________________
श्री स्थानाङ्गसूत्र सानुवाद भाग १ ३ स्थानकाध्ययने उद्देशः ३ तपस्वीनां कर्त्तव्यम् परिहर्त्तव्यं च १८२ सूत्रम् વિષયભૂત છે. શ્રી વ્યવહારભાષ્યમાં કહ્યું છે કેफलियं पहेणगाई, वंजणभक्खेहिं वाऽविरहियं जं [तु] । भोत्तुमणस्सोवहियं, पंचमपिंडेसणा एस ॥१२९।।
[વ્યવ૦ના ૧/૨૮૨૨ ]િ ફલિત-વ્યંજન અથવા ભક્ષ (ખાદ્ય) પદાર્થો વડે જે બનેલું તે પ્રહણક-લ્હાણું વગેરે, જે ખાવાની ઇચ્છાવાળા પાસે લાવેલું તે પાંચમી પિડેષણા છે. (૧૨૯)
તથા શુદ્ધ-જેમાં લેપ ન લાગે તેવું તે અપકૃત એવો શુદ્ધ ભાત, જે ભાત જમનારની પાસે લાવેલ તે શુદ્ધોપહૃત, આ અલ્પલેપા નામની ચોથી પિડેષણાના વિષયભૂત છે. તથા સંસૃષ્ટ એટલે ખાવાની ઇચ્છાવાળાએ ગ્રહણ કરેલ કૂર (ભાત) વગેરેમાં હાથ નાખ્યો છે કે, જ્યાં સુધી મુખમાં કવલ નાંખ્યો નથી ત્યાં સુધી તે લેપકૃત અથવા અલેપકૃત સ્વભાવવાળું છે તે, એવા પ્રકારનું જે લાવેલું તે સંસૃષ્ટોપહૃત, આ ચોથી એષણાપણાએ ભજનાવાળું છે, કારણ આનો લેપકૃત અથવા અલેપકૃતરૂપ સ્વભાવ છે. અહિં ગાથા
सुद्धं च अलेवकडं, अहवण सुद्धोदणो भवे सुद्ध। . संसहँ आउत्तं, [भोक्तुमारब्यमित्यर्थः] लेवाडमलेवडं वा वि ॥१३०।। [व्यव०मा० ९/३८२० त्ति] ..
શુદ્ધ, અલેપકૃત કાંજી વડે અથવા પાણી વડે જે મિશ્ર કરેલું તે અથવા વ્યંજન રહિત જે શુદ્ધ ઓદન (ભાત) તે સંસૃષ્ટ એટલે ખાવાની ઇચ્છાવાળાએ સ્થાલમાં પીરસેલા ભોજનને હાથમાં ગ્રહણ કરી જયાં સુધી તેનો મુખમાં પ્રક્ષેપ ન કર્યો ત્યાં સુધી આ લેપકૃત અથવા અલેપકૃત પણ હોય છે. (૧૩)
અહિંયા ત્રણ પ્રકારમાં એક, બે અને ત્રણના સંયોગ વડે સાત અભિગ્રહવાળા સાધુઓ હોય છે (૪). અવગૃહીત એટલે કોઈ પણ પ્રકાર વડે દાતારે ગ્રહણ કરેલું ભોજન વગેરે, અહિં “ચ” કાર સમુચ્ચય અર્થમાં છે. નવજાતિ–દાતાર જે હાથ વડે ગ્રહણ કરે છે તે અવગૃહણાતિઅવગૃહીત, આ છઠ્ઠી પિંડેષણા છે. વૃદ્ધવ્યાખ્યા આ પ્રમાણે છે–પીરસનાર પિઢિકા-થાળીમાંથી કૂર (ભાત) ગ્રહણ કરીને જેના માટે દેવાને ઈચ્છે છે તેના ભાઇનમાં નાખવાને તૈયાર થયો ત્યારે જમનારે કહ્યું કે “મને આપ નહિ'. આ અવસરે આવેલ સાધુએ “ધર્મલાભ આપ્યો ત્યારે પીરસનાર કહે છે કે હે) સાધુ! પાત્રને પ્રસારો (માંડો). ત્યારબાદ સાધુએ પ્રસારેલ પાત્રમાં ઓદનને નાંખ્યું (વહોરાવ્યું). અહિં સાધુના પ્રયોજનમાં ગૃહસ્થ હાથ જ ચલાવ્યો, બીજું ગમનાદિ કાંઈ પણ ન કર્યું, એમ જઘન્યઆહત થયું, અહિં વ્યવહારભાષ્યમાં શ્લોક જણાવતાં કહે છે કેभुंजमाणस्स उक्खित्तं, पडिसिद्धं तं च तेण उ । जहन्नोवहडं तं तु, हत्थस्स परियत्तणे ॥१३१।। [व्यव० ९/३८३८ त्ति]
પીરસનારને ભોજન કરનારે ના પાડવાથી તે સમયે આવેલ સાધુને તે આહાર વહોરાવે ત્યારે કેવલ હાથના ચલાયમાન થવાથી જઘન્ય આહત થાય. (૧૩૧).
પીરસનાર, સ્થાનથી ચલિત ન થયો થકો સંહતિ–રસવતીના ભાજનથી ખાવાના પાત્રમાં નાંખે છે, તે સંઢિયમાનઅવગૃહીત જાણવું. અહિં શ્લોક દર્શાવે છે કે– अह साहीरमाणं तु, वस॒तो [परिवेषयनित्यर्थः] जो उ दायओ। दलेज्जाविचलिओ तत्तो, छट्ठी एसा वि एसणा ॥१३२।।
[ચવ ૧/૨૮૨૬ તિ] જે પીરસનાર, જમનાર માટે સંહિયમાન-લાવેલ આહારને પીરસતો થકો, જમનારના વચનથી (મુનિને આપો) સ્થિર રહેલ પીરસનાર, મુનિને આપે છે. આ છઠ્ઠી એષણા છે. (૧૩૨)
તથા જે ભક્ત-બનાવેલ વસ્તુને આસ્યક-થાળ વગેરેમાં નાખે છે તે આસ્યકપ્રક્ષિપ્તઅવગૃહીત. અહિં વૃદ્ધવ્યાખ્યા આ 1. ફલિકોપહૃત તે ચોક્સ લેપકૃત એટલે જેમાં લેપ લાગે એવા દ્રવ્યવાનું છે. શુદ્ધોપહત તે ચોક્સ અલેપકૃત છે અને ત્રીજું ઉભયસ્વભાવવાળું સંસૃષ્ટોપહત છે. 238