________________
४ स्थानकाध्ययने उद्देशः १ लोकपालाः, देवाः प्रमाणश्च २५६ - २५८ सूत्राणि श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १
જલકાંત ૧૪, આ નામવાળા લોકપાલો છે. (૨) અમિતગતિ ઇંદ્રના ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સિંહગતિ અને સિંહવિક્રમગતિ ૧૫, અમિતવાહન ઈંદ્રના ત્વરિતગતિ, ક્ષિપ્રગતિ, સિંહવિક્રમગતિ અને સિંહગતિ ૧૬, વેલંબ ઇદ્રના કાલ, મહાકાલ, અર્જુન અને રિષ્ટ ૧૭, પ્રભજન ઇદ્રના કાલ, મહાકાલ, રિષ્ટ અને અજન ૧૮, વાધ ઇદ્રના આવત્ત, ન્યાવર્ત્ત, નંદિકાવર્ત્ત અને મહાનંદિકાવર્ત્ત ૧૯, મહાઘોષ ઇંદ્રના આવર્ત્ત, ન્યાવર્ત્ત, મહાનંદિકાવર્ત્ત અને નંદિકાવર્ત્ત ૨૦, આ નામવાળા લોકપાલો છે. અસુરકુમારનિકાયમાં દક્ષિણ દિશાનો સ્વામી ચમરેંદ્ર અને ઉત્તર દિશાનો બલીદ્ર છે. આ પ્રમાણે દરેક નિકાયના ક્રમશઃ દક્ષિણ અને ઉત્તર દિશાના ઇંદ્રો મળી વીશ ઇદ્રો છે. (વ્યંતર અને જ્યોતિષ્મના ઇંદ્રોને લોકપાલો નથી.) શકેંદ્રના સોમ, યમ, વરુણ અને વૈશ્રમણ ૪. ઈશાનેંદ્રના સોમ, યમ, વૈશ્રમણ અને વરુણઆ નામવાળા લોકપાલો કહેલ છે. એવી રીતે એક એકને અંતરે નામો યાવત્ અચ્યુતેંદ્ર પર્યંત કહેવા. અર્થાત્ સનત્કુમાર, બ્રહ્મલોક, મહાશુક્ર અને પ્રાણત ઇંદ્રના લોકપાલના નામો સૌધર્મેદ્ર (શક્ર) ના લોકપાલોની જેમ અને માહેંદ્ર, લાંતક, સહસ્રાર અને અચ્યુત ઇંદ્રના લોકપાલોના નામો ઈશાનેંદ્રના લોકપાલોની માફક જાણવા. ચાર પ્રકારના વાયુકુમારો પાતાલકલશાના અધિપતિ દેવો કહેલા છે, તે આ પ્રમાણે-કાલ, મહાકાલ, વેલંબ અને પ્રભંજન, ૨૫૬॥ ચાર પ્રકારના દેવો કહેલા છે, તે આ પ્રમાણે—ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વેમાનિક, ૨૫૭
ચાર પ્રકારે પ્રમાણ કહેલા છે, તે આ પ્રમાણે—દ્રવ્યપ્રમાણ, ક્ષેત્રપ્રમાણ, કાલપ્રમાણ અને ભાવપ્રમાણ, ૨૫૮॥ (ટી૦) પુરુષના અધિકારથી જ દેવવિશેષ પુરુષોનું નિરૂપણ કરનાર લોકપાલાદિ સૂત્રો સુંગમ છે. વિશેષ એ કે−ઇંદ્ર એટલે પરમ ઐશ્વર્યના યોગથી પ્રભુ અથવા ગજેંદ્રની જેમ મહાનૂ, રાજ-દીપતો હોવાથી અર્થાત્ શોભાવાળો હોવાથી અથવા આરાધ્ય હોવાથી રાજા, અથવા ઈંદ્ર અને રાજા એકાર્થવાચક છે. દક્ષિણ દિશાના લોકપાલોમાં નામથી જે ત્રીજો લોકપાલ છે તે ઉત્તર દિશાના લોકપાલોમાં નામથી ચોથો