________________
४ स्थानकाध्ययने उद्देशः १ ध्यानानि २४७ सूत्रम्
श्री स्थानाङ्ग सूत्र सानुवाद भाग १ - પ્રવર્તે અને ૪. જ્યાં સુધી જીવે ત્યાં સુધી પાપ કરે તે આમરણાંતદોષ. ધર્મધ્યાન ચાર પ્રકારે છે અને ચાર પદમાં
અવતારવાનું છે, તે આ પ્રમાણે–૧. આજ્ઞાવિચય-૧. પ્રભુના વચનનો સમ્યગુ રીતે વિચાર કરવો, ૨. અપાયવિચયરોગ વગેરેથી થતા દોષનો અને તેનાથી છૂટવાનો વિચાર કરવો, ૩. વિપાકવિચય-કર્મના વિપાક-શુભાશુભ ફ્લનો વિચાર કરવો અને ૪. સંસ્થાનવિચય-ચૌદ રાજલોકના સ્વરૂપનું ચિંતન કરવું. ધર્મધ્યાનનાં ચાર લક્ષણો કહેલાં છે, તે આ પ્રમાણે–૧. આજ્ઞારુચિ-ભગવંત ભાષિત અર્થ (નિયુક્તિ વગેરે) માં રુચિ, ૨. નિસર્ગરુચિ-ઉપદેશ વિના જિનપ્રવચનમાં રુચિ, ૩. સૂત્રરુચિ-આગમને વિષે રુચિ અને ૪. અવગાઢરુચિ-દ્વાદશાંગી સિદ્ધાંતને વિસ્તારથી જાણવાની સચિ. ધર્મધ્યાનના ચાર આલંબનો કહેલાં છે, તે આ પ્રમાણે–૧. વાચના-સૂત્રાર્થનું આપવું, ૨. પ્રતિપુચ્છના-શંકાને ટાળવા માટે ગુરુને પૂછવું, ૩. પરિવર્તના-ભણેલા સૂત્રાદિનું યાદ કરવું અને ૪. અનુપ્રેક્ષા–સૂત્રાદિના રહસ્યનું ચિંતન કરવું. ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા (ધ્યાન પછીની વિચારણા) કહેલી છે, તે આ પ્રમાણે-૧. એકવાનુપ્રેક્ષા- હું એક છું. મારુ કોઈ નથી' ઇત્યાદિ વિચારણા, ૨. અનિત્યાનુપ્રેક્ષા-સંપત્તિ વગેરે સર્વ વસ્તુ ક્ષણભંગુર છે ઇત્યાદિ વિચારણા, ૩. અશરણાનુપ્રેક્ષા-દુઃખથી મુક્ત કરનાર ધર્મ સિવાય અન્ય કોઈ શરણભૂત નથી ઈત્યાદિ વિચારણા અને ૪. સંસારાનુપ્રેક્ષા–સંસારની વિચિત્રતાની વિચારણા. શુક્લધ્યાન ચાર પ્રકાર અને ચાર પદમાં અવતારવાનું કહેલું છે, તે આ પ્રમાણે–૧. પૃથક–વિતર્કસવિચારી-એક દ્રવ્યને આશ્રિત ઉત્પાદ વગેરે પર્યાયોનું શ્રુતના આલંબનપૂર્વક ભિન્ન ભિન્ન પણે ચિંતવવું ૨. એક–વિતર્કઅવિચારી-ઉત્પાદ વગેરે પર્યાયોમાંથી કોઈક પર્યાયને અભેદપણાએ અવલંબીને શ્રુતના આલંબનપૂર્વક અર્થ અને શબ્દના વિચાર રહિત ચિંતન, ૩. સૂક્ષ્મક્રિયાઅનિવૃત્તિ-ઉચ્છુવાસ વગેરે સૂક્ષ્મ કાયાની ક્રિયાની નિવૃત્તિ થયેલ નથી, તે કેવલીને ચૌદમે ગુણઠાણે