________________
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
४ स्थानकाध्ययने उद्देशः १ दुर्गतिसुगती केवल्यादिकर्मक्षयौ २६७ - २६८ सूत्रे
દ્રવ્યોના પર્યાયભૂત કાલના ચાર સ્થાનક કહેલ છે, હવે પર્યાયના અધિકારથી પુદ્ગલોના પર્યાયભૂત પરિણામના ચાર સ્થાનક કહે છે—'નવ્વિદે' ત્યાદ્િ॰ એક અવસ્થાથી બીજી અવસ્થાને પામવું તે પરિણામ કહેવાય છે. કહ્યું છે કે— परिणामो ह्यर्थान्तरगमनं न तु सर्वथा व्यवस्थानम् । न च सर्वथा विनाशः परिणामस्तद्विदामिष्टः || ७३ ||
બીજી અવસ્થાને પામવું તે પરિણામ, સર્વથા મૂલ સ્વરૂપે પણ ન રહેવું અને સર્વથા નાશરૂપ પણ નહિ એવો જે પરિણામ તે જ્ઞાનીઓને ઇષ્ટ છે. (૭૩)
તે પરિણામમાં કાલાદિ વર્ણનો પરિણામ-બીજી રીતે થવું અથવા બીજા વર્ણના ત્યાગપૂર્વક કાલાદિ વર્ણ વડે પુદ્ગલનો પરિણામ તે વર્ણ પરિણામ. એવી જ રીતે ગંધ પરિણામ વગેરેમાં પણ સમજવું. ૨૬૫॥
અજીવ દ્રવ્યના પરિણામો કહ્યા, હવે જીવદ્રવ્યના વિચિત્ર પરિણામો સૂત્રના વિસ્તાર વડે કહેવાય છે—'ભરતે’ ફત્યાવિ॰ બે સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ એ કે—પહેલા અને છેલ્લા તીર્થંકરને વર્જીને અર્થાત્ મધ્યમના, તે આઠ વગેરે પણ હોય માટે બાવીશ કહેલ છે. યમ એ જ યામ–મહાવ્રત, ચાર યામો હિંસાદિની નિવૃત્તિરૂપ છે જેમાં તે ચર્તુયામધર્મ. 'વહિનાવાળાગો' ત્તિ॰ બહિ–િમૈથુન પરિગ્રહવિશેષ ભેદ છે, આદાન-પરિગ્રહ, તે બન્નેનું દ્વંદ્વસમાસથી એકત્વ છે અથવા જે ગ્રહણ કરાય છે તે આદાન-ગ્રહણ કરવા યોગ્ય વસ્તુ તે ધર્મોપકારણ પણ હોય છે, તેથી કહે છે કે-બહિસ્તાતૂ-ધર્મના ઉપકરણ સિવાય જે પરિગ્રહ, અહિં મૈથુન પરિગ્રહમાં અંતર્ભાવ થાય છે, કારણ કે ગ્રહણ ન કરાયેલી સ્ત્રી ભોગવાતી નથી. પ્રત્યાખ્યાન કરવા યોગ્ય પ્રાણાતિપાતાદિનું ચતુર્વિધત્વ હોવાથી ધર્મની ચતુર્યામતા—ચાર મહાવ્રતસ્વરૂપ છે. અહિં આ ભાવના જાણવી કે–મધ્યમ બાવીશ અને મહાવિદેહના તીર્થંકરોના ચાર મહાવ્રતરૂપીધર્મની પ્રરૂપણા અને આદિ તથા અંત્ય તીર્થંકરના પાંચ મહાવ્રતરૂપી ધર્મની પ્રરૂપણા શિષ્યોની અપેક્ષાએ છે. પરમાર્થથી તો બન્નેની પાંચ યામની પ્રરૂપણા છે, કેમકે પ્રથમ અને પશ્ચિમ (છેલ્લા) તીર્થંકરના તીર્થમાં સાધુઓ ૠજુજડ અને વક્રજડ હોય છે, તે કારણથી જ પરિગ્રહ વર્ષનીય છે એમ ઉપદેશ કર્યો છતે મૈથુનને તજી દેવું જોઈએ એમ જાણવાને અને પાલવા માટે સમર્થ થતા નથી. મધ્યમના બાવીશ તીર્થંકરોના અને મહાવિદેહના તીર્થંકરોના તીર્થમાં સાધુઓ ઋજુ અને પ્રાજ્ઞ હોવાથી મૈથુનને જાણવા માટે તેમ જ તજવા માટે સમર્થ થાય છે. અહિં આ સંબંધે
બે શ્લોક જણાવે છે—
पुरिमा उज्जुजड्डा उ, वक्कजड्डा उ पच्छिमा । मज्झिमा उज्जुपन्ना उ, तेण धम्मे दुहा कए ॥ ७४ ॥ [ उत्तरा० २३।२६ त्ति ] પ્રથમ તીર્થંકરના સાધુઓ સરલ અને જડ છે, છેલ્લા તીર્થંકરોના સાધુઓ વક્ર અને જડ છે, મધ્યમના સરલ અને દક્ષ છે. તે કારણથી બે રીતે ચતુર્યામ અને પંચયામરૂપ ધર્મ કહેલો છે. (૭૪)
1રિમાનું પુબ્લિસોો ૩, માં છુપાત । જો મન્ગ્લિમાાં તુ, સુવિનુન્ને સુપાતમ્ III
[ઉત્તરા॰ ૨૩૫૨૭ ત્તિ] પ્રથમ તીર્થંકરના સાધુઓને ધર્મ દુર્બોધ્ય છે, છેલ્લા તીર્થંકરના સાધુઓને ધર્મ દુઃખપૂર્વક પાલન કરી શકાય અને મધ્યમના સાધુઓને ધર્મ સુબોધ્ય અને સુખે પાલી શકાય તેમ છે. (૭૫) ૨૬૬॥
અનંતર કહેલ પ્રાણાતિપાત વગેરેથી વિરામ નહિ પામેલને અને વિરામ પામેલને દુર્ગતિ અને સુગતિ થાય છે, તે ગતિવાળા જીવો દુર્ગત અને સુગત હોય છે માટે દુર્ગતિ અને સુગત્યાત્મક પરિણામોના અને દુર્ગત સુગતના ભેદોને ચાર સૂત્ર વડે જણાવે છે—
चत्तारि दुग्गतीतो पन्नत्ताओ, तंजहा - णेरइयदुग्गती, तिरिक्खजोणियदुग्गती, मणुस्सदुग्गई, देवदुग्गई १ । चत्तारि सोग्गईओ पन्नत्ताओ, तंजहा - सिद्धसोग्गती, देवसोग्गती, मणुयसोग्गती, सुकुलपच्चायाति २ । चत्तारि दुग्गता 1. તુલના બૃહત્ત્વ મા૦ ૬૪૦૩
332