Book Title: Sthanang Sutra Part 01
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

View full book text
Previous | Next

Page 420
________________ श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ ४ स्थानकाध्ययने उद्देशः ३ यान-युग्यसारथिप्रभृतिचतुर्भगीका ३२० सूत्रम् પુષ્પ રૂપસંપન્ન-મુંદરાકાર છે પણ ગંધસંપન્ન (સુગંધી) નથી-આવળના ફૂલની જેમ, બીજું ફૂલ બકુલના ફૂલની જેમ, ત્રીજું જાઈના ફૂલની જેમ અને ચોથું બોરડી વગેરેના ફૂલની જેમ. પુરુષ રૂપસંપન્ન-રૂપાળો અથવા સુવિહિત સાધુના રૂપવાળો ૧. જાતિ, ૨. કુલ, ૩. બલ, ૪. રૂપ, ૫. શ્રત, ૬, શીલ અને ૭. ચારિત્રલક્ષણ આ સાત પદોને વિષે બ્રિકસંયોગી એકવીશ ચોલંગી કરવી સુગમ છે. તે આ પ્રમાણે-જાતિ પદ સાથે કુલાદિથી ચારિત્રપદ પર્યત છ ચોભંગી, કુલ પદ સાથે બલાદિપદથી પાંચ ચોભંગી, બલપદ સાથે રૂપાદિ પદથી ચાર ચોભંગી, રૂપ પદ સાથે શ્રુતાદિથી ત્રણ ચોભંગી, શ્રુતપદ સાથે શીલ અને ચારિત્રથી બે ચોભંગી અને શીલપદ સાથે ચારિત્રપદથી એક ચોભંગી થાય છે.] આમળાની જેમ મધુર અથવા જે આમળો જ મધુર તે આમલકમધુર, 'મુદિય' ત્તિ દ્રાક્ષની માફક મધુર અથવા દ્રાક્ષજ મધુર તે મૃદિકામધુર, ક્ષીરની જેમ મધુર ફલ તે ક્ષીરમધુર અને ખાંડની જેમ મધુર ફલ તે ખાંડમધુર. જેમ આમળા વગેરે લો ક્રમશઃ અલ્પ મધુરતા, બહુ મધુરતા, બહુતર મધુરતા અને બહુતમ મધુરતાવાળા હોય છે તેમ જે આચાર્યો અલ્પ, બહુ, બહુતર અને બહુતમ ઉપશમાદિ ગુણરૂપ મધુરતાવાળા છે તે ઉક્ત ફલોની સમાનતા વડે કહ્યા છે. ૧. આત્મ-પોતાની વૈયાવૃજ્ય કરનાર તે આળસુ મુનિ અથવા વિસંભોગી-ભિન્ન સામાચારીવાળો સાધુ, ૨. અન્યની વૈયાવૃત્ય કરનાર તે પોતાની અપેક્ષા નહિં કરનાર, ૩. સ્વપર વૈયાવૃત્ય કરનાર તે કોઈ પણ સ્થવિરકલ્પી મુનિ તેમજ ૪. બન્ને પ્રકારથી નિવૃત્ત થયેલ તે અનશન વગેરે સ્વીકારેલ મુનિ. ૧. નિઃસ્પૃહ હોવાથી વૈયાવૃત્યને કરે છે જ... આચાર્ય અથવા ગ્લાનપણાને લઈને વૈયાવચ્ચ ઇચ્છે છે જ, ૩. કરે છે અને ઇચ્છે પણ છે તે સ્થવિરવિશેષ, ૪. બન્નેથી નિવૃત્ત તે જિનકલ્પી વગેરે મુનિ. 'બટ્ટર'ત્તિ અર્થા–દિગ્યાત્રાદિને વિષે રાજાદિને હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહારરૂપ અર્થને તથા પ્રકારના ઉપદેશથી જે કહે છે તે અર્થકર, તે મંત્રી અથવા નૈમિત્તિક. તે અર્થકર છે પરંતુ માન કરતો નથી, હું વગર પૂછ્યું કેમ કહું?” એમ માન કરતો નથી એ પ્રથમ. બીજા ત્રણ ભાંગા પણ સુગમ હોવાથી જાણી લેવા. આ સંબંધમાં વ્યવહારભાષ્યની ગાથાઓ આ પ્રમાણે છે'पुट्ठापुछो पढमो, जत्ताइ हियाहियं परिकहेइ । तइओ पुट्टो सेसा उ, णिप्फला एव गच्छे वि ॥१८३॥ .. - [વ્યવહાર મા૦ ૪૬૮ ]િ. યાત્રાના વિષયમાં રાજાએ પૂછેલ હોય કે ન પૂછેલ હોય તો પણ શુભ, અશુભને કહે છે પણ માનને કરતો નથી તે પ્રથમ ભંગ, પૂછવાથી કહે પણ માન વડે વગર પૂછત્ર્ય ન કહે તે તૃતીય ભંગ અને બીજો ભંગ નિફ્ટ છે; કેમકે માન કરે છે પણ કંઈ કહેતો નથી, તથા ચોથો ભંગ પણ નિષ્ફલ છે કારણ કે તે બન્ને કરતો નથી. ફક્ત રાજાની સેવા કરે છે. એવી રીતે ગચ્છની અંદર પણ સાધુવિષયક ચતુર્ભગી જાણવી. (૧૮૩) ગણ–સાધુસમુદાયના અર્થ-કાર્યોને કરે છે તે ગણાર્થકર-આહાર વગેરે વડે સાહાધ્ય કરનાર પણ માન કરતો નથી, કેમ કે તે પ્રાર્થનાની અપેક્ષાવાળો હોતો નથી. એમ બીજા ત્રણ ભાંગા પણ જાણી લેવા. કહ્યું છે કેआहारउवहिसयणाइएहिं गच्छस्सुवग्गहं कुणइ । बीओ न जाइ माणं, दोन्नि वि तइओ न उ चउत्थो ॥१८४॥ [व्यवहार भाषा० ४५७० त्ति] આહાર, ઉપધિ, શયા વગેરેથી ગચ્છને મદદ કરે છે પણ માન કરતો નથી તે પ્રથમ, બીજો મદદ કરતો નથી પણ માન કરે છે, ત્રીજો બન્ને કરે છે અને ચોથો બન્ને કરતો નથી. (૧૮૪) અથવા 'નો મારો' રિગચ્છના કાર્યનો કરનાર છું એમ અભિમાન કરતો નથી. હમણાં જ ગચ્છનું કાર્ય કહ્યું 1. सम्प्रति तु व्यवहारभाष्ये गाथा एवंरुपा उपलभ्यन्ते-"पुढापुट्ठो पढम उ साहती न उ करेति माणं तु । बितिओ माणं करेति पुरो वि न साहती किंचि ॥४५६८।। ततिओ पुट्ठो साहति नोऽपुटु चउत्थमेव सेवति तु । दो सफला दो अफला एवं गच्छे वि नातवा ॥४५६९।। आहारोवहिसयणाइएहिं गच्छस्सुवग्गहं कुणती । बितिओ माणं उभयं च ततियओ नोभय चउत्थो ।।४५७०।। सो पुण गणस्स अट्ठो संगहकर तत्थ संगहो दुविधो । दव्वे भावे नियमाउ दोन्निआहार-नाणादी ॥४५७१।।" 408

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520