યોગને નિરોધ કરતા સમયે હોય છે, ૪. સમુચ્છિન્નક્રિયાપ્રતિપાતી-સમસ્ત યોગની ક્રિયાનો ઉચ્છેદ થાય છે તે અપ્રતિપાતી, અર્થાત્ અક્રિયપણું પ્રાપ્ત થાય છે. શુક્લધ્યાનના ચાર લક્ષણો કહેલાં છે, તે આ પ્રમાણે–૧. અવ્યથ-દેવાદિકૃત ઉપસર્ગથી ભય રહિત, ૨. અસંમોહસૂક્ષ્ય પદાર્થના વિષયમાં મૂઢતા રહિત, ૩. વિવેક-દહાદિથી આત્માદિ પદાર્થનું પૃથક્કરણરૂપ, ૪. વ્યુત્સર્ગ-દેહ અને ઉપાધિનો ત્યાગ. શુક્લધ્યાનના ચાર આલંબનો કહેલાં છે, તે આ પ્રમાણે–૧, ક્ષમા, ૨. નિર્લોભતા, ૩. માર્દવકોમલતા અને ૪. આર્જવ-સરલતા. શુક્લધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ કહેલી છે, તે આ પ્રમાણે–૧. અનંતવૃત્તિતાનુપ્રેક્ષાઆ સંસારમાં જીવ અનંતી વાર ભટક્યો છે ઈત્યાદિ વિચારણા, ૨. વિપરિણામાનુપ્રેક્ષા-વસ્તુઓનું વિવિધ પ્રકારે પરિણમન થાય છે એવી વિચારણા, ૩. અશુભાનુપ્રેક્ષા- સંસારના અશુભપણાની વિચારણા અને ૪. અપાયાનુપ્રેક્ષા
આશ્રવ વગેરેથી થતા દોષોની વિચારણા. //ર૪૭ll (ટી.) આ સૂત્ર સુગમ છે. વિશેષ એ કે-ધ્યાતિઓ-ધ્યાનો, અંતર્મુહૂર્ત માત્ર કાલ સુધી ચિત્તની સ્થિરતાના લક્ષણવાળાં છે. કહેલું છે કેअंतोमुहुत्तमित्तं, चित्तावत्थाणमेगवत्थुम्मि । छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु ।।५।। [ध्यानशतक० ३ त्ति]
કોઈપણ એક વસ્તુ (જેમાં ગુણ અને પર્યાયો વસે છે તે) માં અંતર્મુહૂર્ત માત્ર ચિત્તની સ્થિરતા તે છદ્મસ્થોનું ધ્યાન અને યોગનો નિરોધ કરવો તે કેવલીઓનું ધ્યાન હોય છે. (૫)
તેમાં ઋત-દુઃખ, તેનું નિમિત્ત, અથવા કોઈક નિમિત્તે થયેલું અથવા ઋત-દુ:ખિત સ્થિતિમાં થયેલું તે આર્ત, ધ્યાનદઢ અધ્યવસાયરૂપ ૧, હિંસાદિમાં અત્યંત ક્રૂરતા વડે આવેલું ધ્યાન તે રૌદ્ર ૨, શ્રતધર્મ અને ચારિત્રધર્મથી યુક્ત ધ્યાન તે ધર્યધર્મ ધ્યાન ૩. અને આઠ પ્રકારે કર્મના મળને શોધે છે અથવા શુચ-શોકને દૂર કરે છે તે શુક્લ ૪. ત્રિદે’ ત્તિ ચાર છે 1., કેવલીને ભાવમન હોતું નથી તેથી ચિત્તની સ્થિરતારૂપ ધ્યાન ન હોય, પરંતુ તેરમે ગુણઠાણે બાનાંતરિક હોય છે. ચૌદમે ગુણઠાણે - શૈલેશીકરણ કરતાં યોગનિરોધરૂપ ધ્યાન હોય છે.
-
307