________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ३ कर्मभूमि-दर्शन-रुचि-व्यवसायानां स्वरूपम् १८३-१८५ सूत्राणि (ટી) બંનુદ્દી'ત્યાતિ પાંચ સૂત્રો સાક્ષાત્ અને અતિદેશથી કહેલ છે. તે સુગમ છે. કર્મભૂમિઓ કહી, હવે તેમાં રહેલ મનુષ્યોના ધર્મનું નિરૂપણ કરવા માટે કહે છે કે_"તિવિહે ત્યાદિ અગિયાર સૂત્રો સુગમ છે. વિશેષ જણાવતાં કહે છે કે–ત્રણ પ્રકારે દર્શન–૧ શુદ્ધ, ૨ અશુદ્ધ અને ૩ મિશ્ર એ ત્રણ પુંજરૂપ મિથ્યાત્વમોહનીય છે, કારણ કે તથાવિધ દર્શન-દૃષ્ટિના હેતુ છે (૧). રુચિ તો તે શુદ્ધ પુંજ વગેરે કર્મપુદ્ગલના ઉદયથી પ્રાપ્ત થયેલ તત્ત્વોને શ્રદ્ધાન છે (૨). "પ્રયોre'સમ્યકત્વાદિપૂર્વક મન વગેરેનો વ્યાપાર અથવા સમ્યક્ વગેરે પ્રયોગ-ઉચિત, અનુચિત અને ઉભયાત્મક ઔષધ વગેરેનો વ્યાપાર (૩). 'વ્યવસાયો' વસ્તુનો નિર્ણય અથવા પુરુષાર્થની સિદ્ધિને માટે અનુષ્ઠાન (ક્રિયા) કરવું તે. વ્યવસાયવાળાઓ ધાર્મિક, અધાર્મિક અને ધાર્મિકા ધાર્મિક એટલે સંયત (સાધુ), અસંયત અને દેશવિરતિ લક્ષણવાળા, તેનો સંબંધીપણાથી અભેદપણે કહેતા છતાં તે વ્યવસાય ત્રણ પ્રકારે થાય છે . અથવા સંયમ, અસંયમ અને દેશસંયમરૂપ વિષયભેદથી પણ ત્રણ પ્રકારે છે (૪). અથવા વ્યવસાય એટલે નિશ્ચય, તે ૧ પ્રત્યક્ષ-અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનરૂપ છે. ૨ પ્રાયયિક-ઈદ્રિય અને અનિંદ્રિય (મન) લક્ષણરૂપ નિમિત્તથી થયેલ અને ૩ આનુગામિક-જે ધૂમ વગેરે હેત-અગ્નિ વગેરે પ્રત્યે અનુગમન કરે છે અને સાધ્યના અભાવમાં હોતું નથી તે અનુગામી, તેથી જે ઉત્પન્ન થયેલ તે આનુગામિક અર્થાત્ અનુમાનરૂપ જે વ્યવસાય તે આનુગામિક જ છે. અથવા પ્રત્યક્ષ એટલે પોતે જોવારૂપ, પ્રાત્યયિક-આપ્તપુરુષના વચનથી થયેલ અને ત્રીજો તો તેમજ (અનુમાન) નિશ્ચય છે (૫). ૧ ઈહલોકમાં જે થાય તે હલૌકિક, આ ભવમાં વર્તમાનનો જે નિશ્ચય કે અનુષ્ઠાન તે એહલૌકિક વ્યવસાય, ૨ જે પરલોકમાં થશે તે પારલૌકિક અને ૩ જે વળી અહિં અને પરત્ર-પરલોકમાં જે નિર્ણય તે ઐહલૌકિકપારલૌકિક નિશ્ચય છે (૬). ૧ લૌકિક-સામાન્ય લોકના આશ્રયવાળો નિશ્ચય અથવા અનુષ્ઠાન, ૨ વેદના આશ્રયવાળો જે નિર્ણય તે વૈદિક અને ૩ સમય-સાંખ્યાદિના સિદ્ધાંતના આશ્રયવાળો જે નિર્ણય તે સામયિક (૭). લૌકિક વગેરે વ્યવસાયો (નિર્ણયો) પ્રત્યેક ત્રણ પ્રકારે છે તે પ્રસિદ્ધ જ છે. અર્થ, ધર્મ અને કામના વિષયવાળો નિર્ણય આ પ્રમાણે છે– .
