________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः २ नामसत्यादिआजीविकतपःसंयमः ३०८-३१० सूत्राणि પ્રમાણવાળી અને અર્ધકુંભવાળા મુક્તાફળવાળી છે તેવી માળાઓ વડે (તે માળાઓ) સર્વતઃ–સર્વ દિશાઓમાં વીંટાયેલી છે. ચૈત્ય-સિદ્ધાયતનની નજીક રહેલા સ્તૂપો તે ચૈત્યસ્તૂપો અથવા ચિત્તને આહ્માદક હોવાથી ચૈત્યોવાળા સ્તૂપો તે ચૈત્યસ્તૂપો. “સપૂર્યનિષ:' પદ્માસને બેઠેલી જિનપ્રતિમાવાળા, એવી રીતે ચૈત્યવૃક્ષો પણ જાણવા. તેની પછી મહેન્દ્રા'–સિદ્ધાંતની ભાષા વડે અતિશય મોટા એવા ધ્વજો તે મહેંદ્રધ્વજો અથવા શક્રાદિ મોટા ઇદ્રના ધ્વજોની જેવા ધ્વજો તે મહેંદ્રધ્વજો. તેના પછી બધીય શાશ્વતી પુષ્કરિણીઓ સામાન્યથી નંદા કહેવાય છે. તે પુષ્કરણીઓની ફરતું 'સત્તપન્નવ' રિ૦ સપ્તચ્છદવન જાણવું. 'તિસોવાળપડિવ’ ત્તિ તે વાવોમાં નીકળવા અને પ્રવેશ કરવા માટે દિશાઓમાં ત્રણ-ત્રણ પગથિયાની પંક્તિઓ છે. તે વાવોની અંદર રૂપા (ચાંદી) મય હોવાથી દહીંની જેમ શ્વેત મુખ-શિખર છે જેઓના તે દધિમુખ પર્વતો જાણવા. કહ્યું છે કેसंखदलविमलनिम्मलदहिघण-गोखीर-हारसंकासा । गगणतलमणुलिहता, सोहंते दहिमुहा रम्मा ।।१६६।।
દિલીપસી ૧૦ ]િ. મલ રહિત શંખદલ, નિર્મલ દહીં, ગાયનું ઘાટું દૂધ અને મોતીના હાર જેવા ઊજળા અને જાણે ગગનતલને સ્પર્શીને રહેલા હોય તેવા મનોહર દધિમુખ પર્વતો શોભે છે. (૧૬)
અંજનગિરિના બહુમધ્યદેશભાગમાં ઈશાન વગેરે કોણમાં રતિને કરનારા હોવાથી ચાર ચાર રતિકર પર્વતો કહેવાય છે. તે પર્વતો પાસે કૃષ્ણાદિ ઇંદ્રાણીઓની ક્રમશઃ રાજધાનીઓ છે, તેમાં દક્ષિણ વિભાગરૂપ લોકાર્બનો નાયક શૉંદ્ર હોવાથી અગ્નિ અને નૈઋતકોણમાં રહેલ બે રતિકર પર્વતો પાસે શકેંદ્રની ઇદ્રાણીઓની રાજધાનીઓ છે. ઉત્તર વિભાગરૂપ લોકાર્બનો સ્વામી ઈશાનેંદ્ર હોવાથી વાયવ્ય અને ઈશાન કોણમાં રહેલ તે પર્વતોની પાસે ઈશાનેંદ્રની ઇદ્રાણીઓની રાજધાનીઓ છે. એમ જ નંદીશ્વર દ્વીપમાં અંજનક પર્વત પર ચાર અને દધિમુખ પર્વતો પર સોળ મળીને વીશ જિનાલયો છે. આ જિનાલયોમાં ચાતુર્માસિક પ્રતિપદાઓને વિષે, સાંવત્સરિકોને વિષે અને બીજા ઘણા તીર્થકરના જન્મ (કલ્યાણક) વગેરેના પ્રસંગરૂપ દેવકાર્યોમાં સમુદાય સહિત દેવો અષ્ટાહ્નિકા (અઠ્ઠાઈ) મહોત્સવો કરતા થકા સુખપૂર્વક વિચરે છે, એમ 'નીવામામ સૂત્રમાં કહ્યું છે. બીજા પણ તથા પ્રકારના સિદ્ધાયતનો હોય તો વિરોધ જેવું નથી. વિજયનગરીમાં જેમ સિદ્ધાયતનો છે તેમ કહેલ રાજધાનીઓમાં પણ સિદ્ધાયતનો સંભવે છે. વળી પંચદશસ્થાનોદ્ધાર નામના ગ્રંથમાં કહ્યું છે કે
सोलस-दहिमहसेला. कंदामलसंखचंदसंकासा । कणयनिमा बत्तीसं.रइकरगिरि बाहिरा तेसि ॥१६७।।
સોળ દધિમુખ પર્વતો શ્વેત મચકુંદ પુષ્પ, નિર્મળ શંખ અને ચંદ્ર સદેશ ધોળા છે. તેની બહાર બે બે વાવડીઓની વચમાં બહારના બે કોણની નજીકમાં સુવર્ણની કાંતિ જેવા બે બે રતિકર પર્વતો છે. સર્વ મળીને બત્રીશ રતિકર પર્વતો છે. (૧૬૭)
अंजणगाइगिरीणं, णाणामणिपज्जलंतसिहरेसु । बावनं जिणणिलया, मणिरयणसहस्स कूडवरा ॥१६८॥
અંજનક વગેરે પર્વતોના વિવિધ મણિઓ વડે કાંતિવાળા શિખરોને વિષે બાવન જિનગૃહો છે, તે મણિરત્નમય હજાર યોજન ઊંચા શિખરોવાળા છે. (૧૬૮) તત્ત્વ તો બહુશ્રુત જાણે. ll૩૦૭ll
આ બધુંય જણાવેલ વર્ણન જિનેશ્વરોએ કહેલું હોવાથી સત્ય છે માટે સત્યના સંબંધને લઈને સત્યનું સૂત્ર દર્શાવતાં કહે છે કે चउव्विहे सच्चे पन्नत्ते, तंजहा–णामसच्चे, ठवणसच्चे, दव्वसच्चे, भावसच्चे ॥ सू० ३०८।। 1. तत्थ णं बहवे भवणवइ-वाणमंतर-जोइसिय-वेमाणिया देवा तिहिं चाउमासिएहिं पज्जोसवणाए य अट्टविहाओ य महिमाओ करेंति,
अनेसु च बहुसुं जिणजम्मण-निक्खमण-नाणुप्पाद-परिनिव्वाणमादिएसु एव कज्जेसु देवसमितीसु य देवसमवाएसु य देवसमुदएसु य समुवागता समाणा पमुदितपक्कीलिता अट्ठाहियारूवाओ महामहिमाओ करेमाणा सुहंसुहेणं विहरंति। [जीवाभिगम ३, प्रतिपत्ती सूत्र २९४]
390.