________________
३ स्थानकाध्ययने उद्देशः ३ देवानां इच्छादिकम् विमानस्वरूपं च १७८-१८० सूत्राणि श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १
વેદિકા વડે વીંટાયેલા તેમજ ચાર દરવાજાવાળા કહેલા છે. ત્રણને આધારે વિમાનો પ્રતિષ્ઠિતરહેલા છે, તે આ પ્રમાણે—ઘનોદધિને આધારે રહેલા, ઘનવાયુના આધારે રહેલા અને આકાશાંતર (આકાશ)ને આધારે રહેલા છે. ત્રણ પ્રકારના વિમાનો કહેલા છે, તે આ-૧ અવસ્થિત-શાશ્વતા, ૨ ભોગાદિકને માટે બનાવેલા તે વૈક્રિય અને ૩
પ્રયોજનને માટે બનાવેલ પાલક વગેરે પારિવારિક વિમાનો છે. /૧૮all (ટી0) જીગ્ન' ઉત્તઅભિલાષા કરે, આર્યક્ષેત્ર-સાડીપચવીશ દેશ પૈકી કોઈ પણ મગધાદિ, સુકુલે-ઈવાકુ વગેરે ઉત્તમ કુલમાં, દેવલોકથી પ્રતિનિવૃત્તને–આવનારને મા નાતિ જન્મ અથવા આગતિ-આવવું, તે સુકુલપ્રત્યાજાતિ અથવા સુકુલપ્રત્યાયતિ તે પ્રત્યે. આ ત્રણ સ્થાનકને દેવ ઇચ્છે છે 'પરિત પેન્ન’ રિ–પશ્ચાત્તાપ કરે છે, અહો ઇતિ આશ્ચર્ય! વિદ્યમાન શારીરિક બલ છતે, જીવ આશ્રિત વીર્ય છતે, પુરુષકાર-અભિમાન છત, પરાક્રમ-નિષ્પાદિત સ્વવિષયમાં અભિમાન છતે, નિરુપદ્રવ છતે, સુકાલ છત, નિરોગ દેહ વડે સામગ્રીનો સદ્ભાવ રહતે છતે, હું ઘણું શ્રુત ભણ્યો નહિ. આ એક કારણ છે. 'વિસતિસિપ' તિ. વિષયની તૃષ્ણામાં રક્ત બનીને ઘણા કાળના ચારિત્રપર્યાયનું પાલન કર્યું નહિં. આ બીજું કારણ છે. તથા ઋદ્ધિઆચાર્યાદિ પદવીઓમાં રાજા વગેરે સંબંધી પૂજા, રસ-મનને ગમતા મધુર અને સ્વાદિષ્ટ પદાર્થો, સાતસુખ-આ મહાઆદરવાળા વિષયો છે જેને તે ઋદ્ધિ, રસ અને સાતાગુરુક, તેના વડે અથવા એ ઋદ્ધિ વગેરે વડે ગુરુક, તેઓની પ્રાપ્તિમાં અભિમાનથી અને અપ્રાપ્તિમાં પ્રાર્થના-યાચનાથી અશુભ ભાવથી મેળવેલ કર્મના ભાર વડે અલઘુક (ગુરુક) તેના વડે, ભોગ-કામને વિષે આશંસા-નહિં મળેલ વસ્તુની માગણી અને મળેલને વિષે અતૃપ્તિ છે જેને તે ભોગાશંસાગૃદ્ધ છે. (અહિં અનુસ્વારનો લોપ અને હૃસ્વપણું પ્રાકૃત શૈલીને અંગે છે.) પાઠાંતર વડે મોmમિષમૃતિ' અર્થાત્ ભોગરૂપ આમિષમાં વૃદ્ધપણાથી, નોવિશુદ્ધનિરતિચાર ચારિત્ર સ્પર્ફે નહિં. આ (પશ્ચાત્તાપનું) ત્રીજું કારણ છે. તે-ઇત્યાદિ નિગમન-રહસ્ય છે (૬). I૧૭૮
વિમાન અને આભરણોનું નિસ્તેજપણું ઉત્પાત (ઉદ્વેગ)વાળું છે, અથવા તે ચક્ષુના વિભ્રમરૂપ છે. જ્યવરવ' તિ ચૈિત્યવૃક્ષને તેનેટ્સ’ તિ શરીરની કાંતિને અથવા સ્વસ્થતાને 'ડ્રન્વેતદી' ત્યાતિ નિગમન-રહસ્ય છે. આ પ્રકારનાં ચિહ્નો દેવોને અવનકાળમાં થાય છે. ચ્યવનકાળના ચિહ્નો સંબંધી કહ્યું પણ છે કે–.