अर्थस्य मूलं निकृतिः क्षमा च, धर्मस्य दानं च दया दमश्च । રામ વિત્ત ૨ વપુર્વ, મોક્ષ સર્વોપરમઃ ક્રિયાનું IIII,
ધનનું મૂળ કપટ અને ક્ષમા છે, ધર્મનું મૂળ દાન, દયા અને દમ (ઇંદ્રિયનિગ્રહ) છે, કામનું મૂળ દ્રવ્ય, વપુ-નિરોગી દેહ અને વય યુવાવસ્થા છે અને મોક્ષનું મૂળ સર્વે ક્રિયાઓને વિષે ઉપરમ-નિવૃત્તિ ઇત્યાદિરૂપ છે. (૧૫૨).
અથવા તેઓના માટે અનુષ્ઠાન કરવું તે અર્થાદિ વ્યવસાય કહેવાય છે (૮). ઋગ્વદાદિ વડે કરેલ જે નિર્ણય અથવા વ્યાપાર તે ઋગ્વદાદિ વ્યવસાય છે (૯). જ્ઞાનાદિરૂપ સામયિક વ્યવસાય, તેમાં જ્ઞાન તે વ્યવસાય જ છે, કારણ કે તે પર્યાયવાચક શબ્દ છે. ૨ દર્શન પણ શ્રદ્ધાનલક્ષણ વ્યવસાય છે. તેને વ્યવસાય (જ્ઞાન)ના અંશપણાથી પ્રતિપાદન કરેલું છે. ૩ ચારિત્ર પણ સમભાવલક્ષણરૂપ વ્યવસાય જ છે, કારણ કે બોધસ્વભાવરૂપ આત્માની પરિણતિ વિશેષ હોય છે. કહ્યું પણ છે કે-સવરVIમા વિદિપડિલેહાગુ તત્થ” ત્તિ વિધિ-સત્કાર્યમાં પ્રવૃત્તિ અને પ્રતિષેધ–અકાર્યમાં નિવૃત્તિ, તેનું જે અનુષ્ઠાન તે સચ્ચારિત્ર છે, તેમાં તે બાહ્ય ચારિત્રની અપેક્ષાએ જાણવું. અથવા જ્ઞાનાદિ વિષયમાં જે વ્યવસાય-બોધ અથવા અનુષ્ઠાન તે વિષયના ભેદથી ત્રણ પ્રકારે છે. આની સામયિકતા તો સમ્યક્ અને મિથ્યા શબ્દ વડે લાંછિત જ્ઞાનાદિ ત્રણનો સર્વ સમય-દર્શનોમાં પણ સદ્ભાવ હોવાથી છે (૧૦). અર્થ–રાજલક્ષ્મી વગેરેની યોનિ-ઉપાય તે અર્થયોનિ, ૧ સામ–પ્રિય વચન વગેરે, ડું–વધારિરૂપ બીજાનો નિગ્રહ કરવો તે, ૩ મે–જીતવાની ઇચ્છાવાળા શત્રુના સમૂહને સ્વામી વગેરેના સ્નેહથી દૂર કરવો વગેરે. કેટલેક સ્થળે તો દંડ પદના ત્યાગપૂર્વક પ્રદાન સહિત ત્રણ અર્થયોનિઓ જણાવાય છે. અહિં આ સંબંધમાં શ્લોકાર્થ જણાવે છે કે
परस्परोपकाराणां दर्शनं गुणकीर्तनम् । सम्बन्धस्य समाख्यान मायत्याः सम्प्रकाशनम् । अस्मिन्नेवंकृते इदमावयोभविष्यतीत्याशाजननमायति सम्प्रकाशनमिति। वाचा पेशलया साधु तवाहमिति चार्पणम्। इति सामप्रयोगज्ञैः - 244