________________
३ स्थानकाध्ययने उद्देशः ४ त्रीणिगारवेत्यादीनि २१५ - २१७ सूत्राणि
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ આ વિમાનો ભવન અને નગરોના ઉપલક્ષણરૂપ છે. વૈક્રિય કરવાના લક્ષણવાળી ૠદ્ધિ તે વૈક્રિય ઋદ્ધિ. વૈક્રિય શરીરવડે જ બે જંબુદ્રીપને અથવા અસંખ્યાત સમુદ્રોને પૂરે છે–ભરે છે [આ શક્તિરૂપ સમજવું]. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે—'ત્તમરે णं भंते! केमहिड्डिए जाव केवतियं च णं पभू विउव्वित्तए ? गोयमा ! चमरे णं जाव पभू णं केवलकप्पं जंबुद्दीवं दीवं बहूहिं असुरकुमारेहिं देवेहि य देवीहि य आइन्नं जाव करेत्तए, अदुत्तरं च णं गोयमा ! पभू चमरे जाव तिरियमसंखेज्जे दीवसमुद्दे बहूहिं असुरकुमारेहिं आइने जाव करित्तए, एस णं गोयमा ! चमरस्स ३ अयमेयारूवे विसयमेत्ते बुइए, नो चेवणं संपत्ती विउव्विंसु ३, एवं सक्केऽवि दो केवलकप्पे जंबुद्दीवे जाव आइने करेज्ज' [ भगवती ३ / १२ / ३, १५] त्ति०-પ્રશ્ન—હે ભગવન્! ચમરેંદ્ર કેવી ઋદ્ધિવાળો છે? અને યાવત કેવી વિક્ર્વણા કરવાને સમર્થ છે? ઉત્તર—હે ગૌતમ! ચમરેંદ્ર યાવત્ સમર્થ છે જંબુદ્રીપ જેવા દ્વીપને ઘણા અસુરકુમાર જાતિના દેવો અને દેવીઓ વડે ભરી શકે. ત્યારબાદ હે ગૌતમ! ચમરેંદ્ર યાવત્ સમર્થ છે અસંખ્યાત દ્વીપ–સમુદ્રોને અસુકુમાર જાતિના દેવો અને દેવીઓ વડે પરિપૂર્ણ ભરવા માટે. હે ગૌતમ! આ ચમરેંદ્રનો આવા પ્રકારનો વિષયમાત્ર કહ્યો, પરંતુ સંપત્તિ વડે કરેલ નથી, કરતો નથી અને કરશે નહિ. એવી રીતે શકેંદ્ર પણ બે જંબુદ્રીપ જેવડા બે દ્વીપને યાવત્ પરિપૂર્ણ ભરવા માટે સમર્થ છે. પરિચારણા–વિષયની સેવનાની ઋદ્ધિ. અન્ય દેવો પ્રત્યે, બીજા દેવોને સ્વાધીન દેવીઓ પ્રત્યે, પોતાની દેવીઓ પ્રત્યે તેઓને વશ કરીને અને પોતાને (સ્વશ૨ી૨ને) વિક્ર્વીને પરિચારણા કરે છે. સચિત્તા–પોતાનું શરીર અને અગ્રમહિષી વગેરે [સ્વરૂપવાળા] સચેતન વસ્તુની સંપત્તિ, અચેતના–વસ્ત્ર અને આભૂષણ વગેરે સ્વરૂપવાળી અને મિશ્રા—અલંકૃત થયેલ દેવી વગેરે સ્વરૂપવાળી સંપત્તિ ૩, અતિયાન–નગરમાં પ્રવેશ, તેમાં ઋદ્ધિતોરણ, હાટની શોભા, મનુષ્યોની ભીડ (સમુદાય) વગેરે સ્વરૂપવાળી, નિર્માન–શહેરમાંથી નીકળવું, તેમાં ઋદ્ધિહાથીની અંબાડી અને સામંત પરિવાર વગેરે સ્વરૂપવાળી, બલ–ચતુરંગ સેના, વાહનો—ઘોડા વગેરે, કોશ–ભંડાર, કોષ્ઠ—ધાન્યના ભંડાર, તેઓના ઘર તે કોષ્ઠાગાર અર્થાત્ ધાન્યનું ઘર, તેઓની ઋદ્ધિ અથવા તે જ ઋદ્ધિ તે બલ, વાહન, કોશ, કોષ્ઠાગાર ઋદ્ધિ ૪, સચિત્તાદિ ઋદ્ધિ પૂર્વની માફક વિચારવી–સમજવી ૫, જ્ઞાનઋદ્ધિ-વિશિષ્ટ શ્રુતની સંપત્તિ, દર્શનઋદ્ધિ-જિનવચનમાં નિઃશંકિતાદિપણું અથવા શાસનને દીપાવનાર શાસ્ત્રોની સંપત્તિ (તર્કશાસ્ત્રનું જ્ઞાન), ચારિત્રૠદ્ધિ-નિરતિચારપણું ૬, સચિત્તાશિષ્યાદિ સ્વરૂપવાળી, અચિત્તા-વસ્ત્રાદિ વિષયવાળી, મિશ્રા—તેવી જ રીતે વસ્ત્રાદિ સહિત શિષ્ય સ્વરૂપવાળી ૭. પ્રસ્તુત વિક્ર્વણા વગેરે ઋદ્ધિઓ બીજાઓને પણ હોય છે; માત્ર દેવો વગેરેને વિશેષ સ્વરૂપવાળી હોય છે માટે તેઓને જ કહેલી છે. ૨૧૪)
ઋદ્ધિનો સદ્ભાવ છતે ગૌરવ–અભિમાન થાય છે, આ હેતુથી તેના ભેદોને કહે છે— તતો મારવા પન્નત્તે, તંનહા—ફડ્ડીારવે, રસાવે, સાતારવે । સૂ૦ ૨૧ ।।
તિવિષે રળે પન્નત્તે, તંનહા–મિતે વળે, અમિણ રળે, અસ્મિતામ્મિ અને સૂ॰ ૨૬।। तिविहे भगवता धम्मे पन्नत्ते, तंजहा - सुअधिज्झिते, सुज्झातिते, सुतवस्सिते, जया सुअधिज्झितं भवति तदा सुज्झातियं भवति, जया सुज्झातियं भवति तदा सुतवस्सियं भवति, से सुअधिज्झिते सुज्झातिते सुतवस्सिते सुतक्खाते णं भगवता धम्मे पन्नत्तै ।। सू० २१७ ।।
(મૂળ) ત્રણ પ્રકારે ગૌરવ–ભારીપણું કે અભિમાન કહેલ છે, તે આ પ્રમાણે—ઋદ્ધિગૌરવ-રાજાદિકની પૂજાથી થયેલ અભિમાનરૂપ, રસગૌરવ–મધુર રસ વગેરે મળવાથી થયેલ અભિમાન અને સાતાગૌરવ–સુખ મળવાથી થયેલ અભિમાન, ૨૧૫ ત્રણ પ્રકારે કરણ—ક્રિયાઅનુષ્ઠાન કહેલું છે, તે આ પ્રમાણે—ધાર્મિક કરણ–સાધુની ક્રિયા, અધાર્મિક કરણઅવિરતિમિથ્યાદૃષ્ટિની ક્રિયા અને ધાર્મિકાધાર્મિક કરણ-દેશવિરતિની ક્રિયા. ।।૨૧૬/
281