Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 410
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ३ उदितोदितादिचतु भंगिका युग्मशूरचतुष्कं उच्चादिचतुष्कं ० लेश्याचतुष्कं ३१५-३१९ सूत्राणि વ્યાપારરૂપ ભારથી દબાયેલાને) આશ્વાસો–સાવદ્ય કાર્યને છોડવા વડે ચિત્તને આશ્વાસન–સ્વાસ્થ્યરૂપ વિશ્રામો છે, પરલોકથી ભય પામેલ મને આત્રાણ-શરણ છે એવા આ વિશ્રામો છે. તે શ્રાવક જિનાગમના પરિચયથી સ્વચ્છ બુદ્ધિ વડે આરંભ અને પરિગ્રહ એ બન્ને દુઃખની પરંપરાને કરનાર અને સંસારરૂપ કાંતારના કારણભૂત હોવાથી છોડવા યોગ્ય છે એમ જાણતો થકો ઇંદ્રિયરૂપ સુભટના વશથી આરંભ અને પરિગ્રહને વિષે પ્રવર્તતો છતો મહાન્ ખેદ, સંતાપ અને ભયને વહન કરે છે અને નીચે પ્રમાણે ભાવના ભાવે છે— हियए जिणाण आणा, चरियं मह एरिसं अउन्नस्स । एयं आलप्पालं, अव्वो दूरं विसंवयइ ॥ १७९ ॥ हयमम्हाणं नाणं, हयमम्हाणं मणुस्समाहप्पं । जे किल लद्धविवेया, वि चेट्टिमो बालबाल व्व ।।१८०।। મારા હૃદયમાં જિનેશ્વરની આજ્ઞા છતાં પણ પુણ્ય રહિત મારું ચરિત્ર-વર્તન તો આવું છે અર્થાત્ સંસાર સંબંધી વસ્તુ મને પ્રિય લાગે છે તો હવે શું વિશેષ કહું? આ આશ્ચર્ય છે, અત્યંત વિરોધ છે. અમારું સદ્ અસના વિવેકરૂપ જ્ઞાન હણાયું. અમારું મનુષ્ય સંબંધી માહાત્મ્ય હણાયું! નિશ્ચય વિવેકને પ્રાપ્ત થયા છતાં પણ નાની બાળીકાની જેમ અમે પ્રવૃત્તિને કરીએ છીએ. (૧૭૯–૧૮૦) ૧. જે અવસરમાં શીલ–સદાચાર વિશેષ અથવા બ્રહ્મચર્ય વિશેષ, વ્રત–સ્થૂલ પ્રાણાતિપાતનું વિરમણ વગેરે, બીજે સ્થળેતો શીલ એટલે પાંચ અણુવ્રત અને વ્રત–સાત શિક્ષાવ્રત કહેલ છે, પરંતુ ગુણવ્રતો વગેરેનું સૂત્રમાં સાક્ષાત્ ગ્રહણ જુદું કરવાથી અહિં તે વ્યાખ્યા કરી નથી. ગુણવ્રત દિશાવ્રત અને ઉપભોગપરિભોગવ્રતસ્વરૂપ છે તથા વિરમણ–અનર્થદંડની વિરતિના પ્રકારો અથવા રાગાદિની વિરતિઓ જાણવી. પ્રત્યાખ્યાન નવકારસી વગેરે, પૌષધ–અષ્ટમી વગેરે પર્વના દિવસોમાં ઉપવસન–આહારનો ત્યાગ તે પૌષધોપવાસ. (શીલાદિ બધાય પદોનો દ્વંદ્વ સમાસ છે) શીલ વગેરેને અંગીકાર કરે છે તે અવસ૨ને વિષે તેને એક વિશ્રામ કહેલ છે. ૨. જે અવસરમાં સાવઘયોગના ત્યાગપૂર્વક નિરવદ્ય યોગના સેવનરૂપ સામાયિકમાં જે વ્યવસ્થિત શ્રાવક હોય છે તે શ્રમણભૂત થાય છે. વળી દશે-દિશા પરિમાણવ્રત ગ્રહણ કરેલ શ્રાવકને દિશાના પરિમાણના વિભાગમાં અવકાશ–અવતાર વિષયક અવસ્થાન છે જે વ્રતને વિષે તે દેશાવકાશ તે જ દેશાવકાશિક અર્થાત્ દિશાવ્રતમાં ગ્રહણ કરેલ દિશાના પરિમાણને દરરોજ સંક્ષેપવારૂપ અથવા બધાય વ્રતોનું સંક્ષેપ કરવારૂપ વ્રતનું અનુપાલન કરે છે અર્થાત્ વ્રત ગ્રહણ કર્યા પછી અખંડ રીતે પાળે છે તે અવસરે પણ તેને એક વિશ્રામ કહેલ છે. ૩. ઉદ્દિષ્ટા–અમાવસ્યા પરિપૂર્ણઅહોરાત્ર પર્યંત ૧. આહારનો ત્યાગ, ૨. શરીરના સત્કારનો ત્યાગ, ૩. બ્રહ્મચર્યનું પાલન અને ૪. અવ્યાપાર–સાવદ્ય પ્રવૃત્તિના ત્યાગરૂપ ચાર ભેદયુક્ત પૌષધને કરે છે ત્યારે એક વિશ્રામ છે, ૪. જે અવસરે વળી પશ્ચિમ જ–છેલ્લી પરંતુ અમંગલના પરિહારને માટે 'અપશ્ચિમા એવી, મરણ જ અંત તે મરણાંત, તેમાં જે થયેલી તે મારણાંતિકી—તે અપશ્ચિમમારણાંતિક એવી, જેના વડે શ૨ી૨ અને કષાયાદિ કૃશ કરાય છે તે સંલેખના–તપવિશેષ તે અપશ્ચિમમારણાંતિક સંલેખનાની 'નૂસળ' ત્તિ॰ જોષણા–સેવારૂપ ધર્મ વડે 'નૃસિય' ત્તિ—સેવા ક૨ના૨ અથવા દેહને ખપાવનાર–શોષનાર તે જોષણા–જુષ્ટ, તથા ભક્તપાનનું પ્રત્યાખ્યાન કરેલ છે જેણે તે ભક્તપાનપ્રત્યાખ્યાત, પાદપ–વૃક્ષની માફક ઉપગત-નિશ્ચેષ્ટપણાએ રહેલ તે પાદપોપગત અર્થાત્ અનશન વિશેષને સ્વીકારેલ, કાલ–મરણના સમયને ન ઇચ્છતો થકો—તેમાં ઉત્સુક નહિં થયો થકો વિચરે છે–રહે છે. 1139811 चत्तारि पुरिसजाता पन्नत्ता, तंजहा - उदितोदिते णाममेगे, उदितत्थमिते णाममेगे, अत्थमितोदिते णाममेगे, अत्थमियत्थमिते णाममेगे । भरहे राया चाउरंतचक्कवट्टी णं उदितोदिते, बंभदत्ते णं राया चाउरंतचक्कवट्टी उदितत्थमिते, हरितेसबले णमणगारे णमत्थमिओदिते, काले णं सोयरिये अत्थमितत्थमिते ।। सू० ३१५।। - 1. પશ્ચિમ શબ્દ અમંગલરૂપ છે માટે અપશ્ચિમ શબ્દ કહેલ છે. 398

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520