________________
४ स्थानकाध्ययने उद्देशः २ नन्दीश्वराधिकारः ३०७ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ મોતીની માળાઓ કહેલી છે. તે દરેક કુંભિકા પ્રમાણ મોતીની માળાઓ અદ્ધપ્રમાણ ઊંચાઈવાળી, બીજી ચાર અદ્ધકુંબિકા પ્રમાણ મોતીની માળાઓથી ચોતરફથી વીંટાયેલી છે. તે પ્રેક્ષાઘરમંડપોની આગળ ચાર મણિમય પીઠિકાઓ કહેલી છે, તે મણિમય પીઠિકાઓની ઉપર ચાર ચૈત્યસ્તૂપો કહેલા છે, તે પ્રત્યેક ચૈત્યસ્તૂપોની ચારે દિશાઓમાં ચાર મણિમય પીઠિકાઓ કહેલી છે, તે મણિમય પીઠિકાઓની ઉપર ચાર જિનપ્રતિમાઓ છે, તે સર્વ રત્નમય, પર્યકાસન એટલે પદ્માસને બેઠેલી, સ્તૂપોની સન્મુખ રહેલી છે, તે આ પ્રમાણે-22ષભ, ચંદ્રાનન, વર્તમાન અને વારિષેણ એવા નામવાળી છે. તે ચૈત્યસ્તૂપોની આગળ ચાર મણિપીઠિકાઓ છે, તે મણિપીઠિકાઓ ઉપર ચાર ચૈત્યવૃક્ષો કહેલા છે. .તે ચૈત્યવૃક્ષોની આગળ ચાર મણિપીઠિકાઓ કહેલી છે. તે મણિપીઠિકાઓની ઉપર ચાર મહેંદ્ર (મોટા ઇદ્ર) ધ્વજો કહેલા છે. તે મહેંદ્રધ્વજોની આગળ ચાર નંદા પુષ્કરણી (વાવડી વિશેષ) કહેલી છે. તે દરેક પુષ્કરણીઓની ચારે દિશાઓને વિષે ચાર વનખંડો કહેલા છે. તે આ પ્રમાણે–પૂર્વનો વનખંડ, દક્ષિણનો વનખંડ, પશ્ચિમનો વનખંડ અને ઉત્તરનો વનખંડ, પૂર્વમાં અશોકવન, દક્ષિણમાં સસછદવન, પશ્ચિમમાં ચંપકવન અને ઉત્તરમાં આમ્રવન છે. તેમાં જે પૂર્વદિશાનો અંજનક પર્વત છે તેની ચારે દિશામાં ચાર નંદા પુષ્કરણી કહેલી છે, તે આ પ્રમાણે–નંદોત્તરા, નંદા, આનંદા અને નંદિવર્ધના. તે નંદા પુષ્કરણીઓ એક લાખ યોજન લાંબી, પચાસ હજાર યોજન પહોળી અને એક હજાર યોજન ઊંડી છે. તે પ્રત્યેક પુષ્કરણીઓની ચારે દિશાઓમાં ત્રણ સોપાન પ્રતિરૂપકો છે અર્થાત્ એક વાર પ્રત્યે નીકળવા અને આવવા માટે ત્રણ દિશાની સન્મુખ પગથિયાની ત્રણ પંક્તિઓ છે. તે ત્રણ સોપાન પ્રતિરૂપકોની આગળ ચાર તોરણો કહેલો છે, તે આ પ્રમાણે–પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં અને ઉત્તરમાં તે પ્રત્યેક પુષ્કરણીની ચાર દિશાએ ચાર વનખંડો કહેલા છે, તે આ પ્રમાણે–પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં અને ઉત્તરમાં. પૂર્વમાં અશોકવન થાવત્ ઉત્તરમાં આમવન-છે. તે પુષ્કરણીઓના બહુમધ્યદેશભાગમાં ચાર દધિમુખ પર્વતો કહેલા છે. તે દધિમુખ પર્વતો ચારે દિશામાં ચોસઠ હજાર યોજન ઊંચા, એક હજાર યોજન જમીનમાં ઊંડા, સર્વત્ર સમાન, પાલાને આકાર રહેલા, દશ હજાર યોજન પહોળા, એકત્રીસ હજાર, છ સો ને ત્રેવીશ યોજનની પરિધિવાળા છે. વળી સર્વ રત્નમય, સ્વચ્છ ભાવ પ્રતિરૂપ છે. તે દધિમુખ પર્વતોની ઉપર બહુસમ રમણીયભૂમિભાગો કહેલા છે. બાકીનું વર્ણન જેમ અંજનક પર્વતોનું કર્યું છે તેમજ સઘળું વર્ણન આ દધિમુખ પર્વતોનું પણ કહેવું, યાવત્ આમ્રવન ઉત્તર દિશામાં છે. ત્યાં જે દક્ષિણ દિશાનો અંજનક પર્વત છે તેની ચારે દિશામાં ચાર નંદાપુષ્કરણીઓ કહેલી છે, તે આ પ્રમાણે-ભદ્રા, વિશાલા, કુમુદા અને પોંડરકિણી. તે નંદા પુષ્કરણીઓ એક લાખ યોજન લાંબી છે. બાકીનું વર્ણન પૂર્વવત્ જાણવું યાવતું દધિમુખપર્વતો યાવત્ વનખંડો છે. ત્યાં જે પશ્ચિમ દિશાનો અંજનક પર્વત છે તેની ચાર દિશામાં ચાર નંદા પુષ્કરણીઓ કહેલી છે, તે આ પ્રમાણે—નંદિષેણા, અમોઘા, ગોસ્તૂપા અને સુદર્શના. બીજું પૂર્વની જેમ જાણવું. તે જ પ્રમાણે દધિમુખ પર્વતો, તે જ પ્રમાણે સિદ્ધાયતનો અને યાવત્ વનખંડો છે. ત્યાં જે ઉત્તર દિશામાં અંજનક પર્વત છે તેની ચાર દિશામાં ચાર નંદા પુષ્કરણી કહેલી છે તે આ પ્રમાણે—વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા. તે પુષ્કરણીઓ એક લાખ યોજન લાંબી છે, પહોળાઈ વગેરે પૂર્વોક્ત પ્રમાણ છે, તેમજ દધિમુખ પર્વતો, સિદ્ધાયતનો થાવત્ વનખંડો કહેલા છે. નંદીશ્વરવર દ્વીપના ચક્રવાલ વિન્ડંભના બહુમધ્યદેશભાગમાં ચાર વિદિશાઓનો વિષે ચાર રતિકર પર્વતો કહેલા છે, તે આ પ્રમાણે-ઈશાનકોણમાં રતિકર પર્વત, અગ્નિકોણમાં રતિકર પર્વત, નૈઋતકોણમાં રતિકર પર્વત અને વાયવ્ય કોણમાં રતિકર પર્વત છે. તે રતિકર પર્વતો એક હજાર યોજન ઊંચા, એક હજાર ગાઉ જમીનમાં ઊંડા, સર્વત્ર સમાન, ઝાલરને આકારે રહેલા છે. દશ હજાર યોજનના પહોળા અને એકત્રીસ હજાર, છ સો ત્રેવીશ યોજની પરિધિવાળા છે. સર્વરત્નમય સ્વચ્છ ભાવત્ દરેકને જોવાલાયક છે. ત્યાં જે ઈશાનકોણમાં રતિકાર પર્વત છે તેની ચારે દિશાએ ઈશાનદ્ર, દેવના રાજાની ચાર અગ્રમહિષીઓની જંબુદ્વીપ પ્રમાણ (એક લાખ યોજનની)
387.