________________
४ स्थानकाध्ययने उद्देशः १ आपातभद्रकादि २५५ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ સત્કાર કરે અને કરાવે ૩, સ્વયં સત્કાર કરે નહિ અને કરાવે પણ નહિં (૭) સન્માન કરે પણ કરાવે નહિ ૧, સન્માન કરાવે પણ કરે નહિ ૨, સન્માન કરે અને કરાવે ૩, સન્માન કરે નહિ અને કરાવે પણ નહિં ૪ (૮) સ્વયં પૂજે પણ પૂજાવે નહિં ૧, પૂજાવે પણ પૂજે નહિં ૨, પૂજે અને પૂજાવે ૩, પૂજે નહિં અને પૂજાવે નહિં ૪ (૯) સ્વયં ભણાવે છે પણ ભણતો નથી તે ઉપાધ્યાય ૧, ભણે પણ ભણાવતો નથી તે શિષ્ય ૨, બીજાને ભણાવે છે અને સ્વયં ન ભણેલ ગ્રંથને ભણે છે તે વિદ્વાન સાધુ ૩, તેમજ ભણતો નથી અને ભણાવતો નથી ૪ (૧૦) સ્વયં સૂત્ર અને અર્થનું ગ્રહણ કરે છે પણ બીજાને ગ્રહણ કરાવતો નથી શિષ્ય ૧, બીજાને ગ્રહણ કરાવે છે અને સ્વયં ગ્રહણ કરતો નથી તે ઉપાધ્યાય ૨, સ્વયં ગ્રહણ કરે છે અને બીજાને ગ્રહણ કરાવે છે તે સ્થવિર ૩ અને સ્વયં ગ્રહણ કરતો નથી તથા બીજાને ગ્રહણ કરાવતો નથી ૪ (૧૧) સ્વયં પ્રશ્ન પૂછે છે પણ બીજાવડે પ્રશ્ન કરાવતો નથી તે લઘુ શિષ્ય ૧, બીજાઓ વડે પૂછાય છે પણ સ્વયં પૂછતો નથી તે ગુરુ. ૨, સ્વયં પૂછે છે અને પૂછાય છે તે સ્થવિર સાધુ ૩ તેમજ સ્વયં પૂછતો નથી અને બીજાવડે પૂછાવાતો નથી તે જિનકલ્પિક. ૪. આ પ્રશ્નસૂત્ર શાસ્ત્રના વિષયમાં સમજવું. (૧૨) પોતે સૂત્રાદિને બોલે છે પણ બીજા પાસે બોલાવતો નથી ૧, બીજા પાસે બોલાવે છે પણ પોતે બોલતો નથી ૨, પોતે બોલે છે અને બીજા પાસે બોલાવે છે ૩ તેમજ પોતે બોલતો નથી તથા બીજા પાસે બોલાવતો નથી ૪ (૧૩) કોઈ એક પુરુષ સૂત્રને ધરનાર છે પણ અર્થને ધરનાર નથી તે નવીન અભ્યાસી ૧, કોઈ પુરુષ અર્થને ધરનાર છે પણ સૂત્રને ધરનાર નથી જાણકાર શ્રાવક વગેરે ૨, કોઈક પુરુષ સ્ત્ર અને અર્થ બન્નેના ધરનાર છે તે ગીતાર્થ ૩ અને કોઈક
પુરુષ સૂત્રધર તથા અર્થધર પણ નથી તે જડ મનુષ્ય ૪ (૧૪). //ર૫૫// (ટી0) ચૌદ સૂત્રો સુગમ છે. વિશેષ એ કે-આપતન-આપાત, અર્થાત્ પ્રથમ મિલાપ. તેમાં ભદ્રક-સુખકારક, કેમ કે જોવું અને ભાષણાદિ દ્વારા સુખકર હોવાથી. સંવાસ-લાંબા કાલના સહવાસમાં કલ્યાણકારક નહિ કેમ કે હિંસક હોવાથી અથવા