माल्यम्लानिः कल्पवृक्षप्रकम्पः, श्री-हीनाशो वाससांचोपरागः ।
दैन्यं तन्द्रा कामरागा-ऽङ्गभङ्गो, दृष्टिभ्रान्तिर्वेपथुश्चारितश्च ॥११८।। इति - “માલ્ય-પુષ્પની માળાનું કરમાઈ જવું, કલ્પવૃક્ષનું કંપન, લક્ષ્મી અને લજ્જાનો નાશ, વસ્ત્રોનો રંગ ઝાંખો દેખાય, દીનપણું તંદ્રા, કામરાગ, અંગનો ભંગ, દૃષ્ટિની ભ્રાંતિ, કંપારી અને રતિ હોય છે” (૭). (૧૧૮)
ઉલ્લે' તિ, ઉગ-શોક અર્થાત્ મારે અહિંથી અવવું પડશે. આ એક કારણ. માતાનું ઋતુ સંબંધી રુધિર અને પિતાનું વીર્ય, તેવા પ્રકારનું કંઈ પણ મળેલામાં અતિ મળેલું તે ઓજ અને શુક્રનું દ્વિપણું તે તદુભય, તે અન્યોન્ય સ્પર્શ થયેલું અથવા સંશ્લિષ્ટ-પરસ્પર એકત્ર થયેલું તે તદુભયસંસ્કૃષ્ટ અથવા તદુભયસંશ્લિષ્ટ, આવા પ્રકારનો જે આહાર, તેને ગર્ભકાળની પ્રથમાવસ્થામાં-પ્રથમ સમયમાં જ સ્વીકારવા યોગ્ય થશે. (આવો આહાર કરવો પડશે.) આ બીજું કારણ. કલમલ-જઠર દ્રવ્યના સમૂહરૂપ, તે જ જંબાલ-કાદવ છે જેણીમાં, તે કલમલજંબાલવિશિષ્ટમાં, આ કારણથી અશુચિરૂપ, ઉદ્વેગ કરનારી, ભય કરનારી એવી ગર્ભરૂપ વસતિમાં વસવું પડશે. આ ત્રીજું કારણ ઉદ્વેગનું જાણવું. અહિં બે ગાથા દર્શાવે છે-- .. देवा वि देवलोए, दिव्वाभरणाणुरंजियसरीरा । जं परिवडंति तत्तो, तं दुक्खं दारुणं तेसिं ॥११९।। तं सुरविमाणविभवं, चिंतिय चयणं च देवलोगाओ । अइबलिय चिय जं न विं, फुट्टइ सयसक्करं हिययं ॥१२०।।
[૩૫ શામણા ૨૮૧-૨૮૬ તિ] દેવલોકમાં દિવ્ય આભરણો વડે ભૂષિત શરીરવાળા દેવો પણ જે ત્યાંથી પડે છે (ઍવે છે) તેથી તેઓને તે દાણભયંકર દુઃખ છે. દેવ સંબંધી વિમાનોના વૈભવને અને પોતાને દેવલોકથી અવવું પડશે તેને ચિંતવીને તે દેવોને એમ થાય છે
- 233