છે અને ચોથો છે. તે ત્રીજો છે. એવી રીતે 'તયિ' ત્તિ જે નામવાળા શક્ર ઇંદ્રના લોકપાલો છે તે નામવાળા જ સનકુમાર, બ્રહ્મલોક, શુક્ર અને પ્રાણતેંદ્રના લોકપાલો છે, તથા જે નામવાળા ઈશાનેંદ્રના લોકપાલો છે તે નામવાળા જ માહેંદ્ર, લાંતક, સહસ્રાર અને અચ્યુતેંદ્રના લોકપાલો છે. કાલાદિ વાયુકુમાર દેવો પાતાલકલશાના સ્વામી છે. ૨પ૬॥
ચાર પ્રકારના દેવો છે. I૨૫૭
એમ જે કહેલ છે તે સંખ્યાપ્રમાણ છે માટે પ્રમાણની પ્રરૂપણા કરનાર સૂત્ર કહે છે. જે પ્રમાણ કરે છે અથવા જેના વડે પદાર્થનિર્ણય કરાય છે તે પ્રમાણ, તેમાં દ્રવ્ય એ જ પ્રમાણ, દંડ વગરે દ્રવ્યથી અથવા ધનુષ્ય વગેરેથી શરીર પ્રમુખનું પ્રમાણ અથવા દંડ, હસ્ત અને અંગુલ વગેરેથી નિર્ણય ક૨વો તે દ્રવ્યપ્રમાણ, જીવાદિ દ્રવ્યનું અથવા જીવ, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પ્રમુખ દ્રવ્યોનું પ્રમાણ અથવા પરમાણુ વગે૨ે દ્રવ્યમાં પર્યાયોનો અથવા પરમાણુ આદિ દ્રવ્યને વિષે જ પર્યાયોનો નિર્ણય 1કરવો તે દ્રવ્યપ્રમાણ. એવી રીતે ક્ષેત્રપ્રમાણાદિમાં યથાયોગ્ય સમાસ કરવો. ત્યાં દ્રવ્યપ્રમાણ બે પ્રકારે છે–૧. પ્રદેશનિષ્પક્ષ અને ૨. વિભાગનિષ્પન્ન. આ બન્નેમાં પહેલું પરમાણુથી આરંભીને અનંત પ્રદેશિક સ્કંધ પર્યંત અને બીજું વિભાગનિષ્પક્ષ માન પ્રમુખ પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે—૧. માન–ધાન્યનું માન, તે સેતિકા (બે પસલી પ્રમાણ) વગે૨ે, રસનું માન, તે કર્ષ (તોલો) વગેરે; ૨. ઉન્માન–ત્રાજવાના તોલા, શેર વગેરે, ૩. અવમાન-હાથ વગેરે, ૪. ગણિત–એક બે વગેરે, પ. પ્રતિમાન–ગુંજા (ચણોઠી), વાલ વગે૨ે. ક્ષેત્ર-આકાશ, તેનું પ્રમાણ બે પ્રકારે– પ્રદેશનિષ્પન્નાદિ, તેમાં પ્રદેશનિષ્પન્ન–એક પ્રદેશ અવગાઢથી લઈને અસંખ્યાત પ્રદેશ અવગાઢ (અવગાહીને રહેલ) પર્યંત અને વિભાગનિષ્પન્ન તે અંગુલ પ્રમુખ. કાલ–સમયનું માન બે પ્રકારે છે—૧. પ્રદેશનિષ્પન્ન તે એક સમયની સ્થિતિથી આરંભીને અસંખ્યાત સમયની સ્થિતિ પર્યંત અને વિભાગનિષ્પન્ન તે સમય, આવલિકા વગેરે. ક્ષેત્ર અને કાલમાં દ્રવ્યપણું છતે પણ દ્રવ્યથી જે બેને જુદા કહેલ છે તે જીવાદિ દ્રવ્યોના વિશેષકપણાએ 1. આ પ્રમાણની વ્યાખ્યામાં તૃતીયા, ષષ્ઠી અને સપ્તમી વિભક્તિઓના એકવચન અને બહુવચન લીધેલ છે.
325