સંસારના કારણમાં જોડનાર હોવાથી. ૧. સાથે વસનારાઓને અત્યંત ઉપકારીપણાએ સંવાસભદ્રક, પરંતુ પ્રથમ મિલનમાં ભદ્રક નહિ, કેમ કે ન બોલવું અને કઠોર ભાષણ વગેરે હોવાથી. ૨. એવી જ રીતે ત્રીજો અને ચોથો ભાગો જાણવો. ૪. (૧) 'વન્નત્તિ ત્યાગ કરાય છે તે વર્ય, અથવા અવદ્ય-પાપ (અકારનો લોપ થવાથી અવજને બદલે મૂલમાં વજ્જ થયેલ છે.) અથવા વજની માફક ભારે હોવાથી વજ-હિંસા, અસત્ય વગેરે પાપરૂપ કર્મ, કોઈએક પુરુષ પોતાના પાપકર્મને કલહ વગેરેમાં જુવે છે, કેમ કે પશ્ચાત્તાપ સહિત હોવાથી, પરંતુ પરના પાપ-અપરાધને જોતો નથી, કેમ કે તેથી તે ઉદાસીન હોવાથી. ૧, અન્ય પુરુષ તો પરના દોષને જુવે છે પરંતુ પોતાના દોષને જોતો નથી, કેમ કે અહંકાર સહિત હોવાથી. ૨, અન્ય પુરુષ સ્વ-પરના દોષને જુવે છે, કેમ કે પશ્ચાત્તાપ સિવાય યથાર્થ વસ્તુનો બોધ થવાથી.૩, કોઈક તો બન્ને સ્વ-પ૨)ના દોષને જોતો નથી. કેમકે વિશેષ મૂઢ હોવાથી. (૨) કોઈક પોતાના પાપને જોઈને કહે છે અર્થાત્ એમ કહે છે કે-“મેં આ પાપ કર્યું છે” અથવા શાંત થયેલ [ક્લેશાદિ] ની ફરીથી પ્રવૃત્તિ કરે છે, અથવા વજરૂપ કર્મની ઉદીરણા કરે છે અર્થાત્ [બીજાને] પીડા ઉત્પન્ન કરવા વડે ઉદયમાં કર્મને પ્રવેશાવે' છે. (૩) એવી રીતે ઉપશમાવે છે અર્થાત્ પાપ અથવા કર્મને દૂર કરે છે. (૪) 'મમ્ફ'ત્તિ અભુત્થાન કરે છે એટલે કે ગુરુ વગેરેને આવતાં જોઈને આસનથી ઊભો થાય છે, બીજા પાસે અભુત્થાન કરાવતો નથી તે કોણ? સંવિજ્ઞપાક્ષિક અથવા લઘુપર્યાયવાળો મુનિ. ૧, ફક્ત અભ્યત્થાન કરાવે જ છે કોણ? ગુરુ. ૨, અભુત્થાન કરનાર અને કરાવનાર તે કોણ? ગીતાર્થ સ્થવિરાદિ. ૩. અભ્યત્થાન કરે નહિ અને કરાવે નહિ તે કોણ? જિનકલ્પિક અથવા અવિનીત શિષ્ય. ૪ (૫) એમ જ વંદનાદિ સુત્રોમાં પણ ચાર ભાંગા જાણવા. વિશેષ એ કે-દ્વાદશ આવર્તનાદિદ્વારા વંદન કરે છે. (૬)
1. ટીકાકારે બીજા ભાંગાઓ જ્યાં કહેલ નથી તે સ્થળે મૂલના અનુવાદથી જાણી લેવા. ફક્ત એક ભાગો કહેલ છે તેના અનુસારે બીજા જોડવા. 2. શુદ્ધ પ્રરૂપક પરંતુ શુદ્ધ ક્રિયા ન કરનાર તેમજ મુનિવેષને ધરનાર તે સંવિશપાક્ષિક વિશેષ જિજ્ઞાસુએ શ્રી ધર્મદાસગણિવિરચિત ઉપદેશમાલા નામક ગ્રંથ જોવો.
323