપિકાકાર કહે છે.
357